Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ૬ અન્યાન્ય સંદર્ભે કહેલા વચનો પરથી એ અર્થ પણ ફલિત થતો જણાવાથી એવો અર્થ ગ્રન્થમાં જોડવામાં હું નિઃશંક બન્યો છું. ને તેથી પણ મને ખૂબ જ આનંદ થયો છે. ઘણી ઘણી અપૂર્વ વિચારણાઓ હોય એટલે સંશોધન તો આવશ્યક જ નહીં, અતિઆવશ્યક. પં. શ્રી અજિતશેખરવિજયજીએ ખૂબ જ ધ્યાનપૂર્ક આ ગ્રન્થનું સંશોધન કર્યું છે ને એ દરમ્યાન એમણે ક્યાંક ક્યાંક ઉઠાવેલા પ્રશ્નોનું સમાધાન શોધવામાં વિશેષ સ્પષ્ટીકરણો થયેલા છે. તથા મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ પણ આ ગ્રન્થનું સંશોધન કર્યું છે. બન્ને મહાત્માઓને ધન્યવાદ. કૃતજ્ઞતાની આ પળે, પ્રસ્તાવના સિદ્ધાન્તમહોદધિ સુવિશુદ્ધબ્રહ્મચારી સ્વ.પૂ. આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., સકળસંધહિતૈષી ન્યાયવિશારદ સ્વ.પૂ. આ.શ્રીવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સિદ્ધાન્તદિવાકર વર્તમાનમાં સર્વાધિક શ્રમણસમુદાયના ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી છેદ-કર્મસાહિત્યનિષ્ણાત સ્વ. પૂ. આ.શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મ.સા., શ્રી સૂરિમંત્રના પરમ સાધક દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક સ્વ.પૂ.આ.શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં નતમસ્તકે વંદના કરું છું. પંચમકાળમાં આવી સુવિહિતગુરુપરંપરા મને મળી છે એને હું મારું ૫૨મસૌભાગ્ય માનું છું. તથા સાધનાના દરેક તબક્કે અનુપમ સહકાર આપી રહેલા સહવર્તી શિષ્યાદિ મહાત્માઓને પણ શે વીસરાય ? સંશોધન દરમ્યાન સંશોધક પં. પ્રવરશ્રી અજિતશેખરવિજયજી ગણણિવરના પત્રમાં વ્યક્ત થયેલા સહજ ઉદ્ગારો- “બંધ અત્તરની શીશી ઉઘડે ને ચારે બાજુ સુગંધ ફેલાઈ જાય એમ ચારનિક્ષેપાઓ સંબંધી ઘણી વાતો જે ઢંકાયેલી હતી તે આપે આપની પ્રતિભા અને તીક્ષ્ણ ચિંતનશક્તિના માધ્યમે પ્રગટ કરી છે ને જૈનશાસનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 292