Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ –: પ્રાસંગિક :– પત માટે દીપક, ચકેરમાટે ચાદ, લખંડમાટે લેહચુ બક આકર્ષણ કેન્દ્ર છે તેવી જ રીતે ભવ્યભાવિક મુમુક્ષેઓ માટે “શ્રમણી વિદ્યાપીઠ” આકર્ષણ કેન્દ્ર છે. મારા જીવન ઉત્થાનનું, ચારિત્ર– ઘડતરનું અને મારામા કઈક અશે જ્ઞાનની જ્યોત પ્રગટી હોય તે તેનું મૂળ “વિદ્યાપીઠ” જ છે. અતિવિસ્તૃત જૈનસાહિત્યના ગહન અભ્યાસ માટે જિજ્ઞાસુ, સમાજનવાળી મ્હને પિતાના માતા પિતા અને નાનકડા કુટુબને ત્યાગ કરી, એક કુટુંબ ભાવનાથી સાથે રહે છે. સાથે જોજન કરે છે અને અશ્ચયન પણ સાથે જ કરે છે. અમારા પુણ્યબળે પિતાતુલ્ય પૂ. પંડિતજી શોભાચંદ્ર ભારિલ સાહેબનો સાગ અને ગુરુણ મૈયાનું સાન્નિધ્ધ પ્રાપ્ત થતાં બીજ રૂપ એવા અમે અંકુરમાં પરિણત થવા પ્રયત્નશીલ બન્યાં, પરંતુ પૂ. પંડિતજી તે અમને વિરાટ સર્વકળાસંપન્ન વટવૃક્ષ બનાવવા ઈચ્છતા હતા. અમે અધ્યયન કરીએ તે તેઓને પસંદ ન હતું. તેઓ અમને લેખનકળામાં પણ પ્રવીણ બનાવવા ઈચ્છતા હતા તેઓની અભિલાષા હતી કે અમે પ્રકાશન એગ્ય કંઈક લખાણું કરીએ. આ દરમ્યાન જ પ્રેમજીભાઈએ ૩૨ આગમને ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સેનામાં સુગંધ ભળવારૂપ આ વાત જાણું પૂ પંડિતજીએ આ કાર્ય કરવા અમને આશીર્વાદ આપ્યા. બીજી બાજુ આગમનું અધ્યયન કરતાં અમને અલૌકિક આનંદની પ્રાપ્તિ થતી. આત્માના નિજ ગુણ (જ્ઞાન) ને વર્ણવતું શાસ્ત્ર છે “નંદીસૂત્ર ” અન્ય દ્રવ્યથી આત્મદ્રવ્યને * અલગ પાડનાર વિશિષ્ટ ગુણ છે ચૈતન્ય. આ ચૈતન્યને બોધરૂપ વ્યાપાર તે ઉપગ. તેમાં પણ સાકારપગ જ્ઞાનનું વિશદ અને તલસ્પર્શી વર્ણન “ નંદીસૂત્રમાં છે. વિખૂટા પડી ગયેલા બાળકને ભેટો થતાં માતૃહૃદયને, અખૂટ ધનરાશિ પ્રાપ્ત થતા કંજૂસને, મીઠા મધુરા સંગીતનું શ્રવણ થતાં હરણને, મેરિલીના નાદથી સર્પને, મેઘ ગર્જનાથી મયુરને, સૂર્યના ઉદયથી ચક્રવાજ્યુગલને જે આનંદ થાય છે તે કરતાં અનંતગણ અધિક આનંદ જીવને અવરાયેલા નિજ જ્ઞાનગુણના વાસ્તવિક સ્વરૂપને બંધ થતાં થાય છે. જ્ઞાનનું સત્ય સ્વરૂપ સમજાતા અને આવરણનું ભાન જાગૃત થતા, જીવ પુરુષાર્થ ભણી, આવરણને ફગાવી, કૈવલ્ય પ્રકાશને પ્રાપ્ત કરવા આગેકૂચ કરે છે. જ્ઞાતા, જ્ઞાન અને રેય એવું ધ્યાતા ધ્યાન અને ધ્યેયને એકાકાર કરી નિજ શાશ્વન આવાસને પ્રાપ્ત કરાવનાર છે “ નંદીસૂત્ર ” હું “નદીસૂત્ર”ને અભ્યાસ કરતી હતી ત્યારે થયા કરતું કે આ સિદ્ધાંતને ગુજરાતી અનુવાદ થાય તે મારા જેવી અનેક વિદ્યાર્થિની બહેનને ઉપયોગી થાય, પરંતુ આ કાર્ય હું કરી શકીશ, એવી આત્મશ્રદ્ધા તે સમયે ન હતી. આ કાર્ય માટે શ્રધ્ધા સીંચનાર મારી ગુરુણ બા. બ્ર. પૂ લીલમબાઈ મ. છે. તેમની પ્રેરણા અને કૃપાથી જ હું અનુવાદ કાર્ય કરવામાં પ્રયત્નશીલ બની. આ કાર્ય દરમ્યાન પણ હું જ્યારે જ્યારે હતાશ બની જતી ત્યારે માર્ગદર્શન, પ્રેરણા અને નૂતન ઉત્સાહ અર્પી આગેકૂચ કરાવનાર પણ તેઓજ છે. જે એમના આશીર્વાદ પ્રાપ્ત થયા ન હોત તે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 411