SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાવલોકન શ્રી મધુસૂદન ઢાંકીના નિર્ચન્થ ઐતિહાસિક લેખોના સમુચ્ચયનો આ દ્વિતીય ખંડ છે. જુદે જુદે સમયે લખેલા અને વિભિન્ન સામયિકોમાં પ્રકાશિત થયેલા ૨૨ લેખોનો આ સમુચ્ચય છે. એમાંના પહેલા સાત લેખ અભિલેખોને લગતા છે, એમાં પ્રથમ લેખ પંચાસર પાસે આવેલા ઐરવાડા ગામનો મુનિ જયંતવિજયજીએ પ્રકાશિત કરેલો જિનપ્રતિમાલેખ છે. શ્રી ઢાંકીએ આ પ્રતિમાલેખમાં જણાવેલ “જેબ'ના અભિજ્ઞાનની છણાવટ કરી છે. બીજા લેખમાં ગિરનારના એક નવપ્રસિદ્ધ શિલાલેખનો તલસ્પર્શી અભ્યાસ કરીને લેખકે એમાં જણાવેલ પ્રતિમા-કારાપક ખેઢા અને લાહડના અભિજ્ઞાન પર–આબૂના લૂણાવસહીના પ્રતિમાલેખોના તુલનાત્મક અભ્યાસના આધારે–પ્રકાશ પાડ્યો છે તેમ જ આ શિલાલેખ વસ્તુપાલ-તેજપાલનો નહિ, પણ વરહુડિયા કુટુંબનો હોવાનું પ્રતિપાદિત કર્યું છે. આ લેખમાં શ્રી ઢાંકીએ વરાહડિયા કુળના સભ્યો તથા તેઓનાં સુકૃતો વિશે વિસ્તૃત માહિતી પણ પૂરી પાડી છે. પછીના બે લેખોમાં શ્રી ઢાંકીએ ગિરનાર પરના નવપ્રાપ્ત અભિલેખોની વિશદ છણાવટ કરી છે. ત્રીજા લેખમાં ગિરનારના પૂર્વ પ્રકાશિત અભિલેખો પૈકી નવેક અભિલેખોની અન્વેષણ સાથે વિચારણા કરી છે ને કેટલાક લેખોની પુનર્વાચના પણ આપી છે. લેખમાં અંતે શ્રી ઢાંકીએ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તી વિશે અર્વાચીન જૈન લેખકો દ્વારા અજ્ઞાનપણે પ્રસારાતા સંભ્રમનું નિરસન કર્યું છે, તેમ જ ગિરનાર પરના સોલંકી વાઘેલા કાળના અંત સુધીના અભિલેખોની તાલિકા આપી છે, જે આ લેખનો મહત્ત્વનો અંશ છે. લેખના અંતે શ્રી ઢાંકી નોંધે છે કે ગિરનાર પર સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યકાલ પૂર્વેનો એક પણ અભિલેખ અદ્યાવધિ પ્રાપ્ત થયો નથી તેમ જ ગિરનાર પર બ્રાહ્મણીય સંપ્રદાયને લગતો એક પણ અભિલેખ અદ્યાપિ મળ્યો નથી. ચોથા લેખમાં શ્રી ઢાંકીએ ગિરનાર પર મળેલા ૧૧ અપ્રકાશિત અભિલેખો મૂળપાઠ તથા વિવરણ સાથે રજૂ કર્યા છે. આ અભિલેખ વિસં. ૧૨૩૬થી ૧૫૧૯ના છે. લેખ નં. ૫ વંથળીના બે નવપ્રાપ્ત જૈન પ્રતિમાલેખો વિશે છે. એના સંપાદકોએ એ અભિલેખોના વિવરણમાં સૂચવેલાં કેટલાંક તારતમ્યો વિશે શ્રી ઢાંકીએ તાત્ત્વિક છણાવટ કરી છે. એમાં પહેલા અભિલેખનું વર્ષ ૧૧૮૧ નહિ પણ ૧૧૮૯ હોવાનો મુદ્દો મહત્ત્વનો ગણાય. દંડાધિપતિ શોભનદેવ જૈન હોવાનું આ અભિલેખ પરથી વધુ સ્પષ્ટ થયું છે. લેખ નં. ૬ પોરબંદરના વાસુપૂજ્ય-જિનાલયની પ્રતિમા અને એના પરના સં. ૧૩૦૪ના અભિલેખને લગતો છે. પોરબંદરના શાંતિનાથ જિનાલયમાં સં૧૬૯૧ના બે શિલાલેખ કોતરેલા છે. એમાંના પહેલા શિલાલેખોમાં જેઠવા રાજાઓની વંશવાળી આપેલી છે, તે ધુમલીના રાણા બાષ્કલદેવ અને પોરબંદરના જેઠવા રાણાઓ વચ્ચે મહત્ત્વની કડી પૂરી પાડે છે. આથી જેઠવા વંશની વિગત ચકાસી શકાય છે તેમ જ વિક્રમજીના રાજ્યારોહણના સમય પર પણ પ્રકાશ પડે છે. આ શિલાલેખોની માહિતી તથા મીમાંસા અહીં લેખ નં. ૭ અંતર્ગત આપવામાં આવી છે. ( ૨૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy