Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૪૭ નંદન મણિયાર રાજગૃહી નગરીમાં નંદન મણિયાર નામને એક ધનાઢય ગૃહસ્થ રહેતું હતું. એક વખત ભગવાન શ્રી મહાવીરદેવ શહેર બહાર ઉદ્યાનમાં પધાર્યા હતા. ધર્મશ્રવણ અને વંદન કરવા નિમિત્તે ત્યાં શ્રેણિક રાજા તથા બીજા શ્રદ્ધાળુ લોકે ત્યાં આવ્યા. તે વખતમાં એક દદ્રાંક નામને દેવ સભામાં આવ્યું. તેણે વિવિધ પ્રકારે દેવકુમાર અને દેવકુમારીઓને પિતાની શક્તિથી પ્રગટ કરી, નૃત્યગાયન કરી, પિતાની દેવશક્તિ સર્વ સભાને બતાવી. આ શક્તિ બતાવવાનો હેતુ કાંઈ પિતાની શક્તિ કે ઋદ્ધિનું અભિમાન ન હતું પણ ધર્મના ફળમાં સંદેહ કરનારા જીવને દઢ કરવા નિમિત્તે અને જે પોતાના આત્મબળથી અનંત શક્તિઓ મેળવી શકે છે તે જણાવી ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા નિમિત્તે તથા જે મહાપુરુષના બધથી પિતે આ શક્તિને પામ્યું હતું તેની કોઈ પણ ભક્તિ કરવી– આ નિમિત્તે તેને પ્રયાસ હતો.
દશાંક દેવ આ પ્રમાણે ભગવાન શ્રી મહાવીરદેવની ભક્તિ, સ્તુતિ, વંદન, નમન કરીને તથા ભગવાનના શરીરે ઉત્તમ સુગંધી દ્રવ્ય-ચંદન આદિનું વિલેપન કરીને, તે દ્રવ્ય સભાને પિતાની શક્તિથી વિષ્ટા ને પરુ જેવા દેખાડી સ્વસ્થાનકે ગયો. ત્યારે જાણવા છતાં પણ સભાના લકને ધર્મમાં સ્થિર કરવા નિમિત્તે શ્રી ગૌતમસ્વામીએ ભગવાન શ્રી મહાવીરદેવને પૂછયું કે હે પ્રભુ! આ દેવે આટલી બધી દ્ધિ અને શક્તિ યા શુભ કર્તવ્યથી
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૪૮).
શ્રી છ. અ. જેને રથમાલા મેળવી? વાત ખરી છે કે-શુભ કર્તવ્યથી નાના પ્રકારની સદ્ધિસિદ્ધિ મળે છે. જેનું મૂળ લક્ષ્ય તે આત્મવિશુદ્ધિ ઉપર જ હોય છે, પરંતુ જેમ અનાજ નિમિત્તે અનાજ વાવવા છતાં ઘાસ, કડબ વિગેરે સ્વાભાવિક અનિચ્છાએ પણ થાય છે, તેમ આત્મવિશુદ્ધિ કરવાના પ્રયત્નમાં પુન્યકર્મ સ્વાભાવિક થાય છે અને તેને લઈને બધી અનુકૂળ સામગ્રીઓ મળી આવે છે, છતાં મૂળ ઉદ્દેશ તે વિશુદ્ધતાને હોવું જોઈએ.”
ભગવાન શ્રી મહાવીરદેવે જવાબ આપે કે-“હે ગૌતમ! આ દેવને જીવ રાજગૃહી નગરીમાં નંદન મણિયાર નામે એક ધનાઢય ગૃહસ્થ હતું. એક દિવસ હું અહીં આવ્યા હતું ત્યારે મારે ઉપદેશ સાંભળી તે સમ્યગદૃષ્ટિ પામ્યો હતો. વળી તેણે ગૃહસ્થને લાયક વ્રત-નિયમે મારી પાસે ગ્રહણ કર્યા હતાં. કેટલાક વખત સુધી તેણે આ ગૃહસ્થ ધર્મ સારી રીતિએ પાળે, પણ પાછળથી કુદષ્ટિ-ઉન્માર્ગગમન કરનાર પાંચ ઇદ્રિના વિષયોમાં આસક્તિવાળા મનુષ્યને સંસર્ગ તેને વધારે થવા લાગે અને તેને તેની સમ્યગદૃષ્ટિને પોષણ આપનાર, વૃદ્ધિ પમાડનાર તથા શુદ્ધ માર્ગમાં ટકાવી રાખનાર સાધુઓની-આત્મનિષ્ઠ ગુરુઓની સેબત બીસ્કુલ રહી નહિ. સાધુપુરુષોની સબતના અભાવે તેનામાં. મિથ્થાબુદ્ધિને વધારે થતો રહ્યો અને બુદ્ધિ-સમ્યગ્દષ્ટિ ધીમે ધીમે મંદ મંદ ભાવને પામવા લાગી. કાંઈક મિશ્રપરિણામે તે કાળક્ષેપ કરવા લાગે.
એક વખત ઉનાળાના દિવસોમાં તે ત્રણ ઉપવાસપૂર્વક પૌષધ લઈને ધર્મક્રિયા કરતે હતે. ઉપ–સમીપે-વચન
Page #3
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૪૯ વાસ=આત્માની સમીપે રહેવું તે ઉપવાસ. ઉપવાસને ખરે આંતભિત અર્થ આત્માની સમીપે રહેવું તે થાય છે અને પૌષધનો અર્થ આત્માને પિષણ તથા પુષ્ટિ આપનાર આત્માની વિશુદ્ધિ કરનાર થાય છે.
અનાજને તથા પાણીને ત્યાગ કરી ભૂખ્યા રહેવું તેટલે સાંકડો ઉપવાસને અર્થ નથી. તે અર્થ તે ઉપવાસનું બાહ્ય રૂપક છે. વ્યવહારિક અર્થ એ થાય છે ખરે, પણ તેનાં આંતરજીવન સિવાય આ વ્યવહારિક અર્થ ઉપચગી થતો નથી. સમ્યગષ્ટિ જીવમાં તે ઉપવાસનું આંતરજીવન હોય છે. આ આંતરજીવનના અભાવે, બાહ્ય સ્વરૂપવાળે ઉપવાસને અર્થ ચેખા કાઢી લીધા પછી બાકી રહેલા ફેરા જેવો છે. આત્માની સમીપે રહેવું તે ચોખા જેવું છે, ત્યારે ખાવું નહીં તે ઉપવાસને અર્થ ઉપરના ફેરા જેવો છે. આ ફેતરાં ઉપગી છે, ચેખાનું રક્ષણ કરનાર છે, ઉપષ્ટભક છે, પણ ચેખા વિનાના એકલા ફેતરાં ઉપયેગી નથી, તેની કિંમત નથી. આત્માની સમીપે નિવાસ કરવારૂપ આંતરજીવન સિવાય આ એકલા ઉપવાસને લાંઘણ કહેવામાં આવે છે.
આ શરીર એક રાફડા જેવું છે, ત્યારે કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન ઈત્યાદિ સર્ષ સમાન છે. મારે છે સર્ષ અને તોડે છે રાફડાને, તેથી શું ફાયદો થાય? જેમ રાફડાને તાડના કરાય છે, તેમ અંદરને સર્ષ ઊંડે પિસતું જાય છે. ખરી રીતે કામ-ક્રોધાદિને હઠાવવાના છે. આત્મજ્ઞાનના પ્રકાશથી તે હઠી શકે છે. તેને ભૂલી જઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા એકલા શરીરને શોષી નાખવાથી ઉલટું સાધન નબળું પડી જાય છે. સાધનને નબળું પાડી નાંખવાથી કાંઈઅજ્ઞાન હઠી શકતું નથી.
આ નંદન મણિયાર અર્ડમ-ત્રણ ઉપવાસ કરી શરીરને નબળું પાડતું હતું, પણ તેના કામ-ક્રોધાદિ નબળા પડતા ન હતા; કારણ કે–તેનામાંથી સમ્યગ્દષ્ટિ ચાલી ગઈ હતી અને મિથ્યાષ્ટિ આવી બેઠી હતી. સમ્યગ્દષ્ટિ તે આંતજીવનને ગર્ભ છે. તે ચેખા સમાન છે. તેના અભાવે આ ઉપવાસ કરવારૂપ ફેતરાં શું ઉપયોગી થાય? આમ ઉપવાસથી નબળું પડેલું શરીર બીજે દિવસે ભજન કરવાથી પાછું હતું તેવી સ્થિતિમાં આવી જવાનું. એકાદ મહિના સુધીના ઉપવાસ કરાયેલા મનુષ્યનું શરીર એકાદ-બે માસ પછી પાછું પૂર્વની સ્થિતિમાં આવી જાય છે, ત્યારે તેના ક્રોધાદિ કષાયે તે ઉપવાસના દિવસમાં પણ પ્રસંગે અધિક દીપી નીકળે છે. આથી આ ઉપવાસથી-એકલા ઉપવાસથી–આત્માની પાસે રહેવા સિવાચના ઉપવાસથી વસ્તુતઃ ફાયદે માલુમ પડતો નથી.
બાહ્ય ઉપવાસ આંતરપ્રવૃત્તિમાં આવતાં વિદ–અડચણે દૂર કરવા માટે છે અને ખાવાપીવાને વખત બચાવવા માટે છે. ખાવાને લીધે બહાર જંગલપણું જવાનું થાય છે, આળસ આવે છે, ઊંઘ વધે છે અને વ્યવહારના કામમાં પ્રવૃત્તિ વધે છે. આ સર્વ અટકાવવાને ઉદ્દેશ બાહ્ય ઉપવાસને છે.
ઉપવાસને દિવસે આરંભ ઓછો કરાય છે. ઉપવાસના કારણે પ્રવૃત્તિ-વ્યવહારની બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરાય છે. વિષયની ઈરછાઓ ઉપર કાબુ મેળવાય છે અને આળસ, ઊંઘ, જંગલપાણી અને ખાવાપીવાનો ત્યાગ ઈત્યાદિ કારણોને લઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
----
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૫૬ બચેલા વખતને ધર્મધ્યાનમાં ઉપયોગ લેવામાં આવે છે.
આજે મારે ઉપવાસ છે-એ ભાવનાને લઈ જાણી જોઈને હલકી પ્રવૃત્તિ કરતે જીવ અટકે છે, ઈત્યાદિ કારણે બાહ્ય ઉપવાસ ઉપગી છે. પરંતુ આ ઉપયોગીપણું જેની આંતરષ્ટિ ખૂલેલી હોય તેને જ વસ્તુતઃ કામ લાગે છે, જેને આત્માની પાસે રહેવાની પૂર્ણ ઈચ્છા છે તેને ઉપયોગી છે, પણ તે સિવાયનાને તે આ મળેલે વખત પણ સૂત્રાર્થ, પરિસિ, ધ્યાન આદિથી મુક્ત વિકથા-માદાદિમાં નિષ્ફળ જાય છે.
સમ્યગદષ્ટિવાળા છે આ ઉપવાસ કરી શકે છે. એકાદ દિવસને માટે પણ આવી પ્રવૃત્તિ કરવાથી ધીમે ધીમે તેના માર્ગમાં આગળ વધી શકાય છે.
આ બાહો ઉપવાસને નિષેધ કરવાને અહીં જરા પણ ઉદ્દેશ નથી. ઉદ્દેશ માત્ર સમ્યગ્રષ્ટિ તરફ દેરવવાને છે. સમ્યગદષ્ટિ સાથે આ બાહ્ય ઉપવાસ થયા વિના કેવળ અજ્ઞાનદશાથી દેહને ક્ષીણ કરી નખાય ત્યાં સુધી કરાતા ઉપવાસો એ યોગ્ય નથી તે કહેવાનું છે અને કેવળ આ ઉપવાસને આગ્રહ કરી આંતર્દષ્ટિને ભૂલી જવામાં આવે છે તેને જાગૃત કરવાને છે.
સમ્યક, જ્ઞાન, સંવેગ વિગેરે ક્ષાયોપથમિક ગુણો જ્યાં અનુભવાય છે, ત્યાં આત્મશાન્તિ પણ અનુભવાય છે. એ પ્રમાણે સમ્યક તપશ્ચર્યા સેવનારને શાંતિને અનુભવ થાય છે, માટે તપ એ પણ ક્ષાપથમિક ભાવરૂપ છે. નંદન મણિયાર ત્રણ ઉપવાસ કરીને બેઠે હતો, પણ મિથ્યાષ્ટિ હવાથી આ ઉપવાસનું રહસ્ય તેના જાણવામાં ન હતું.
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૫૨ ]
શ્રી જી. એ. જે સ્થમાલા તેનામાં આત્મશાંતિ ન હતી, તેમજ પગલિક આશંસા તરફ ઢળેલ હેઈ મિથ્યાત્વ તરફ તેનું સ્થાન હતું અને તેથી તેનું બાહ્ય તપ પણ વખાણવા ગ્ય ન હતું. પૂર્વે સમજાયેલ બેધ મિથ્યાદષ્ટિએના વિશેષ પરિચયથી તેનાથી ભૂલાઈ ગયે હતે. એuસંજ્ઞાએ પિતે અમુક ધર્મ પાળનાર છે, એટલે “મારે આમ કરવું જોઈએ –એ કારણે તેની એ પ્રવૃત્તિ હતી.
આત્મસ્વરૂપના માર્ગમાં ચાલનાર મહાત્ સદ્ગુરુઓના અભાવે જીને ખરે રસ્તા હાથ લાગતું નથી અને હૃદયની ઊંડી લાગણીવાળી પ્રવૃત્તિ વિના તે સત્ય તને આ હદયમાં પ્રગટ થતા નથી.
સમ્યગદષ્ટિ થયા સિવાયની ક્રિયા બંધનની હેતુભૂત થાય છે. વ્યક્ત કે અવ્યક્ત કઈ પણ આશા કે ઈચ્છાથી તે ક્રિયા કરાય છે. વિપરીત પ્રસંગે આવી પડતાં-દુઃખદાયી પ્રસંગે આવી મળતાં સમભાવ રહી શકતો નથી અને આર્તરૌદ્ર પરિણામ થઈ આવે છે. આ સ્થળે સમ્યગ્દષ્ટિ તેને સઘળો અર્થ લે છે, વિચારદ્વારા વિષયને પણ સમરૂપે પરિ. ' ગુમાવે છે, દુઃખમાંથી પણ સુખ શોધી કાઢે છે અને પૂર્વકમને ઉદય જાણી આકુળતારહિત ઉદયને વેઠે છે. નંદન મણિયારમાંથી સમ્યગ્દષ્ટિ રીસાઈ ગયેલી હોવાથી અને મિથ્યાદૃષ્ટિ ત્યાં હાજર હોવાથી વિકટતાના પ્રસંગે તેને પિતાનું આત્મભાન ભૂલાયું.
બનાવ એવો બન્યો કે-ઉનાળાને વખત હોવાથી રાત્રિના વખતે તેને ખૂબ તૃષા લાગી. તેને લઈને વિવિધ
Page #7
--------------------------------------------------------------------------
________________
-
--
પારમાર્થિક લેખસંગ્રહ
(૨૫૩ પ્રકારના વિચારો ઊઠવા લાગ્યા. આત્મભાન તો હતું ઓછું અને તેમાં તૃષાને લઈ આર્તધ્યાન વૃદ્ધિ પામ્યું. તે વિચાર કરવા લાગ્યો કે “ધન્ય છે તેઓને, કે જેઓ કુવા, વાવ, તળાવ બંધાવે છે. ધર્મોપદેશકે એ પણ આને ઉત્તમ ધર્મ ગર્યો છે. જેઓ આને ધર્મ ગણતા નથી પણ તેમાં દેષ બતાવે છે તેઓનું કહેવું મિથ્યા છે. ઉનાળામાં તૃષાતુર થયેલા અનેક પ્રાણીઓ પાણી પીને શાંતિ પામે છે. હું એક સુંદર વાવ હવેથી બંધાવીશ. મને પણ પુન્યબંધ થશે વિગેરે.” - પિતાના માથે સંકટ કે વિપત્તિ આવી પડવા પહેલાં બીજાનાં દુઃખો દૂર કરવા માટે જે કઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર પોતાની સ્થિતિ અને અધિકારના પ્રમાણમાં પરોપકારના કાર્યમાં પ્રયત્નશીલ થાય છે, તેઓ ઉત્તમ ગણાય છે; છતાં પિતાને તેવી સ્થિતિને અનુભવ થયા પછી પણ જેઓ બીજાનાં દુખેને કે હાજતોને જાણતાં થાય છે અને તેઓને મદદ આપવા પ્રયત્ન કરે છે, તે પણ ઠીક ગણાય છે.
નંદન મણિયારની અત્યારની પાણી વિનાની દુઃખી સ્થિતિએ, પિતાની માફક ગ્રીષ્મઋતુમાં અનેક જીવો પાણી વિના પ્રાણત્યાગ કરે છે, દુઃખી થાય છે, પીડાય છે, માટે તેને મારે મદદ કરવી જોઈએ, એ સ્થિતિનું ભાન કરાવી આપ્યું. તેની અત્યારની સ્થિતિને માટે તે વિચારે ગ્યા હતા, પણ પિતે ઉપવાસ કરી, પૌષધ ગ્રહણ કરી, આત્માની નજીકમાં રહેવાને તથા આત્મગુણને પિષણ મળે તેવી આવરણ વિનાની સ્થિતિમાં આગળ વધવાને પ્રયત્ન કરવા નિમિત્ત બેઠે હતો.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા નિર્ણય કર્યો હતપ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હતું અથવા તેવા સામર્થ્ય વિના પણ તેવા સામર્થ્યને સૂચત હોય તેવા દેખાવવાળો જે પ્રયત્ન કરાતું હતું, તેને લાયકના–તે વાતને મદદ કરનાર અત્યારના તેના વિચારો ન હતા. એટલે કેતૃષાના અંગે આધ્યાનના પરિણામ તેમજ વાવ વિગેરે બાંધવાના વિચારો આ સ્થિતિમાં તેને ચગ્ય ન હતા.
વિશેષમાં આ વિચારોમાં તેને બદલાની પણ આશા હતી. “હું વાવ બંધાવી અન્યને પાછું આપું તેના બદલામાં પુન્ય બંધાય. તે પુન્યના કારણથી હું આગળ ઉપર સુખી થાઉં.' કાર્ય કરી બદલે માગવા જેવું આ કામ હતું. આ વ્યાપાર લેવડદેવડના જે હતે. આમાં દુનિયાના સુખની આશા હતી, પુન્યની ઈચ્છા હતી અને વાવ બંધાવવાનું અભિમાન હતું. આ આશયને લઈને તે કાર્ય આવરણું તેડનાર ન હતું પણ પુન્યનું પણ આવરણ લાવનાર હતું.
વાવ, કુવા, તળાવ બનાવવાથી જેમ અનેક છે પાણી પીને શાંત થાય છે–સુખી થાય છે, તેમ માછલાં અને નાના અનેક જંતુઓનો નાશ પણ થાય છે. બગલાં આદિ પ્રાણીઓ તથા પારધિ, માછીમાર આદિ મનુષ્ય તરફથી તેમાં રહેલા જીવોને ઉપદ્રવ પણ થાય છે. એટલે જેમ તે કામ અનેક જીવને સુખી કરનાર છે, તેમ દુઃખી કરનાર પણ છે. જે પુન્યનું અભિમાન છે, પુન્ય લેવાની ઈચ્છા છે, તે પાપ પણ આવવાનું છે. આ કારણને લઈને તે ક્રિયા તદ્દન નિર્દોષ નથી, છતાં તે તે ભૂમિકામાં રહેલા જીને કરવા લાયકનું તે કાર્ય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૨૫૫
જ્ઞાની મહાત્માઓનું કહેવું એમ છે કે-તમે પરોપકારના કાર્ય ભલે કરા, પણ તેમાં આસક્તિ રાખ્યા વિના કરે, તેના બદલા તરીકે ફળની આશા રાખ્યા વિના નિષ્કામવૃત્તિએ કરી અને લેાકા તમાને ‘સારા કહેશે' એવી ઈચ્છા વિના કરે. મતલમ કે-કેઈ પણ જાતના માન, મહત્ત્વ કે બદલાની આશા વિના જ કાર્ય કરા, તે તે કાર્યાંમાંથી તમને બંધન કરનારા ખીજ નાશ પામશે, તમે તમારી ફરજ બજાવી ગણાશે; પણ જો કાઈ આશા કે ઈચ્છા રાખીને અભિમાનથી કે અજ્ઞાનદશાથી દોરવાઈને કાર્યની શરુઆત કરશે, તે તમે જરૂર ખંધાવાના જ. પછી શુભ કામ હશે તે પુન્યથી અંધાવાના, અશુભ કામ હશે તે પાપથી અધાવાના અને શુભાશુભ હશે તે પુન્ય-પાપ બંનેથી અંધાવાના, એ વાતમાં તમારે જરા પણ સંશય ન રાખવા.
નંદન મણિયારે પ્રાતઃકાળે ઉપવાસનું પારણું કર્યું. ત્યાર પછી પાતાના સંકલ્પાનુસાર તે નગરીના શ્રેણિક મહારાજા આગળ જઇ ભેટથું મૂકી એક મેાટી વાવ બંધાવવા માટે જમીનની માગણી કરી. રાજાએ તેની ઈચ્છાનુસાર વૈભારગિરિ પહાડનાં નીચાણુના પ્રદેશમાં જમીન આપી. નંદન મણિયારે તે સ્થળે એક મહાન સુંદર વાવ મંધાવી. તેની ચારે બાજુ અનેક વૃક્ષેાવાળા ચાર અગીચા બનાવ્યા, એક અન્નક્ષેત્ર ખાલ્યું, તેમજ એક ધર્મશાળા અને દેવકુળ મધાવ્યાં.
આ વાવમાંથી અનેક મનુષ્યા પાણી ભરતા, ત્યાં સ્નાન કરતા અને વસ્ત્રો ધાતા. ત્યાં વટેમાર્ગુએ વિશ્રાંતિ લેતા અને ગરીબ ભિક્ષુકે। આદિ આશ્રય પણ લેતા.
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૫૬]
શ્રી જી. એ. જેન ચન્થમાલા નંદન મણિયાર અવારનવાર ત્યાં આવતે અને કેના મુખથી આ વાવ આદિ બંધાવનારની પ્રશંસા સાંભળી ખૂશી થતું હતું. સમ્યગ્રષ્ટિ થયા સિવાય ખરૂં નિસ્પૃહપણું આવતું નથી, કરેલ કાર્યને બદલે મેળવવાની ઈચ્છા શાંત થતી નથી અને નિંદા, સ્તુતિ, ખેદ કે હર્ષ થયા સિવાય રહેતું નથી. લોકેના મુખથી કરાતી પિતાની પ્રશંસાથી તે
ખૂશી થતો. કેઈ ભિક્ષુકને પિતાની ઈચ્છાનુસાર ત્યાંથી - દાન મળતું ન હતું તેથી તેઓ નિંદા કરતા હતા, જે સાંભળી તે ખેદ પણ પામતે હતો.
અહીં આવનાર આત્મદષ્ટિ વિનાના અનેક મનુષ્યને તેને સંગ થતા હર્તે. મહાત્મા-આત્મજ્ઞાની પુરુષ તે કઈક ભાગ્યે જ આવતા હતા અને આવતા હતા તે પણ તેમને ઓળખવાની કે તેમની સેવા કરવાની અથવા તેમની પાસેથી ધર્મશ્રવણ કરવાની, વાવ, બગીચા આદિના વ્યવસાયમાં ગુંચવાચેલ હોવાથી તેને ઈચ્છા પણ થતી ન હતી, વખત પણ મળતું ન હતું. ઘણા લાંબા વખતના આ કુસંગનું પરિણામ એ આવ્યું કે–તેની સમ્યગદષ્ટિ સર્વથા નાશ પામી અને મિથ્યાદષ્ટિ, આત્મપ્રશંસા, વિષયમાં આસક્તિ, કર્તવ્યનું મિથ્યાભિમાન અને ઈષ્ટનિષ્ટથી હર્ષ–ખેદ ઈત્યાદિ વૃદ્ધિ પામ્યાં. આવી સ્થિતિમાં પૂર્વકના પ્રબળ ઉદયથી તેને શરીરમાં વિવિધ પ્રકારના મોટા સેળ રે ઉત્પન્ન થયા. આ બાહા રોગ અને મિથ્યાત્વરૂપ આંતરગ એમ ઉભય રેગથી તેના આર્તધ્યાનમાં વધારો થયે.
આ બનાવેલી સુંદર વાવ ઉપર તેને વિશેષ આસક્તિ
Page #11
--------------------------------------------------------------------------
________________
=
=
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૫૭ હતી. અહા ! આ સુંદર વાવ, આ બગીચાઓ, આ દેવકુળ અને ધર્મશાળા, આ સુંદર હવેલી, આ ધન, માલ, મિલ્કત બધું મૂકીને શું મારે જવું પડશે ?હે વૈદ્યો! આ રોગને પ્રતિકાર કરી મને બચાવે. તમે માગે તેટલું ધન આપું, પણ કેણ બચાવે? તૂટીની બુટી કયાં છે? મિથ્યાષ્ટિને લઈને જ આ અસત્ મિથ્યા પદાર્થો પર આસક્તિ થાય છે. સમ્ય. ગ્રષ્ટિ વિચારદ્વારા જાગૃત હોય છે. આત્મા સિવાય સર્વ વસ્તુઓ તેણે અન્ય-મિથ્યા-ત્યાગ કરવા યોગ્ય માનેલી હોય છે. સમ્યગ્દષ્ટિ થતાં જ સર્વ વસ્તુઓ ઉપરથી તેણે મેહ-મમત્વ કાઢી નાખ્યા હોય છે. વિષ્ટાને ત્યાગ કરે તે જેટલો સહેલ અને ઈષ્ટ છે, તેટલે જ આ દુનિયાના સર્વ પદાર્થોને ત્યાગ સમ્યગદષ્ટિને સહેલે હોય છે. અહોનિશ આત્મા એ જ તેનું લક્ષબિન્દુ હોય છે. મોહ, મમત્વ, અજ્ઞાન, અભિમાન, રાગ, દ્વેષ ઈત્યાદિ શત્રુઓને તેણે પહેલેથી જ પરાજય કરેલું હોય છે, જેથી આ છેવટની સ્થિતિમાં તેને કેઈ નડતું નથી. તે સર્વ જીવોને આત્મસ્વરૂપ માને છે, એટલે મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નિમિત્તો પોતાના આત્મબળ આગળ એક પણ ટકી શક્તા નથી. વળી જેને નિરંતર સાધુપુરુષને સંગ હોય છે, તેની આત્મજાગૃતિ નિરંતર વૃદ્ધિ પામતી જાય છે. આ નંદન મણિયારને તેવી ઉત્તમ સંગતિ ન હતી કે-આ છેવટની સ્થિતિમાં પણ કેઈ તેને જાગૃતિ આપે. વાત ખરી છે કેજે મનુષ્ય પહેલાંથી જાગૃત થયે નથી, તે આવી છેવટની પ્રયાણ વખતની વળવળતી સ્થિતિમાં જાગૃત થઈ શક્તા નથી.
૧૭
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૫૮].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નંદન મણિયાર આ દેહને ત્યાગ કરી, તે વાવ ઉપરની આસક્તિને લીધે આર્તધ્યાને મરણ પામી તે વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો.
મરણ વખતની જેવી બુદ્ધિ હોય–જેવી લાગણી હોય, તે પ્રમાણે ગતિ થાય છે. આ છેવટની મતિ પણ જીંદગીના કર્તવ્ય અને લાગણીઓ ઉપર આધાર રાખે છે. પુદ્ગલ ઉપરના મેહ-મમત્વને લઈ તેમાં મમતા રહી જતાં, તે તે સ્થાને ઉત્પન્ન થવું પડે છે. નિધાન ઉપરના મમત્વને લઈ કેટલીક વાર તે નિધાનના રક્ષક તરીકે સાપ કે ઊંદર આદિપણે આ જીવ ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષો આ છેવટની સ્થિતિ માટે ઘણી ભલામણ કરે છે. તેવા પ્રસંગે માહ ઉત્પન્ન કરનારા નિમિત્તોને દૂર રાખવા અને મોહ-મમત્વને ઓછું કરાવનાર આત્મજ્ઞાની મહાત્માઓને પાસે રાખવા. સમ્યગ્દષ્ટિ જીવ પિતે જાગૃત હોય એટલે તેને બીજા મહાત્માઓની મદદની જરૂર નથી પડતી, છતાં કાંઈક મંદ જાગૃતિ હોય તે અવશ્ય આત્મજ્ઞાની પુરુષને છેવટની સ્થિતિમાં પાસે રાખવા. સ્વાભાવિક પણ તેવા પુરુષ પાસે હોય તે અલૌકિક જાગૃતિ રહ્યા કરે છે. આત્મજ્ઞાની પુરુષો પણ માયા કે યુગલને, મેહ કે મમત્વને જરા પણ ભરોસે રાખી તેને વિશ્વાસે રહેતા નથી. આ દેખાવ સહજ વારમાં આત્મભાન ભૂલાવી દે છે, તે પછી જીંદગીને મોટે ભાગે તે દશ્ય વસ્તુના ઉપગમાં ગયો હોય છે તેવા પ્રમાદી છે કે પણ ઉત્તમ આલંબન વગર છેવટની સ્થિતિમાં જાગૃત રહે તે બનવું અશક્ય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
૨ ૨૫૯
નંદન મણિયાર વાવમાં ગભ જ દેડકાપણે ઉત્પન્ન થયા પછી પાતાના નિત્યના પરિચયવાળી અને વિશેષ આસક્તિવાળી વસ્તુરૂપ વાવને જોતાં, તર્કવિતર્ક ઉહાપાહ કરતાંવિચારણા કરતાં, આવું મેં કાઈ વખતે જોયું છે, તે સંબંધી ધારણા કરતાં, તેને પાછલા જન્મનું જ્ઞાન થવારૂપ જાતિસ્મરણુ ' જ્ઞાન થયું.
ઘણા પરિચયવાળી અને થાડા વખતના આંતરાવાળી વસ્તુની સ્મૃતિ જલ્દી થવા સભવ છે. જેમ કોઇ ભૂલાયેલી વસ્તુ આપણને સાંભરી આવે છે, તેમ આ નંદન મણિયારના જીવ દદુર-દેડકાને પેાતાની વાવ દેખી પાછલી સવ વાત યાદ આવી. પેાતાની આ ગતિ થવાથી તેને ઘણા પશ્ચાત્તાપ થયા, તેનું મૂળ કારણ શેાધતાં વાવ આદિ જડ પદાર્થો ઉપરની આસક્તિ સમજાઈ તથા આસક્તિનું કારણ શેાધતાં અસષ્ટિવાળા જીવાના પરિચય અને સ ્ષ્ટિવાળા જીવાના સમ'ધના અભાવ સમજાયેા-ભૂલ સમજાણી. પેાતાના પૂર્વધર્માચા↑ યાદ આવ્યા. તેઓના સચનાથી વિમુખ થવાનું ફળ મળ્યું. હવે પાશ્ચાત્તાપ કરવા નકામા છે. પેાતાની ભૂલ સમજાણી, તે પણ ઓછા આનંદની વાત નથી. ઘણા મનુચૈાને પેાતાની ભૂલ સમજાતી નથી અને કદાચ સમજે તે સુધારતા નથી. હવે તેા જાગ્યા ત્યાંથી સવાર ગણીને પેાતાના માગ શરુ કરવા તે તેને ચેાગ્ય લાગ્યા. તેણે પૂર્વ સાંભબેલ અને તે પ્રમાણે વર્તન કરેલ વ્રત-નિયમે મનથી ગ્રહણ કા, પાતાના સદ્ગુરુ તરીકે વીર પરમાત્માને હૃદયમાં ધારણ કર્યાં, કાઈ પણ સજીવ દેહના આહાર ન કરવાના
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૬૦ ]
શ્રી જી. એ. જેચન્થમાલા નિયમ લીધે, નિર્દોષ મેલ આદિ ખાઈ આજીવિકા કરવી અને શ્રી વીર પ્રભુનું અહેનિશ સ્મરણ કરી આ જીવન પૂર્ણ કરવું-એવો નિશ્ચય કર્યો.
ખરી વાત છે કે થોડા વખતના પણ આત્મજ્ઞાની મહાત્મા પુરુષના સંગને બદલે મળ્યા વગર રહેતું નથી. કર્યું ક્યાંઈ જતું નથી. સમ્યગદષ્ટિ તે સમ્યગ્રષ્ટિ, થડે પણ પ્રકાશ, થોડું પણ આવરણનું ઓછું થવું, તે આ જીવને વિષમ પ્રસંગોમાં પણ જાગૃત કર્યા વગર રહેતું નથી; તે જેને અહોનિશ પુરુષને સંગ અને સમ્યષ્ટિવાળી જાગૃતિ હોય છે, તેઓના આનંદનું, સુખનું અને સ્વરૂપસ્થિતિના ભાન વિષેનું પૂછવું જ શું? તે તે અહેનિશ આનંદમાં જ રાચતા હોય છે.
શ્રી મહાવીર પ્રભુ કહે છે કે-“ગૌતમ! હમણાં હું અહીં આવીને રહેલો છું, તે વાતની ખબર તે વાવમાં પાણી ભરવા અને સ્નાન કરવા ગયેલા લોકોની વાતે ઉપરથી તેણે સાંભળી, જેથી તેના આનંદનો પાર ન રહ્યો. “મારે ધર્મગુરુ! મારે તારક નાથ! અહીં આવેલ છે, જરૂર હું ત્યાં જઉં, તેના દર્શન કરું અને મારું જીવન સુધારું. આ લાગણીથી તે વાવમાંથી બહાર નીકળ્યો. રસ્તામાં મને વંદન નિમિત્તે આવતા શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે દબાઈને તે દેડકે મરણ પામ્યો. તેની ઈચ્છા–તેની આશા-તેના મનેરા મનમાં રહી ગયા. તેણે પિતાના મનને એક તાર મારા દેહ ઉપર નહીં પણ મારા આત્મા ઉપર બાંધ્યું હતું, તે જ તેનું લક્ષ્યબિન્દુ સાધ્યું હતું અને તે મારા ધ્યાનમાં
Page #15
--------------------------------------------------------------------------
________________ પારમાર્થિક લેખસંગ્રહ [261 એકરસ થઈ ગયો હતે. “કૃપાળુ પ્રભુ પાસે જવું અને મારા ધર્મગુરુનાં દર્શન કરી પાવન થઉં. –આ લાગણમાં મરણ પામી તે દુર્દર (દેડકો) સૌધર્મ દેવલોકમાં મહધિક વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થયા પછી તરત જ તેણે વિચાર કર્યો કે--હું અહીં કયા સુકૃતથી ઉત્પન્ન થયે છું? કયા સારા કર્તવ્યથી આ દેવની અદ્ધિ મને મળી છે? અવધિજ્ઞાનથી તપાસતાં તેને પોતાને સર્વ વૃત્તાંત સમજાયો. સર્વ કામ પડતાં મૂકી દર્શનની તીવ્ર લાગણીથી તે અહીં આવ્યું અને વિવિધ પ્રકારના નાટક-દેખાવ દેખાડવારૂપ ભક્તિ કરી, વંદન-નમન કરી, તે દેવ પિતાના સ્થાનકે ગયો. “ગૌતમ! આ દુર્દરાંક દેવના જીવન ઉપરથી આ સભાના લોકોને ઘણું સમજવાનું અને જાણવાનું મળે તેમ છે. કુસંગતિનું પરિણામ અને સુસંગતિના ફળે પ્રત્યક્ષ રીતે આ દેવે અનુભવ્યાં છે. આ જીવને પિતાની અનેક જીંદગીમાં આવા અનેક અનુભવે થયા હોય છે કે થાય છે, તથાપિ જેઓ પિતાની ભૂલ સમજીને તેમાં સુધારો કરે છે, નિરતર સત્સંગતિમાં રહે છે અને આત્મદષ્ટિ જાગૃત કરી તેને છેવટ સુધીને અનુભવ મેળવે છે, તેઓ આ વિષમ સંસારસાગર તરી જાય છે અને જન્મ-મરણનો પ્રવાહ બંધ કરી આત્મશાન્તિમાં સ્થિર થાય છે.”