________________
૭૦
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
પોરબંદરમાં બીજું જૂનું મંદિર શાંતિનાથનું છે, જે ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર રાણા ખિમાજીના સમયમાં સં૧૬૯૧ | ઈ. સ. ૧૯૩૫માં બંધાયેલું.
પણ આ લેખમાં જેની વાત કરવાની છે તે વાસુપૂજ્યની પ્રતિમા વિશેષ પ્રાચીન છે. વાસુપૂજ્ય સ્વામીનું સાંપ્રત મંદિર તો તદન આધુનિક છે, પણ તે આધુનિકતા વર્તમાન જીર્ણોદ્ધારને કારણે લાગે છે. કેમકે આ મંદિર જ્યાં આવેલું છે તે ભૂમિ પોરબંદરના પ્રાચીનતમ ભાગ અંતર્ગત આવેલી છે.
પ્રતિમા પરના ઉત્કીર્ણ લેખ વિશે જોઈ જતાં પહેલાં પ્રતિમાના સ્વરૂપ વિશે થોડું અહીં કહીશું. પ્રતિમા આરસની છે. પદ્માસનાસીન જિન વાસુપૂજય અશોકવૃક્ષ(કે ચંપકવૃક્ષ)ના આશ્રયે સ્થિર છે. વૃક્ષના મૂળ ભાગે હરિણયુગલ જણાય છે. જિનના પૃષ્ઠભાગે વૃક્ષનો રેષાવાળા પર્ણ અને પુષ્પાદિ સાથે વિસ્તાર કરેલો છે. અડખેપડખે “બીજપુર' તેમ જ કમલદંડને ધારણ કરી રહેલા પ્રતિહારરૂપી યક્ષો કોર્યા છે. પ્રતિહારોની નીચેની રથિકાઓમાં જમણી બાજુ સ્ત્રી મૂર્તિ અને ડાબી બાજુએ પુરુષ મૂર્તિને જિનેન્દ્રનું આરાધન કરતી બતાવી છે, જે પાત્રો દેહદુધનાશનો ઉપાય જણાવતાં વાસુપૂજયના પૂજન-કથાનક સાથે સંકળાયેલ રોહિણી અને અશોકચંદ્ર હોવાં જોઈએ. રોહિણી અને અશોકચંદ્રના રૂપની વચ્ચાળની કોરી જગ્યામાં પાંચ પંક્તિનો સંવયુક્ત લેખ કંડાર્યો છે. પૂજાપાના ધોવાણથી લેખ ખૂબ જ ઘસાઈ ગયેલો છે, અને વાચનામાં ખૂબ કઠણાઈ અનુભવવી પડે છે. લેખ આ પ્રમાણે છે :
(१) संवत १३०४ वर्षे फागुण वदि ११ शुक्रे (૨) (વેરા ?) યુત મા. વાતાવ તસ્ય સો(३) हिणि नाम स्वपत्नीश्रेयार्थं । श्री (૪) વાસપૂનિર્વિવં પ્રતિષ્ઠિત | ચં
(૫) ટૂછી શ્રીચંદ્રમણૂરિશિષ્યાઃ | સં. ૧૩૦૪(ઈ. સ. ૧૨૪૮)ના ફાગણ વદી ૧૧ને શુક્રવાર કોઈ(દદા ?)ના પુત્ર ભાનુશાલી (ભણશાળી) વાલાને પોતાની સોહિણી નામની પત્નીના શ્રેયાર્થે જિન વાસુપૂજ્યનું બિંબ (ભરાવ્યું), જેની પ્રતિષ્ઠા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય કરી.
લેખની ભાષા થોડીક અપભ્રષ્ટ છે : (“ફાલ્યુનને બદલે પ્રાકૃત રૂપ ફાગુણનો પ્રયોગ છે.) જોડણીના દોષો પણ છે : (‘સોહિણી'ને બદલે “સોહિણિ', “વાસુપૂજય’ને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org