Book Title: Nandan Maniyar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 8
________________ ૨૫૪] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા નિર્ણય કર્યો હતપ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હતું અથવા તેવા સામર્થ્ય વિના પણ તેવા સામર્થ્યને સૂચત હોય તેવા દેખાવવાળો જે પ્રયત્ન કરાતું હતું, તેને લાયકના–તે વાતને મદદ કરનાર અત્યારના તેના વિચારો ન હતા. એટલે કેતૃષાના અંગે આધ્યાનના પરિણામ તેમજ વાવ વિગેરે બાંધવાના વિચારો આ સ્થિતિમાં તેને ચગ્ય ન હતા. વિશેષમાં આ વિચારોમાં તેને બદલાની પણ આશા હતી. “હું વાવ બંધાવી અન્યને પાછું આપું તેના બદલામાં પુન્ય બંધાય. તે પુન્યના કારણથી હું આગળ ઉપર સુખી થાઉં.' કાર્ય કરી બદલે માગવા જેવું આ કામ હતું. આ વ્યાપાર લેવડદેવડના જે હતે. આમાં દુનિયાના સુખની આશા હતી, પુન્યની ઈચ્છા હતી અને વાવ બંધાવવાનું અભિમાન હતું. આ આશયને લઈને તે કાર્ય આવરણું તેડનાર ન હતું પણ પુન્યનું પણ આવરણ લાવનાર હતું. વાવ, કુવા, તળાવ બનાવવાથી જેમ અનેક છે પાણી પીને શાંત થાય છે–સુખી થાય છે, તેમ માછલાં અને નાના અનેક જંતુઓનો નાશ પણ થાય છે. બગલાં આદિ પ્રાણીઓ તથા પારધિ, માછીમાર આદિ મનુષ્ય તરફથી તેમાં રહેલા જીવોને ઉપદ્રવ પણ થાય છે. એટલે જેમ તે કામ અનેક જીવને સુખી કરનાર છે, તેમ દુઃખી કરનાર પણ છે. જે પુન્યનું અભિમાન છે, પુન્ય લેવાની ઈચ્છા છે, તે પાપ પણ આવવાનું છે. આ કારણને લઈને તે ક્રિયા તદ્દન નિર્દોષ નથી, છતાં તે તે ભૂમિકામાં રહેલા જીને કરવા લાયકનું તે કાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15