________________
૮૮
'નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
સુચારુ શૈલી, સ્વાભાવિક છંદોલય, તેમ જ ઓજ અને પ્રાસાદિકતા જોતાં તે મધ્યકાળની આરંભિક સદીઓનું તો લાગે છે પણ એથી વિશેષ પ્રાચીન નહીં. આ સૂરિના કાળને ઐતિહાસિક કારણોસર મેં ઈસ્વીસનની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધનો માન્યો છે. સોલંકીયુગ (ઈસ્વી દશમ શતક)
૧૯. આનાથી પ્રાચીનતર પ્રમાણ કડીની પાર્શ્વનાથની મધ્યમૂર્તિવાળી જિનત્રય પ્રતિમાના શ.સં૯૧૦ ઈ. સ.૯૮૯ના લેખમાં મળે છે. પ્રસ્તુત પ્રતિમા ભૃગુકચ્છની “મૂલવસતી”માં સ્થાપવામાં આવેલી. પ્રસ્તુત મૂલવસતીથી સુવ્રતસ્વામીનું પુરાતન મંદિર જ વિવલિત હોવાનું માની શકાય. લેખ આ પ્રમાણે છે :
आसीनागेन्द्रकुले लक्ष्मणसूरिनितान्तशान्तमतिः । तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽऽसीत् शीलरु (भ )द्रगणिः ॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत । भृगुकच्छे तदीयेन पाचिल्लगणिना वरम् ॥ शक संवत् ९१०
પ્રાર્મધ્યકાળ
રાષ્ટ્રકૂટયુગ (ઈસ્વી નવમ શતક)
૨૦. કૃષ્ણર્ષિના શિષ્ય જયસિંહ સૂરિ સ્વકૃત ધર્મોપદેશમાલા-વિવરણ(સં. ૯૧૫ | ઈ. સ. ૮૫૯)માં લાટદેશચૂડામણિ, સમલિયા-વિહાર તથા તીર્થકર મુનિસુવ્રતની પ્રતિમાથી વિભૂષિત એવા મહાનગર, ભૃગુકચ્છનો ઉલ્લેખ કરે છે તથા પ્રસ્તુત મંદિરની સિંહલદ્વીપની રાજપુત્રી સુદર્શનાએ કરાવેલ એવી તત્ સંબદ્ધની પ્રસિદ્ધ જૈન પૌરાણિક કથાનો પણ ઉલ્લેખ કરે છે૫૪ : યથા :
अत्थि सिरिलाडदेस-चूडामणिभूयं अणेग-दिव्व-च्छेरयाणुगयं सउलियाविहार-हिट्ठियसण्णिहिय-पाडिहेर-मुणिसुव्वयतित्थयर-पडिमा-विभूसियं भरुयच्छं नाम महानयरं ति ।
આથી એ વાત સિદ્ધ થાય છે કે મુનિસુવ્રતનું તીર્થ ઈસ્વીસના મા શતકના મધ્યમાં પણ પ્રસિદ્ધિમાં હતું અને તેને લગતી પૌરાણિક આખ્યાયિકા પણ જાણીતી હતી. તે ધ્યાનમાં લેતાં તીર્થ તે સમયથી પણ સારું એવું પ્રાચીન હોવું જોઈએ.
પ્રાફરાષ્ટ્રકૂટ યુગો
લભ્યમાન સીધાં પ્રમાણોનો સિલસિલો અહીં અટકે છે. પ્રબંધોમાં આ તીર્થની વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org