Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 11
________________ વાચક મેધરાજકૃત નલ-દવદંતી ચરિત : ૧૮૩ સુભટ સાચા ભણ્યા કેટલા રણ પડ્યા, કોઈ કાતર વળી કીહ નાઠો; પુન્ય પ્રસાદ વળી નળનૃપ અતિયો, કૂંબર ખાંધિયો કરીય કાઢો. ઘોષ નિર્ધોષ વાજાં ઘણાં વાજતે, નળનૃપ કોશલા માંહિ આવે; નગર શૃંગારી ગયણુ ધજ લહલહે, કામિની મોતિયે કરી વધાવે. નળને આમ યુદ્ધથી જીતતો બતાવવા પાછળ કવિનો આશય કદાચ એને બીજી વાર દ્યૂત રમતો ન બતાવવાનો હોઈ શકે. અલબત, જો આવા આશયથી કવિએ તેમ કર્યું હોય તો નળને અક્ષવિદ્યા મળે છે તેનું કંઈ પ્રયોજન કે ઔચિત્ય રહેતું નથી, કારણકે એનો ઉપયોગ બીજા કોઈ પ્રસંગે બતાવાયો નથી. કવિએ વ્યસનથી મુક્ત રહેવા વિશે જે ઉપદેશ આપ્યો છે તેને સહજ ભાવથી અનુસરીને આ ફેરફાર કર્યો હોય એમ પણ બનવા સંભવ છે. નળના ખીજી વારના જુગાર રમવામાં જે સૂક્ષ્મ વિચાર રહેલો છે તે · જુગાર રમવાથી રાજ્ય ગુમાવ્યું છતાં, અને જુગાર એ મોટું વ્યસન છે છતાં, નળ શા માટે બીજી વાર જુગાર રમવા ગયો ?' આવો પ્રશ્ન કરનાર સામાન્ય જનસમુદાય માટે આ સૂક્ષ્મ વિચાર સહેલાઈથી સમજવો કે ગળે ઉતારવો અધરો છે. આવા જનસમુદાયને લક્ષમાં રાખીને કવિએ આ ફેરફાર કર્યો હોય એ પણ બનવા સંભવ છે. નિષધ દેવતાના કહેવાથી નળ વૈરાગ્ય ધારણ કરે છે અને પોતાના નગર પાસેના વનમાં આવેલા સાધુ પાસે ધર્મોપદેશ સાંભળે છે. આ સાધુનું નામ જુદા જુદા કવિઓએ જુદું જુદું આપ્યું છે. મૂળ પરંપરાની કથામાં એમનું નામ ‘જિનસેનસૂરિ' છે. સોમપ્રભાચાર્યે ‘કુમારપાળ પ્રતિબોધ’ માં એમનું નામ ‘જિનભદ્રસૂરિ' આપ્યું છે. કવિ સમયસુંદરે પોતાના ‘ નલ–વ ંતી રાસ ’માં · જિતસેનસૂરિ ’ આપ્યું છે. વાચક મેધરાજે એમનું નામ ‘ધર્મધોષસૂરિ’ આપ્યું છે. ધર્મધોષસૂરિ નળને સમજાવે છે કે એને માથે જે દુઃખ પડ્યાં છે તેનું કારણ પૂર્વભવનાં કર્મો છે. દીક્ષા લીધા પછી નળનું મન ફરી વિષયવાસના તરફ જાય છે તે સમયે એના પિતા નિષધ દેવતા આવીને એને સમજાવે છે. એ પછી પણ નળ સંયમ પાળી શકતો નથી અને એથી અનશન દ્વારા પોતાના દેહનો અંત આણે છે. નિષધ દેવતા નળને સમજાવવા આવે છે એ પ્રસંગનો ઉલ્લેખ ઋષિવર્ધને નથી કર્યો અને એને અનુસરીને મેધરાજે પણ નથી કર્યો. મેધરાજ લખે છે : Jain Education International અન્યદા નળ ઋષિને મન થયું, વિષયરાગ મનસું મળ્યું; તવ તિણે મુનિવર ધરી વિવેક, અણુસણ પાળી નિર્મળ એક. અણુસણ પાળી નિરતિચાર, પામ્યો સોહમૈં સુર અવતાર. ધનદ નામે ભંડારી થાય, લોકપાલ ઉત્તર દિશિ રાય. કવિ મેધરાજનો આ રાસ પુરોગામી કવિ ઋષિવર્ધનના રાસની સાથે ખરાખર વિગતે સરખાવી જોતાં લાગે છે કે ઋષિવર્ધનના રાસની અસર મેધરાજના આ રાસ પર ધણી પડેલી છે. વસ્તુતઃ આ રાસ લખતી વખતે મેધરાજે ઋષિવર્ધનનો રાસ પોતાની નજર સમક્ષ રાખ્યો હોય એવી સ્પષ્ટ પ્રતીતિ સ્થળે સ્થળે થાય છે. એ રીતે ઋષિવર્ધન પ્રત્યેનું મેધરાજનું ઋણુ ઘણું છે એમ નિઃસંકોચ કહી શકાશે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23