________________
'गाढा य विवाग कम्मुणो, समयं गोयम मा पमायए.'
ભગવાન મહારાજા કહે છે કે- કર્મનો વિપાક ક્યારે આવશે, તેની કોઈને ખબર નથી. અંતરાય ક્યારે કરશે તેની જાણ નથી. માનવ વિચારે કે હું આ કામ કરવા જઉં, ને એ દાદર ઊતરતાં ઊતરતાં કે ચાલતાં ચાલતાં પણ પડી જાય છે. ત્યાં અણધાર્યો કર્મનો વિપાક આવીને ઊભો રહે છે. માટે તે ગૌતમ ! સદા સાવચેત-સાવધાન રહેજે. એક સમયનો-ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ.
જ્ઞાની કહે છે કે-કર્મનો વિપાક અને આપત્તિ તો બધાંને આવે છે. પણ એ આપત્તિ આવે ત્યારે વિચારવું કે-કર્મનો વિપાક તો અવશ્ય આવશે જ, એને ભોગવ્યા વિના છૂટકો જ નથી. પણ હે જીવ ! ત્યારે તું કલેશ અને હાયવોય ન કરતાં ધીરજ રાખજે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org