________________
-
--
પારમાર્થિક લેખસંગ્રહ
(૨૫૩ પ્રકારના વિચારો ઊઠવા લાગ્યા. આત્મભાન તો હતું ઓછું અને તેમાં તૃષાને લઈ આર્તધ્યાન વૃદ્ધિ પામ્યું. તે વિચાર કરવા લાગ્યો કે “ધન્ય છે તેઓને, કે જેઓ કુવા, વાવ, તળાવ બંધાવે છે. ધર્મોપદેશકે એ પણ આને ઉત્તમ ધર્મ ગર્યો છે. જેઓ આને ધર્મ ગણતા નથી પણ તેમાં દેષ બતાવે છે તેઓનું કહેવું મિથ્યા છે. ઉનાળામાં તૃષાતુર થયેલા અનેક પ્રાણીઓ પાણી પીને શાંતિ પામે છે. હું એક સુંદર વાવ હવેથી બંધાવીશ. મને પણ પુન્યબંધ થશે વિગેરે.” - પિતાના માથે સંકટ કે વિપત્તિ આવી પડવા પહેલાં બીજાનાં દુઃખો દૂર કરવા માટે જે કઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર પોતાની સ્થિતિ અને અધિકારના પ્રમાણમાં પરોપકારના કાર્યમાં પ્રયત્નશીલ થાય છે, તેઓ ઉત્તમ ગણાય છે; છતાં પિતાને તેવી સ્થિતિને અનુભવ થયા પછી પણ જેઓ બીજાનાં દુખેને કે હાજતોને જાણતાં થાય છે અને તેઓને મદદ આપવા પ્રયત્ન કરે છે, તે પણ ઠીક ગણાય છે.
નંદન મણિયારની અત્યારની પાણી વિનાની દુઃખી સ્થિતિએ, પિતાની માફક ગ્રીષ્મઋતુમાં અનેક જીવો પાણી વિના પ્રાણત્યાગ કરે છે, દુઃખી થાય છે, પીડાય છે, માટે તેને મારે મદદ કરવી જોઈએ, એ સ્થિતિનું ભાન કરાવી આપ્યું. તેની અત્યારની સ્થિતિને માટે તે વિચારે ગ્યા હતા, પણ પિતે ઉપવાસ કરી, પૌષધ ગ્રહણ કરી, આત્માની નજીકમાં રહેવાને તથા આત્મગુણને પિષણ મળે તેવી આવરણ વિનાની સ્થિતિમાં આગળ વધવાને પ્રયત્ન કરવા નિમિત્ત બેઠે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org