________________
પ્રકાશકીય
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચયનો દ્વિતીય ખંડ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથ પ્રો. મધુસૂદન ઢાંકી દ્વારા જૈન શિલ્પ, સ્થાપત્ય અને તીર્થોના ઇતિહાસ અંગે સમયે સમયે થયેલા સંશોધનનો સંપુટ છે. ઇતિહાસનું પ્રબળ સાધન શિલાલેખ, પ્રતિમા–લેખાદિ છે : પણ તેનો ઉપયોગ અલ્પતમ થયો છે. જ્યારે તીર્થોનો ઇતિહાસ તો એની પ્રભાવિત્રતા અને પૂજ્યતાને કારણે ખૂબ જ ધૂંધળો બની ચૂક્યો છે. તેના ઉપર સંશોધનાત્મક કામ કરવું એટલે એક પછી એક થરો ખેડતા જવું અને અંતે નિર્દોષ, નિભૂલ, અને સંપૂર્ણ સત્ય ઉજાગર કરવું. આ માટેનો સબળ પુરુષાર્થ પ્રો. મધુસૂદન ઢાંકીએ ખૂબ જ ખંત અને ઉત્સાહથી કર્યો છે. તેમની શૈલી અનોખી છે. તેમની લેખિની ખૂબ જ સચોટ છે અને વાત રજૂ કરવાની રીત ગમી જાય તેવી છે. આવી સુંદર શૈલીમાં લખાયેલા લેખો તેમની વિદ્વત્તાના દ્યોતક છે. આ લેખોમાં સંશોધનાત્મક કાર્ય અને તેના પરિણામો રજૂ થયેલ છે. આ સંપુટ જિજ્ઞાસુઓને ખૂબ જ ઉપયોગી થશે તેવી આશા છે. અમદાવાદ
જિતેન્દ્ર બી. શાહ ફેબ્રુઆરી, ૨૦૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org