Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ વાચક મેઘરાકૃત નલદવદંતી ચરિત ઃ ૧૭૭ બચાવી લે છે, સિંહકેસરીને કેવળજ્ઞાન થાય છે, દવદંતી ધનદેવ સાર્થવાહના સાથે સાથે અચલપુર આવી પહોંચે છે ઈત્યાદિ પ્રસંગો કવિએ વર્ણવ્યા છે. ખંડની અંતિમ પંકિતઓમાં કવિ જણાવે છે: નળ ગયો પરદેશ વહી, ભીમી અચળપુરે તે ગઈ મુનિ મેઘરાજ તણું એ વાણી, એટલે ત્રીજો ખંડ વખાણિ. કાબે અર્જુનને લૂંટ્યો હતો તેમ વનમાં ભીલો નળનો રથ ઉપાડી જાય છે. એ પ્રસંગે ઉપદેશ આપતાં કવિ લખે છે : ઋદ્ધિ તણું શું ગારવો, રખે કરે નર કોય. આવત જાતાં વાર નહિ, છાંહ ફિરતી જોય. કાજ ન આવે પાધરું, મિત્રાઈ વિહડતી; જવ પુણ્યાઈ પાતળી, વયરી દાવ પડંત. વનમાં નળ દવદંતીનો ત્યાગ કરે છે, પરંતુ દવદંતી પ્રત્યેનો એને પ્રેમ જરાયે ઓછો થયો નથી. ત્યાગ કરતી વખતની નળની મનોદશા જુઓ : શીલ સતીને રાખશે, એહને વિઘન ન હોય; શીલ સનાહ તજે નહુ, ગંજે તાસ ન કોય. એમ વિમાસી રુધિરથી, લખિયા અક્ષર વીર; અસિમેં કાપી ઓઢણું, લેઈ અધિલો નરવીર. મન પોતાનું મેહલિયું, દવદંતીને પાસ; નળ પરદેશે નીસર્યો, મૂકી બહુ નિસાસ. આઘો જઈ પાછો વળે, છૂપી રહ્યો તરુ પાસ; જાણ્યું જો જાગે પ્રિયા, તો હું જાઉં નાસિ. દવદંતીના વસ્ત્ર ઉપર નળે જે શબ્દો લખ્યા તે પણ નળના દવદંતી પ્રત્યેના અપ્રતિમ પ્રેમની પ્રતીતિ કરાવે છે: વડ હેઠળ જે વાટડી, તે કુંડિનપુર જાય; ડાવી વાટે કોશલા, જિહાં તુજ ચિત્ત સહાય. તિહાં તું જાજે કામિની, રહેજે મન ઉલ્લાસ; મન માહરુ સેવક સમું, મેહલું છું તુમ પાસ. વાહલા કિમે ન વીસરે, વસતાં ઉવસે રાન; સાસ સમાં નિત સાંભરે, ખટકે સાલ સમાન. તું મત જાણે નેહ ગયો, દૂર વસંતે વાસ; બેહુ નયણાં અંતર પડ્યું, જીવ તું મારે પાસ. વનમાં એકલી પડેલી દવદંતી પોતાના દુઃખભર્યા દિવસો હવે ક્યાં અને કેવી રીતે પસાર કરવા તે વિશે ગંભીર વિચાર કરે છે અને અંતે નિશ્ચય કરે છે કે પોતાનું જીવન શીલ અને સંયમમાં પસાર કરવું અને એ માટે પોતાને પિયર જવું: ચિત્ત ચિતે દવદંતી સતી, હિવ થાશે શી માહરી ગતિ; એકલડી એ વનહ મઝાર રહેતાં પામીજે સહી હાર. સુ ચ૦ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23