Book Title: Nandan Maniyar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૨૬૦ ] શ્રી જી. એ. જેચન્થમાલા નિયમ લીધે, નિર્દોષ મેલ આદિ ખાઈ આજીવિકા કરવી અને શ્રી વીર પ્રભુનું અહેનિશ સ્મરણ કરી આ જીવન પૂર્ણ કરવું-એવો નિશ્ચય કર્યો. ખરી વાત છે કે થોડા વખતના પણ આત્મજ્ઞાની મહાત્મા પુરુષના સંગને બદલે મળ્યા વગર રહેતું નથી. કર્યું ક્યાંઈ જતું નથી. સમ્યગદષ્ટિ તે સમ્યગ્રષ્ટિ, થડે પણ પ્રકાશ, થોડું પણ આવરણનું ઓછું થવું, તે આ જીવને વિષમ પ્રસંગોમાં પણ જાગૃત કર્યા વગર રહેતું નથી; તે જેને અહોનિશ પુરુષને સંગ અને સમ્યષ્ટિવાળી જાગૃતિ હોય છે, તેઓના આનંદનું, સુખનું અને સ્વરૂપસ્થિતિના ભાન વિષેનું પૂછવું જ શું? તે તે અહેનિશ આનંદમાં જ રાચતા હોય છે. શ્રી મહાવીર પ્રભુ કહે છે કે-“ગૌતમ! હમણાં હું અહીં આવીને રહેલો છું, તે વાતની ખબર તે વાવમાં પાણી ભરવા અને સ્નાન કરવા ગયેલા લોકોની વાતે ઉપરથી તેણે સાંભળી, જેથી તેના આનંદનો પાર ન રહ્યો. “મારે ધર્મગુરુ! મારે તારક નાથ! અહીં આવેલ છે, જરૂર હું ત્યાં જઉં, તેના દર્શન કરું અને મારું જીવન સુધારું. આ લાગણીથી તે વાવમાંથી બહાર નીકળ્યો. રસ્તામાં મને વંદન નિમિત્તે આવતા શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે દબાઈને તે દેડકે મરણ પામ્યો. તેની ઈચ્છા–તેની આશા-તેના મનેરા મનમાં રહી ગયા. તેણે પિતાના મનને એક તાર મારા દેહ ઉપર નહીં પણ મારા આત્મા ઉપર બાંધ્યું હતું, તે જ તેનું લક્ષ્યબિન્દુ સાધ્યું હતું અને તે મારા ધ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15