Book Title: Nikshepvinshika Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ જ પ્રસ્તાવના શ્રી અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ પર વાચના આપતી વખતે દેવ-ગુરુકૃપાએ દરેક વિધાનોના હેતુ વગેરે શોધવાની શક્ય અનુપ્રેક્ષા ચાલી.. એના કારણે ઘણા ઘણા રહસ્યોનું એવું ઉદ્ઘાટન થવા માંડ્યું કે જેનાથી હું ખુદ ચિકત થઈ જતો હતો. એટલે એના પર ટીપ્પણ લખવાની ભાવના જાગી. એ ટીપ્પણ લખતા લખતા નિક્ષેપ અંગે ઘણી ઘણી નવી સ્ફુરણાઓ થઈ જે બધી જ આ ટીપ્પણમાં લેવા જતાં ટીપ્પણનો ઘણો વિસ્તાર થઈ જવાનો ભય લાગ્યો. તથા દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસની વાચના આપતી વખતે તથા એનું વિવેચન લખતી વખતે પણ અમુક નવી સ્ફુરણાઓ થઈ.. એટલે એક સ્વતન્ત્ર ગ્રન્થની રચના કરવી એમ નિર્ણય કર્યો. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસના વિવેચનમાં સાતમી તથા આઠમી ઢાળના વિવેચનનું સંશોધન તાર્કિકાગ્રણી પૂજ્યપાદ આ ભગવંતશ્રીમદ્વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે કર્યું. એમાં ‘શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે ઋજુસૂત્રનય પર્યાયાર્થિક છે, તો દ્રવ્યનિક્ષેપ શી રીતે માને ? ને અનુયોગદ્વાર સૂત્રમાં તો એને દ્રવ્યનિક્ષેપ માન્ય છે એમ જણાવ્યું છે.. વગેરે અધિકારના સંશોધન દરમ્યાન તેઓશ્રીએ ‘શું નય-નિક્ષેપ સંબંધી ‘દ્રવ્ય’ શબ્દો એક જ છે?’ આવો કંઈક પ્રશ્ન પેન્સીલથી હાંસિયામાં લખેલો. એનો જવાબ વિચારવામાં મને જે સ્ફુરણા થઈ એને અનુસારે એ વિવેચનમાં સંક્ષેપમાં સમાધાન કર્યું. પણ એનો વિસ્તાર કરવાની ગણતરીથી પણ સ્વતંત્ર ગ્રન્થરચનાનો નિર્ણય દૃઢ બન્યો. તદનુસારે અવકાશ મળ્યો એટલે રચનાનો પ્રારંભ કર્યો. દેવ-ગુરુની કોઈ અભૂતપૂર્વ કૃપાના પ્રભાવે એવું એવું નિરૂપણ થવા લાગ્યું કે જેથી મારો ઉત્સાહ વધતો ચાલ્યો. ખૂબ જ તર્કપૂર્ણ સ્પષ્ટીકરણ ને નવા નવા રહસ્યોદ્ઘાટન થવા લાગ્યા. શ્રીસંઘમાં પ્રચલિત અર્થ કરતાં ક્યાંક ક્યાંક જુદો જ અર્થ વધારે સંગત ભાસતો.. ને છતાં પૂર્વાચાર્યોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 292