Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

Previous | Next

Page 10
________________ પ્રકાશકીય નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચયનો દ્વિતીય ખંડ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથ પ્રો. મધુસૂદન ઢાંકી દ્વારા જૈન શિલ્પ, સ્થાપત્ય અને તીર્થોના ઇતિહાસ અંગે સમયે સમયે થયેલા સંશોધનનો સંપુટ છે. ઇતિહાસનું પ્રબળ સાધન શિલાલેખ, પ્રતિમા–લેખાદિ છે : પણ તેનો ઉપયોગ અલ્પતમ થયો છે. જ્યારે તીર્થોનો ઇતિહાસ તો એની પ્રભાવિત્રતા અને પૂજ્યતાને કારણે ખૂબ જ ધૂંધળો બની ચૂક્યો છે. તેના ઉપર સંશોધનાત્મક કામ કરવું એટલે એક પછી એક થરો ખેડતા જવું અને અંતે નિર્દોષ, નિભૂલ, અને સંપૂર્ણ સત્ય ઉજાગર કરવું. આ માટેનો સબળ પુરુષાર્થ પ્રો. મધુસૂદન ઢાંકીએ ખૂબ જ ખંત અને ઉત્સાહથી કર્યો છે. તેમની શૈલી અનોખી છે. તેમની લેખિની ખૂબ જ સચોટ છે અને વાત રજૂ કરવાની રીત ગમી જાય તેવી છે. આવી સુંદર શૈલીમાં લખાયેલા લેખો તેમની વિદ્વત્તાના દ્યોતક છે. આ લેખોમાં સંશોધનાત્મક કાર્ય અને તેના પરિણામો રજૂ થયેલ છે. આ સંપુટ જિજ્ઞાસુઓને ખૂબ જ ઉપયોગી થશે તેવી આશા છે. અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ ફેબ્રુઆરી, ૨૦૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 406