________________ પારમાર્થિક લેખસંગ્રહ [261 એકરસ થઈ ગયો હતે. “કૃપાળુ પ્રભુ પાસે જવું અને મારા ધર્મગુરુનાં દર્શન કરી પાવન થઉં. –આ લાગણમાં મરણ પામી તે દુર્દર (દેડકો) સૌધર્મ દેવલોકમાં મહધિક વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થયા પછી તરત જ તેણે વિચાર કર્યો કે--હું અહીં કયા સુકૃતથી ઉત્પન્ન થયે છું? કયા સારા કર્તવ્યથી આ દેવની અદ્ધિ મને મળી છે? અવધિજ્ઞાનથી તપાસતાં તેને પોતાને સર્વ વૃત્તાંત સમજાયો. સર્વ કામ પડતાં મૂકી દર્શનની તીવ્ર લાગણીથી તે અહીં આવ્યું અને વિવિધ પ્રકારના નાટક-દેખાવ દેખાડવારૂપ ભક્તિ કરી, વંદન-નમન કરી, તે દેવ પિતાના સ્થાનકે ગયો. “ગૌતમ! આ દુર્દરાંક દેવના જીવન ઉપરથી આ સભાના લોકોને ઘણું સમજવાનું અને જાણવાનું મળે તેમ છે. કુસંગતિનું પરિણામ અને સુસંગતિના ફળે પ્રત્યક્ષ રીતે આ દેવે અનુભવ્યાં છે. આ જીવને પિતાની અનેક જીંદગીમાં આવા અનેક અનુભવે થયા હોય છે કે થાય છે, તથાપિ જેઓ પિતાની ભૂલ સમજીને તેમાં સુધારો કરે છે, નિરતર સત્સંગતિમાં રહે છે અને આત્મદષ્ટિ જાગૃત કરી તેને છેવટ સુધીને અનુભવ મેળવે છે, તેઓ આ વિષમ સંસારસાગર તરી જાય છે અને જન્મ-મરણનો પ્રવાહ બંધ કરી આત્મશાન્તિમાં સ્થિર થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org