Book Title: Nandan Maniyar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૪૮). શ્રી છ. અ. જેને રથમાલા મેળવી? વાત ખરી છે કે-શુભ કર્તવ્યથી નાના પ્રકારની સદ્ધિસિદ્ધિ મળે છે. જેનું મૂળ લક્ષ્ય તે આત્મવિશુદ્ધિ ઉપર જ હોય છે, પરંતુ જેમ અનાજ નિમિત્તે અનાજ વાવવા છતાં ઘાસ, કડબ વિગેરે સ્વાભાવિક અનિચ્છાએ પણ થાય છે, તેમ આત્મવિશુદ્ધિ કરવાના પ્રયત્નમાં પુન્યકર્મ સ્વાભાવિક થાય છે અને તેને લઈને બધી અનુકૂળ સામગ્રીઓ મળી આવે છે, છતાં મૂળ ઉદ્દેશ તે વિશુદ્ધતાને હોવું જોઈએ.” ભગવાન શ્રી મહાવીરદેવે જવાબ આપે કે-“હે ગૌતમ! આ દેવને જીવ રાજગૃહી નગરીમાં નંદન મણિયાર નામે એક ધનાઢય ગૃહસ્થ હતું. એક દિવસ હું અહીં આવ્યા હતું ત્યારે મારે ઉપદેશ સાંભળી તે સમ્યગદૃષ્ટિ પામ્યો હતો. વળી તેણે ગૃહસ્થને લાયક વ્રત-નિયમે મારી પાસે ગ્રહણ કર્યા હતાં. કેટલાક વખત સુધી તેણે આ ગૃહસ્થ ધર્મ સારી રીતિએ પાળે, પણ પાછળથી કુદષ્ટિ-ઉન્માર્ગગમન કરનાર પાંચ ઇદ્રિના વિષયોમાં આસક્તિવાળા મનુષ્યને સંસર્ગ તેને વધારે થવા લાગે અને તેને તેની સમ્યગદૃષ્ટિને પોષણ આપનાર, વૃદ્ધિ પમાડનાર તથા શુદ્ધ માર્ગમાં ટકાવી રાખનાર સાધુઓની-આત્મનિષ્ઠ ગુરુઓની સેબત બીસ્કુલ રહી નહિ. સાધુપુરુષોની સબતના અભાવે તેનામાં. મિથ્થાબુદ્ધિને વધારે થતો રહ્યો અને બુદ્ધિ-સમ્યગ્દષ્ટિ ધીમે ધીમે મંદ મંદ ભાવને પામવા લાગી. કાંઈક મિશ્રપરિણામે તે કાળક્ષેપ કરવા લાગે. એક વખત ઉનાળાના દિવસોમાં તે ત્રણ ઉપવાસપૂર્વક પૌષધ લઈને ધર્મક્રિયા કરતે હતે. ઉપ–સમીપે-વચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15