Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 2 Author(s): M A Dhaky Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi AhmedabadPage 12
________________ લેખ નં. ૮માં લેખકે ભૃગુકચ્છના સુપ્રસિદ્ધ મુનિસુવ્રત તીર્થધામના ઉપલબ્ધ ઐતિહાસિક ઉલ્લેખોની વિગતે છણાવટ કરી છે. આ જિનાલય ઉદયન મંત્રીના પુત્ર અંબડ ઉર્ફે આમ્રભટ્ટે સં. ૧૨૨૦ના અરસામાં નવેસરથી બંધાવેલું એ નિશ્ચિત છે. એના અવશેષ ભરૂચની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. એ અગાઉ પણ એ સ્થાને સુવ્રત જિનનું પ્રાચીન મંદિર હતું એના કેટલાક સાહિત્યિક નિર્દેશ મળે છે. આ નિર્દેશો એ જિનાલય સોલંકી કાલના આરંભ પહેલાં, નવમા શતકમાં કે કદાચ એનીય પહેલાં હોવાનું નિર્દેશ છે એમ લેખક અહીં દર્શાવે છે. લેખ નં ૯માં શ્રી ઢાંકીએ પ્રતિપાદિત કર્યું છે કે પ્રભાવકચરિતમાં ગિરનાર પરના નેમિ-ચૈત્યનો ઉદ્ધાર વિ સં૰ ૧૫૦માં થયાનું નોંધ્યું છે, પરંતુ તે વર્ષ વસ્તુતઃ વિ. સં. ૧૦૫૦ હોવું જોઈએ. લેખ નં ૧૦માં લેખકે આબૂ પર્વત પરની સુપ્રસિદ્ધ વિમલવસહીને લગતી કેટલીક સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. આ જિનાલયના પૃથક્ પૃથક્ ભાગ સમકાલીન ન હોવા વિશે હવે સંગીન પુરાવા પ્રાપ્ત થયા છે. આ જિનાલય વિમલમંત્રીએ વિ સં૰ ૧૦૮૮માં કરાવ્યાનું નિશ્ચિત છે, પરંતુ એનો મૂલપ્રાસાદ જ વિમલ મંત્રીના સમયનો છે. એમાં પધરાવેલી હાલની આરસની ઋષભદેવની પ્રતિમા ઈ સ ૧૩૨૨ના જીર્ણોદ્ધાર સમયની છે, જ્યારે અસલી કાળા પથ્થરની પ્રતિમા ભમતીના ભાંડાગારમાં રહેલી છે. ગૂઢમંડપનો ઘણો ભાગ વિમલના સમયનો છે. મુખમંડપ ચાહિલ્લે કરાવ્યો લાગે છે. રંગમંડપ મંત્રી પૃથ્વીપાલે ૧૨મા શતકના મધ્યભાગમાં કરાવેલો છે. કેટલીક દેવકુલિકાઓ પણ એ સમયની છે, ખાસ કરીને સં૰૧૨૦૦થી ૧૨૪૫ની મનાતી હસ્તિશાળા પૃથ્વીપાલની નહિ, પણ વિમલના સમયની છે. પ્રવેશચોકી અને હસ્તિશાળાની વચ્ચેનો સભામંડપ પાછળથી, લગભગ ૧૭મી સદીમાં, ઉમેરાયો લાગેછે. સોલંકી રાજાઓ પ્રાયઃ શૈવ હોઈ તેઓ જૈન મંદિરો ન બંધાવે તેવી સામાન્ય માન્યતાનું નિરસન કરી, શ્રી ઢાંકીએ લેખ નં. ૧૧માં સિદ્ધા૨ાજ જયસિંહે અણહિલવાડ પાટણમાં ઋષભદેવનો ‘રાજવિહાર' અને સિદ્ધપુરમાં જિન મહાવીરનો ‘સિદ્ધવિહાર' બંધાવ્યો હોવાનું સપ્રમાણ પ્રતિપાદિત કર્યું છે. લેખ નં. ૧૨માં લેખકે સિદ્ધરાજ જયસિંહે અણહિલ્લપાટણમાં ‘જયસિંહમેરુપ્રાસાદ’ નામક શિવપ્રાસાદ કરાવ્યો હોવાનું સપ્રમાણ પ્રતિપાદિત કર્યું છે. વડનગરનાં બે મોટાં પ્રસિદ્ધ તોરણ ત્યાં પ્રાયઃ સિદ્ધરાજ જયસિંહે બૃહદ્કાય પ્રાસાદ કરાવ્યાનું સૂચવે છે એવી લેખકની કલ્પના ધ્યાનાર્હ છે. લેખના અંતે લેખકે પાટણના સહસ્રલિંગ સરોવરના પ્રચલિત ‘સહસ્રલિંગ’ શબ્દથી શું અભિપ્રેત હોઈ શકે તેની વિશદ ચર્ચા કરી છે. લેખ નં ૧૩માં શ્રી ઢાંકીએ રાજા કુમારપાળે પોતાના નામ પરથી ઘણાં સ્થળોએ ‘કુમારવિહાર’ નામે પ્રાસાદ બંધાવેલા તેની ઉપલબ્ધ માહિતી આપી છે, તેમાં અનુશ્રુતિ અનુસાર ૩૨ નહિ, તો ૧૬ જેટલા કુમારવિહારોની ભાળ મળે છે. બાકીના વિહારોનો અજયપાલે નાશ કરાવ્યો હોવાની અનુશ્રુતિને શ્રી ઢાંકી ઐતિહાસિક માને છે તે માટે પુરાતત્ત્વીય પ્રમાણોની અપેક્ષા રહે છે. જેમ કેટલાક વિદ્વાનોએ કુમારપાલને અન્યાય કરેલો, તેમ અજયપાલને પણ અન્યાય ન કરાય. શ્રી ઢાંકી નોંધે છે તેમ ગુજરાતના ઇતિહાસનું આલેખન તટસ્થ તેમજ સત્યાન્વેષી જ હોવું (૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 406