Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 22
________________ ૧૯૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ કુગામ વાસ, કુભારજા, સામિ નહિ સુવિવેક, પરવશ રોગે પીડિયો, ભરણથકી અતિરેક. વૈરીને માને પ્રભુ, જે જાણે ગુણવંત, પોતાનું પણ પરિહરે, નિરગુણ જાણે સંત. ભૂલો પણ પ્રભુ સેવિયે, ભલી સભા જે હોય, ભલો પણ ભૂંડી સભા, તો છોડે નર જે. હુંડિક કદરૂપો છે છતાં તેનામાં જે ગુણ રહ્યા છે તે જોઈ દધિપર્ણ રાજા વિચારે છેઃ રૂપ, કુરૂપ કશું કરે, માની જે ગુણ જોય, આíલ કેરાં ફૂલડાં, શિરે ન ચાઠે કોય. આડંબરે નહું પૂજિયે, ગુણે કરી પૂજાય, દૂધે વિના અલંકરી, નવિ વેચાય ગાય. કસ્તુરી કાળી હોયે, શિરે વહે નરરાય, રૂપ કુરૂપે શું હુએ, ગુણ સઘળે પૂજાય. બાર વર્ષના વિયોગ પછી ભીમ રાજાને ત્યાં દવદંતી અને નળ પાછાં મળે છે એ પ્રસંગે કવિ લખે છે: ઉત્તમ સાથે પ્રીતડી, પહેલી થોડી જોય, નદી તણે પટંતરે, છેડે વધતી હોય. નીચ સરીસી પ્રીતડી, પહેલી અધિકી થાય, રાસભના ભુકાર જિમ, છેડે તૂટી જાય. કવિ મેઘરાજને આવી બોધક કડીઓમાં પ્રસંગોચિત પ્રાચીન કથા"ાત્રો કે ઘટનાઓનાં દૃષ્ટાન્ત આપવાનો–અર્થાન્તરન્યાસ અલંકાર પ્રયોજવાનો પણ શોખ જણાય છે. જુઓ: જુઆરી ચોરી કરે છે, કોઈન ગણે લાજ, પરધરણી ધન હારજી, પીડવે ગમાઉ રાજ. માંસ જીવનો પિંડ છેજી, નરગ તણે ઉપાય, બગ રાક્ષસ નરગે ગયોજી, માંસ તણે સુપસાય. પદારા દુખદાયનીઝ, અપજસનો ભંડાર, જાત ગમાડે દ્રવ્યનું, રાવણ ચરિત સંભાર. ચોરી દુખનું મૂળ છે, નરગતણું એ દૂતી, વધ બંધાદિ બહુ પરેજી, મરણ લહે શિવભુતિ. ઘેવર ક્ષેપક તપસ્વી થયો, ક્રોધ પ્રભાવે નરકે ગયો, ચારિત્ર્ય પાત્યાન એ સાર, ઉપશમ કીજે સુખદાતાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23