________________
૨૬૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
ચૌમુખ મંદિરની ફરતા ઘણા પાષાણી ઊભા ફલકરૂપી સ્તંભોથી વીંટળાયેલો મંડપ હતો (હાલ વિનષ્ટ), જેનો નિર્દેશ યાત્રી કવિએ “બસો થંભ” દ્વારા કર્યો છે. અને ઉપર ચતુસ્તલને તે ઉપર શિખરયુક્ત ભાગ હશે તે પણ નષ્ટ થઈ ચૂક્યો છે. શક સંવત ૧૩૦૦ અને ૧૩૧૪ (ઈ. સ. ૧૩૭૮-૧૩૯૨) વચ્ચેના ગાળામાં દંડનાયક સોમષ્ણના પુત્ર રામષ્ણની પત્ની રામકે અહીં તીર્થંકર અનંતનાથની વસતી કરાવેલી તે આ તો નહીં હોય? એક નેમિનાથની પ્રતિમા અજણ શ્રેષ્ઠીએ કરાવી તેવો, તેના સાલ વગરના પણ અંદાજે ૧૫મા શતકના લેખમાં ઉલ્લેખ કરેલો છે, જે કદાચ અહીં ચિત્ર ૯માં રજૂ કરેલી પ્રતિમા હશે. મૂડબિદરીના એક ૧૫મી-૧૬મી શતાબ્દીના તામ્રપત્રમાં ગેરસોખેની લલિતાદેવી દ્વારા નિર્માપિત વસતીને અપાયેલ દાનનો ઉલ્લેખ છે. યેડેહલ્લિના શ. સં. ૧૫૬, ૧૫૦૭, અને ૧૫૦૯(ઈ. સ. ૧૫૮૪, ૮૫, ૮૭)ના એમ ત્રણ શિલાલેખોમાં ગેરસપ્પના (મુનિ) વીરસેનદેવને મળેલાં ભૂમિદાનોની વિગતો અપાયેલી છે. તો ઊલટ પણે ગેરસપ્પના ઈમ્યુડિ દેવરાય ઓડેયરે લક્ષ્મણેશ્વરનગરની શંખજિન-વસતિને આપેલ દાનની વિગતનો સોદેના શ. સં. ૧૪૪૫-ઈ. સ. ૧૫૨૨ના લેખમાં ઉલ્લેખ છે. આ લેખ ઉપરથી વિશેષમાં ગેરસપ્ટેનું અપર નામ લેમપુર હતું તેવી માહિતી મળે છે. આ સિવાય હુમ્બના જૈન યક્ષી પદ્માવતીના મંદિરના પ્રાંગણમાં રહેલ આ. શ. સં. ૧૪પર–આ. ઈ. સ. ૧૫૩૦ના શિલાલેખમાં દિગંબરાચાર્ય વિદ્યાનંદસ્વામી ગેરસપ્પના જૈન મુનિગણને યોગાગમમાં દોરવણી આપતા રહેતા એવી હકીકત નોંધાયેલી છે.
આ તમામ ઉલ્લેખો-પ્રમાણો જોતાં ગેરસપ્પની અને ત્યાં જૈન સમાજની ઈસ્વીસન્ના ૧૫મા-૧૬મા શતકની જાહોજલાલીની તેમ જ એ પંથકન્તુળનાડ––માં એ શહેર વિજયનગર યુગમાં મહત્ત્વનું રાજકીય, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું હોવાની પૂર્ણ પ્રતીતિ થાય છે. પણ ગેરસપ્પા આબાદ હશે ત્યારે શોભતું હશે તેથીયે વિશેષ આજે વનરાઈથી ઘેરાયેલ એનાં ખંડિયેરોથી શોભે છે એવો પ્રકલ્પ સહેજે જ ઊઠી આવે છે.
ટિપ્પણો :
9. Cf. H. Cousens, Chalukyan Architecture of The Kanarese Districts ASI, (IS), Vol
XLII, Calcutta 1926, pl. CXXXIII, (તથા જુઓ અહીં પ્રસ્તુત પુનર્મુદ્રિત તળદર્શન)
૨. કઝિન્સ પણ લખે છે : The Shairvati was the most beautiful river he [Della Valle] had
ever seen......" "It is in the lower reaches of the river, just below the falls, in the bosom of the well-nigh impenetrable and silent forests that the old site of the city
lies". (Chalukyan, p. 126) 3. Annual Report of Indian Epigraphy, 1956-57, p. 65, Shimoga No. B. 215.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org