________________
=
=
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૫૭ હતી. અહા ! આ સુંદર વાવ, આ બગીચાઓ, આ દેવકુળ અને ધર્મશાળા, આ સુંદર હવેલી, આ ધન, માલ, મિલ્કત બધું મૂકીને શું મારે જવું પડશે ?હે વૈદ્યો! આ રોગને પ્રતિકાર કરી મને બચાવે. તમે માગે તેટલું ધન આપું, પણ કેણ બચાવે? તૂટીની બુટી કયાં છે? મિથ્યાષ્ટિને લઈને જ આ અસત્ મિથ્યા પદાર્થો પર આસક્તિ થાય છે. સમ્ય. ગ્રષ્ટિ વિચારદ્વારા જાગૃત હોય છે. આત્મા સિવાય સર્વ વસ્તુઓ તેણે અન્ય-મિથ્યા-ત્યાગ કરવા યોગ્ય માનેલી હોય છે. સમ્યગ્દષ્ટિ થતાં જ સર્વ વસ્તુઓ ઉપરથી તેણે મેહ-મમત્વ કાઢી નાખ્યા હોય છે. વિષ્ટાને ત્યાગ કરે તે જેટલો સહેલ અને ઈષ્ટ છે, તેટલે જ આ દુનિયાના સર્વ પદાર્થોને ત્યાગ સમ્યગદષ્ટિને સહેલે હોય છે. અહોનિશ આત્મા એ જ તેનું લક્ષબિન્દુ હોય છે. મોહ, મમત્વ, અજ્ઞાન, અભિમાન, રાગ, દ્વેષ ઈત્યાદિ શત્રુઓને તેણે પહેલેથી જ પરાજય કરેલું હોય છે, જેથી આ છેવટની સ્થિતિમાં તેને કેઈ નડતું નથી. તે સર્વ જીવોને આત્મસ્વરૂપ માને છે, એટલે મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નિમિત્તો પોતાના આત્મબળ આગળ એક પણ ટકી શક્તા નથી. વળી જેને નિરંતર સાધુપુરુષને સંગ હોય છે, તેની આત્મજાગૃતિ નિરંતર વૃદ્ધિ પામતી જાય છે. આ નંદન મણિયારને તેવી ઉત્તમ સંગતિ ન હતી કે-આ છેવટની સ્થિતિમાં પણ કેઈ તેને જાગૃતિ આપે. વાત ખરી છે કેજે મનુષ્ય પહેલાંથી જાગૃત થયે નથી, તે આવી છેવટની પ્રયાણ વખતની વળવળતી સ્થિતિમાં જાગૃત થઈ શક્તા નથી.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org