________________
૫૨
- નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે. અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાંતર દાખલાઓ ટાંકીશું. વિ. સં. ૧૪૫૫(ઈ. સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મેલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, મૈનપુતપ્રતિસંપ્રહ, સિંધી જૈન ગ્રંથમાલા, મુંબઈ ૧૯૪૩, પ્રશસ્યક ૪૪, પૃ. ૪૫.) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ. ૧૪૮ પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં. ૧૪૯૨(ઈ. સ. ૧૪૩૬)માં આવશ્યકબ્રહવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજ્જનપાલની માતાનું નામ “મેલાદે” આપ્યું છે.
83. Report on Antiquities., p. 169.
૪૪. Ibid.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org