SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નંદન મણિયાર આ દેહને ત્યાગ કરી, તે વાવ ઉપરની આસક્તિને લીધે આર્તધ્યાને મરણ પામી તે વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. મરણ વખતની જેવી બુદ્ધિ હોય–જેવી લાગણી હોય, તે પ્રમાણે ગતિ થાય છે. આ છેવટની મતિ પણ જીંદગીના કર્તવ્ય અને લાગણીઓ ઉપર આધાર રાખે છે. પુદ્ગલ ઉપરના મેહ-મમત્વને લઈ તેમાં મમતા રહી જતાં, તે તે સ્થાને ઉત્પન્ન થવું પડે છે. નિધાન ઉપરના મમત્વને લઈ કેટલીક વાર તે નિધાનના રક્ષક તરીકે સાપ કે ઊંદર આદિપણે આ જીવ ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષો આ છેવટની સ્થિતિ માટે ઘણી ભલામણ કરે છે. તેવા પ્રસંગે માહ ઉત્પન્ન કરનારા નિમિત્તોને દૂર રાખવા અને મોહ-મમત્વને ઓછું કરાવનાર આત્મજ્ઞાની મહાત્માઓને પાસે રાખવા. સમ્યગ્દષ્ટિ જીવ પિતે જાગૃત હોય એટલે તેને બીજા મહાત્માઓની મદદની જરૂર નથી પડતી, છતાં કાંઈક મંદ જાગૃતિ હોય તે અવશ્ય આત્મજ્ઞાની પુરુષને છેવટની સ્થિતિમાં પાસે રાખવા. સ્વાભાવિક પણ તેવા પુરુષ પાસે હોય તે અલૌકિક જાગૃતિ રહ્યા કરે છે. આત્મજ્ઞાની પુરુષો પણ માયા કે યુગલને, મેહ કે મમત્વને જરા પણ ભરોસે રાખી તેને વિશ્વાસે રહેતા નથી. આ દેખાવ સહજ વારમાં આત્મભાન ભૂલાવી દે છે, તે પછી જીંદગીને મોટે ભાગે તે દશ્ય વસ્તુના ઉપગમાં ગયો હોય છે તેવા પ્રમાદી છે કે પણ ઉત્તમ આલંબન વગર છેવટની સ્થિતિમાં જાગૃત રહે તે બનવું અશક્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249600
Book TitleNandan Maniyar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size824 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy