Page #1
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાજ કૃત નલ-દવ દંતી ચરિત
રમણલાલ ચી. શાહ
વિક્રમના સત્તરમા શતકમાં નલદવદંતી વિશે રચાયેલી રાસકૃતિઓમાં વાચક મેઘરાજે સં. ૧૬૬૪માં
* રચેલી રાસગૃતિ “નલદવદંતીચરિત્ર'નો પણ સમાવેશ થાય છે. ન રાસને અંતે કવિએ શ્રવણ ઋષિને પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે. કવિએ પોતાના ગચ્છનો સ્પષ્ટ ઉલ્લેખ આ કૃતિમાં ક્યાંય કર્યો નથી, પરંતુ તેઓ પાર્ધચન્દ્રસૂરિથી પોતાની ગુરુપરંપરા ગણાવે છે એ પરથી અનુમાન થાય છે કે તેઓ પાર્ધચન્દ્ર ગચ્છના હશે. રાસની અંતિમ પંક્તિઓમાં કવિ જણાવે છે:
પાર્ધચન્દ્ર સૂરિસર રાજીઆઇ, મહિમા જાસ અપાર; ઉપદેશે જેણે ભવિ તારિયાજી, જિનશાસન શિણગાર. શ્રી સમરચન્દ્ર તિણ પાટે શોભતાજી. તેણે પાટે સૂરિદ; રાયચન્દ્ર સૂરિસર દીપતા, ગિરુઆ મેરુ-ગિરિંદ. સરવણ ઋષિ જગે પ્રગટિયો મહામુનિજી, કીધું ઉત્તમ કાજ; તે સહી ગુરુના ચરણ નમી કહેજી, વાચક શ્રી મેઘરાજ. સંવત સોળ ચઉસઠ સંવચ્છરે, થવીઓ નળ ઋષિરાજ; ભણુ–ગણજે ધર્મ વિશેષજોજી, સારતા વંછિત કાજ.
* * આનંદકાવ્યમહોદધિના ઈ. સ. ૧૯૧૪માં પ્રગટ થયેલા ત્રીજા ભાગમાં વાચક મેઘરાજનો આ રાસ છાપવામાં
આવ્યો છે. (પૃ. ૩૧૦થી ૩૭૩). આ રાસ છાપવામાં તે સમયે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની પ્રતનો અને અમદાવાદમાં શામળાપોળમાં આવેલી શ્રી હઠીસિંઘ જૈન સરસ્વતી સભાની બે પ્રતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “આનંદકાવ્યમહોદધિ'ના મુદ્રિત પાઠને આધારે અહીં અવતરણો આપવામાં આવ્યાં છે. રા, મનસુખલાલ કિરતચંદ મહેતાએ “જૈન રાસમાળા’માં પ્રસ્તુત રાસ વિશે ઉલ્લેખ કર્યો છે કે, “નળદમયંતી. વ. સં. ૧૫૨૦. લેખક મેધરાજ, ” પરંતુ ત્યાં સં. ૧૫ર૦ લખવામાં સરતચૂક થયેલી જણાય છે કારણકે મેધરાજે પોતાના રાસમાં સં. ૧૬૬૪નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૭૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
આ રાસ છ ખંડની બધી મળીને લગભગ સાડા છસો કડીમાં લખાયેલો છે. રાસની શરૂઆત કવિએ શ્રી શાંતિનાથ તીર્થંકરને પ્રણામ કરીને કરી છે. આરંભની ખારેક પંક્તિમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રશસ્તિ છે. એમાં પણ ખીજી કડીમાં તો શ્રી શાંતિનાથ ભગવાનના જીવનની મહત્ત્વની ઘટનાઓની તિથિઓ આપવામાં આવી છે. આથી રાસની શરૂઆતમાં જ કવિતાની નહિ, પણ શુષ્ક હકીકતોની છાપ આપણા મન ઉપર પડે છે. આ પ્રશસ્તિ કવિએ વિગતે ગાઈ હોવાથી રાસ વાંચવાની શરૂઆતમાં જ મનમાં પ્રશ્ન થશે કે કવિ નલદવદંતીનું ચરિત્ર કહેવા માગે છે કે શ્રી શાંતિનાથ ભગવાનનું ? પ્રથમ પડેલી આ છાપ, પરંતુ કવિ આપણા મન પરથી તરત જ ભૂંસી નાખે છે. આગળ વાંચતાં, જે રીતે કવિએ એક પછી એક ખંડની રચના કરી છે તે જોતાં લાગે છે કે કવિ માત્ર કથાકાર જ નથી; એમની પાસે અસાધારણ કવિત્વશક્તિ પણ છે. કવિ ઋષિવર્ધનની જેમ વાયક મેધરાજે પણ ‘ ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્ર’ની નલકથાને અનુસરીને નળદવદંતીના પૂર્વજન્મની કથાથી રાસની શરૂઆત કરી છે. રાસના પહેલા ખંડમાં નળદવદંતીના પૂર્વભવની ઘટનાઓનું તથા નળદવદંતીના જન્મ અને ઉછેર, દવદંતીનો સ્વયંવર અને તેમાં નળને વરવું ઇત્યાદિ પ્રસંગોનું કવિએ નિરૂપણ કર્યું છે. કવિ દરેક ખંડને અંતે ચોપાઈની બે પંક્તિમાં તે તે ખંડની મુખ્ય ઘટનાઓનો નિર્દેશ કરે છે. એ પ્રમાણે પહેલા ખંડને અંતે કવિએ લખ્યું છે :
પૂરવ પાંચ ભવાંતર ચરી, નળરાજે દવદંતી વરી.
મુનિ મેધરાજ તણી એ વાણી, એટલે પહેલો ખંડ વખાણી.
નળ અને દવદંતી પૂર્વેના એક ભવમાં મસ્મણ રાજા અને વીરમતી રાણી હતાં. મમ્મણ અને વીરમતી શિકાર કરવા જતાં હતાં ત્યાં માર્ગમાં એક મુનિને જોતાં પોતાને અપશુકન થયા છે એમ માની તેઓએ મુનિને બાર ઘડી સુધી કષ્ટ આપ્યું તેનું વર્ણન કરતાં કવિ લખે છે :
મારગે મુનિવર જે મિલે, વાંદીજે કર જોડ; ધર્મલાભ વળતો દિયે, સીઝે કારજ કોડ.
તિણે રાયે મૂરખપણે, અશુકન ચિત્ત વિચાર; સાથ વિછોહી સંતાપિયો, મુનિવર ધટિકા આર.
પરંતુ પછીથી એ મુનિને જોતાં તેમને પશ્ચાત્તાપ થાય છે, તેમના હૃદયનું પરિવર્તન થાય છે અને તેઓ મુનિને પોતાના ધેર તેડી જઈ તેમનો ઉપદેશ ગ્રહણ કરે છે. આ પ્રસંગનું કવિએ કરેલું પ્રાસાનુપ્રાસયુક્ત વર્ણન જુઓ :
સૌમ્યવદન ઋષિ નિરખિયો, હિયડે નરવર હરખિયો, પરખિયો સાચો મુનિવર એ સહી એ. પૂછે નૃપ ઋષિ ભાખોને, આવ્યા કહાંથી દાખોને,
આખોને જાસો હિાંથી કિહાં વહી એ? અનિયત વાસિ ઋષિ વદે, જાઉં યાત્રા અષ્ટાપદે,
ઉનમદે સાથ વિછોહો તેં કર્યો એ. ધર્મ કાજે બહુ અંતરાય, સાંભળ હો મોટા રાય, ઉપાય ધર્મ તો મૈં અણુસોં એ. રાયરાણી એ પ્રતિબુદ્ધ, પાય લાગે થઈ શુદ્ધ, વિશુદ્ધ મનશું ધેર તેડી ગયાં એ.
Page #3
--------------------------------------------------------------------------
________________
વાચક સેધરાજકૃત નલદવદંતી ચરિત : ૧૭૫
નળના જન્મદિવસ વિશે નિશ્ચિતપણે કોઈ કવિએ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કવિ મેધરાજે લખ્યું છે કે નળનો જન્મ આરસને દિવસે થયો હતો. અલબત્ત, કયા માસમાં અને કયા પક્ષમાં જન્મ થયો હતો તે કવિએ બતાવ્યું નથી. જન્મસમયનું વણૅન કરતાં કવિ લખે છેઃ
શુભ મરૃરતે સુત જનમિયો વાગ્યાં ઢોલ નિસાણ; ધર ધર ઉચ્છવ હુએ ધણા, દિયે યાચક દાણુ. અનોપમ નંદન અવતર્યો એ, કીજે રંગ રસાલ; દેશ અમાર વરતાવિયો, છૂટે બંધિ અનેક, મહોત વધારે રાજિયો, ખરચે દ્રવ્ય અનેક. ખારસમે ને આવિયો, મિળી સાવ પરિવાર, સાર શૃંગાર પહિરાવિયાં, ભોજન વિવિધ પ્રકાર.
અશનાદિક મુનિને દિયે, ધર્મવચન મુનિથી લિયે, શુદ્ધ હીએ શ્રાવક શુદ્ઘ બિહું થયાં એ.
સ્વયંવર મંડપનું અને સજ્જ થઈ તે તેમાં આવેલી દંતીનું વર્ણન મેધરાજે પોતાના પુરોગામી કવિઓ ઋષિવર્ધન કે મહીરાજ જેટલું સુંદર કર્યું નથી. સ્વયંવર વખતે દવદંતીની ઉંમર આ કવિએ દસ વર્ષની ખતાવી છે. અને તેટલી વધે એને લક્ષ્મીના અવતાર જેવી ગણાવી છે તેમાં થોડી અત્યુક્તિ જણાય છે. અન્ય કોઈ કવિએ ધ્રુવદંતીની એટલી નાની ઉંમર બતાવી નથી. કવિ લખે છે :
•
સ્વયંવરમાં વદંતી નળને વરી એથી ઇર્ષ્યા કરનાર અને યુદ્ધ માટે તૈયાર થનાર કૃષ્ણરાજ નામના રાજવીને નળે યુદ્ધમાં હરાવવો, દવદંતીને પરણીને નળનું પોતાના નગરમાં પાછા ફરવું, પોતાની આજ્ઞા ન માનનાર કદંબ રાજાને નળે હરાવવો, અને પોતાના ભાઈ કૂબર સાથે દ્યૂતમાં પોતાનું રાજય હારી દવદંતી સાથે વનમાં જવા માટે નળનું નીકળવું—આટલી ધટનાઓનું આલેખન રાસના બીજા ખંડમાં કવિએ કર્યું છે. એ ખંડને અંતે કવિ લખે છે :
સકળ કળા ગુણી મણિ ભરી, વિદ્યા વિનય વિચાર; અનુક્રમે વર્ષ દશની થઈ, લાછિ તણો અવતાર. તવ રાજા મન ચિંતવે, એ પુત્રી મુજ સાર, રૂપ અનોપમ વય ચડી, કુણુ કીજે ભરતાર ?
ઘર આવ્યો પરણી નળરાજ, જૂવટે રમીને હાર્યું રાજ; મુનિ મેધરાજ તણી એ વાણી, એટલે બીજો ખંડ વખાણિ.
કૃષ્ણરાજ સાથેના યુદ્ધનો પ્રસંગ વર્ણવ્યા પછી, પુરોગામી કવિ ઋષિવર્ધને નલદવદંતીના વિવાહનો પ્રસંગ એક આખી ઢાલમાં વર્ણવ્યો છે, ત્યારે મેધરાજે એનો ઉલ્લેખ માત્ર એ જ પંક્તિમાં કરી, એ પ્રસંગ પતાવી દીધો છે :
નળદવદંતી પરણિયાં, મંગળ ધવળ સુગાન; સાજન સવિ સંતોષિયાં, દીધાં બહુલાં દાન.
એવી જ રીતે, સ્વયંવરમાંથી પાછા ફરતાં નળદવદંતીને માર્ગમાં ભ્રમરાથી વીંટળાયેલા, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા મુનિ મળે છે એ પ્રસંગ પણ મેધરાજે ફક્ત એ પંકિતમાં જ વર્ણવ્યો છે :
ગજમદગંધે ભમરે વીંટ્યો, કાઉસગ્ગ છે મુનિ એક; નિષધ નરેસર સવિ પરિવારે, વાંદે ધરી વિવેક.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૭ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ
એવી જ રીતે કદંબ રાજા સાથેના યુદ્ધનો પ્રસંગ પણ કવિએ થોડી પંકિતઓમાં માત્ર વિગત નિર્દેશ કરીને જ રજૂ કર્યો છે :
કટક સજાઈ લેઈ ચઢ્યો, માંડે ઝૂઝ અલંબ; નળ છ પુણ્ય કરી, ભાગો રાય કદંબો રે ખરું વિમાસી તિણ નૃપ, લીધો સંયમ ભાર
તસુ પાયે લાગે નળ તિહાં, સહુ કહે જયજયકારો રે. નળ પોતાના ભાઈ કૂબર સાથે જુગાર રમે છે તે કર્મને વશ થઈને એમ બતાવતાં કવિ કહે છે:
ચંદન કો ચન્દ્રને, લંછણ જલનિધિ ખાર; તિમ નળને જુવટાતણો અવગુણ એક અપાર. દોષ મ દેજો જાતિને, માતપિતા નવિ દોષ દોષ જ દેજે કર્મને, ફોક મ કર શોષા મત જાણે ઉત્તમત, એહથી વંક ન હોય. ચંદનથી ઊઠે અગનિ, વન બાળતી જોય. સમુદ્રપિતા ભાઈ ચન્દ્રમા, બહિની લાછિ સરીખ;
શંખ સરીખો ફૂટડો, ઘર ઘર માંગે ભીખ. નળ જ્યારે જુગાર રમે છે ત્યારે દવદંતી એને એમ ન કરવા માટે સમજાવે છે. એ પ્રસંગે કવિએ દવદંતી પાસે માત્ર જુગાર જ નહિ, સાતે વ્યસન ન સેવવા વિશે નળને ઉપદેશ અપાવ્યો છે. એ માટે કવિએ આ બીજા ખંડની આખી એક ઢાળ લખી છે.
નળ જુગારમાં હારે છે અને વનમાં જતી વખતે પાંચસો હાથ ઊંચો સ્તંભ ઉખેળીને ઉપાડે છે, જેથી એને ખાતરી થાય છે કે ભવિષ્યમાં પોતે પાછો રાજ્યનો ઘણી થશે. મહાન પુરુષોના જીવનમાં આવતી આવી ચડતી પડતી વિશે આ પ્રસંગે કવિ કેવી સદષ્ટાન્ત સુભાષિતાત્મક પંક્તિઓ પ્રયોજે છે તે જુઓ :
લોક કહે છે વાણી ઘણી, નળ હોસ્પે કોશળનો ધણી, મોટા માણસ આપદ જય, સંપદ પુણ મોટાને હોય. ચંદ્ર વધે ને ચંદ્ર જ ઘટે, તારા શું વાધે શું ઘટે ? નળ હેતે લોક સહુ સુખી, પણ કોઈને નવ કીધા દુઃખી. નળ થાજે પુહલીનો ધણી, વહેલો આવો કોશળ ભણી. ઈશાં લોક વચન ઊચરે, સાંભળી નળ મનમાંહે રે, રાજ કમાયું તે પ્રમાણ, સહુ યે જેહનાં કરે વખાણ. જળપૂરે નદી કરે સુસુઆલિ, ઝાડ ઉપાડે નહીં કહીં પાડિ; વર્ષા ગઈ ઊડે તિહાં ધૂળ, પાપ કર્યું રહ્યું તે મૂળ. વેળા વહેતે ડાહ્યો થાય, સઘળા દિન સરખા નવિ જાય.
અરહટ-ઘટિકા આવે ફરી, એક ગળી બીજી જળ ભરી. રાસના ત્રીજા ખંડમાં ભીલ લોકો નળનો રથ લઈ જાય છે, નળ દવદંતીનો વન માં ત્યાગ કરે છે દવદંતીને એ વખતે સ્વમ આવે છે, જાગ્યા પછી નળને ન જોતાં તે રુદન કરે છે, વનમાં આમતેમ ભમે છે, માર્ગમાં એને એક રાક્ષસ મળે છે, ત્યાર પછી દવદંતી ગુફામાં જઈને રહે છે અને વર્ષામાંથી તાપસીને
Page #5
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાકૃત નલદવદંતી ચરિત ઃ ૧૭૭ બચાવી લે છે, સિંહકેસરીને કેવળજ્ઞાન થાય છે, દવદંતી ધનદેવ સાર્થવાહના સાથે સાથે અચલપુર આવી પહોંચે છે ઈત્યાદિ પ્રસંગો કવિએ વર્ણવ્યા છે. ખંડની અંતિમ પંકિતઓમાં કવિ જણાવે છે:
નળ ગયો પરદેશ વહી, ભીમી અચળપુરે તે ગઈ
મુનિ મેઘરાજ તણું એ વાણી, એટલે ત્રીજો ખંડ વખાણિ. કાબે અર્જુનને લૂંટ્યો હતો તેમ વનમાં ભીલો નળનો રથ ઉપાડી જાય છે. એ પ્રસંગે ઉપદેશ આપતાં કવિ લખે છે :
ઋદ્ધિ તણું શું ગારવો, રખે કરે નર કોય. આવત જાતાં વાર નહિ, છાંહ ફિરતી જોય. કાજ ન આવે પાધરું, મિત્રાઈ વિહડતી;
જવ પુણ્યાઈ પાતળી, વયરી દાવ પડંત. વનમાં નળ દવદંતીનો ત્યાગ કરે છે, પરંતુ દવદંતી પ્રત્યેનો એને પ્રેમ જરાયે ઓછો થયો નથી. ત્યાગ કરતી વખતની નળની મનોદશા જુઓ :
શીલ સતીને રાખશે, એહને વિઘન ન હોય; શીલ સનાહ તજે નહુ, ગંજે તાસ ન કોય. એમ વિમાસી રુધિરથી, લખિયા અક્ષર વીર; અસિમેં કાપી ઓઢણું, લેઈ અધિલો નરવીર. મન પોતાનું મેહલિયું, દવદંતીને પાસ; નળ પરદેશે નીસર્યો, મૂકી બહુ નિસાસ. આઘો જઈ પાછો વળે, છૂપી રહ્યો તરુ પાસ;
જાણ્યું જો જાગે પ્રિયા, તો હું જાઉં નાસિ. દવદંતીના વસ્ત્ર ઉપર નળે જે શબ્દો લખ્યા તે પણ નળના દવદંતી પ્રત્યેના અપ્રતિમ પ્રેમની પ્રતીતિ કરાવે છે:
વડ હેઠળ જે વાટડી, તે કુંડિનપુર જાય; ડાવી વાટે કોશલા, જિહાં તુજ ચિત્ત સહાય. તિહાં તું જાજે કામિની, રહેજે મન ઉલ્લાસ; મન માહરુ સેવક સમું, મેહલું છું તુમ પાસ. વાહલા કિમે ન વીસરે, વસતાં ઉવસે રાન; સાસ સમાં નિત સાંભરે, ખટકે સાલ સમાન. તું મત જાણે નેહ ગયો, દૂર વસંતે વાસ;
બેહુ નયણાં અંતર પડ્યું, જીવ તું મારે પાસ. વનમાં એકલી પડેલી દવદંતી પોતાના દુઃખભર્યા દિવસો હવે ક્યાં અને કેવી રીતે પસાર કરવા તે વિશે ગંભીર વિચાર કરે છે અને અંતે નિશ્ચય કરે છે કે પોતાનું જીવન શીલ અને સંયમમાં પસાર કરવું અને એ માટે પોતાને પિયર જવું:
ચિત્ત ચિતે દવદંતી સતી, હિવ થાશે શી માહરી ગતિ; એકલડી એ વનહ મઝાર રહેતાં પામીજે સહી હાર.
સુ ચ૦ ૧૨
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૭૮ : શ્રી મહાવીર જૈન વિધાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
એકલડી વનમાં ગોરડી, સબળ ફળી બીજી બીજોરડી; વાડ નહીં તે નહિ કો નાથ, વાટે કોણ ન વાહે હાથ. નવયૌવન નહીં કહેની વાડ, શીળૅ તો નહીં ણ પાડ. જિમ તિમ કરી આપું રાખવું, ખીજું સહુ દૂરે નાખવું. શીબે સધળાં સંકટ ટળે, શી” મનવાંછિત વિ ફળે; શીબે સુર નર કરે વખાણુ, ગણવું જીવ્યું તાસ પ્રમાણુ.
X
X
X
મણિ માણિક પણ સોને તોય, કનકતણો જે આશ્રય જોય; વલ્લી નિતા પંડિત જાણુ, આસિરે કરી શોભે નિરવાણુ નારીને એહ જ બળ જોય, કે સાસરું કે પીહર હોય; તો પીહર જાઉં દુ:ખ કટે, કોશલા ભણી જાવું નવિ ટે. સાસુ સસરા દેવર જે, ત હોય તો માને નેટ; પતિ વિષ્ણુ હોએ બહુ અંતરું, એ સધળું જોયું નાતરું, હાલ હુકમ તોહ જ સ્ત્રી કરે, પિઉડો જો બેઠો હોય ધરે; કંત વિના ક્રેહવી કામિની, ચંદા વિના જેહવી યામિની, સ્ત્રી પીહર તે નર સાસરે, સંયમી વસવું થિર કરે; જો રહેતાં આમણુ ઘૂમણાં, છેહ જાતાં અળખામણાં. તો પણ પીહરે માતે કાર, નારીને પીહર આધાર; કાંઈ અવગુણુ હોએ નેટ, તોહે ઢાંકે તે મા-પેટ.
ત્યાર પછી સિંહકેસરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનો પ્રસંગ કવિએ વર્ણવ્યો છે. ફૂડકપટથી ભરેલો કૂંબરનો પુત્ર સિંહકેસરી કેવળજ્ઞાન પામે છે એમાં પિતાપુત્ર વચ્ચે કેટલું બધું અંતર જણાય છે? પરંતુ સંસારમાં કર્મની ગતિને કારણે આમ બને છે. કૂબર અને સિંહકેસરી વિશેની આવી વિચારણા આ કવિ સિવાય બીજા કોઈ કવિએ કરેલી જોવા મળતી નથી. કવિ લખે છે :
કૂંખર તો કૂડે ભર્યો રે, પુત્ર થયો ઋષિરાજ; પિતાપુત્ર કહો સ્યું રે રે, સરયું કરમે કાજ. અહીં મસ્તકે વું મણુિ, સોવન રેત વિકાર; ટૂંક થકી પંકજ હોયે, સ્યું જાતે અધિકાર. શ્રેણિક પહેલી ભોગવે, કોણિક છઠ્ઠી હોય; અભય મેધકુમાર ઋષિ, અનુત્તરે સુર હોય.
વદંતી ઋતુપર્ણ રાજાને ત્યાં આવે છે, દાનશાળામાં દાન આપે છે, પિંગળ ચોરને બચાવી, ઉપદેશ આપી સંયમ લેવડાવે છે, હરિમિત્ર બ્રહ્મણ વદંતીની ભાળ કાઢી એને કુંડનપુર લઈ જાય છે, દંતીનાં માતાપિતા એને આશ્વાસન આપે છે, નળ અગ્નિમાં બળતા સાપને બચાવવા જાય છે ત્યાં સાપ એને કરડે છે; એ નળના પિતા નિષધ-દેવ છે અને તે નળને દિવ્ય વસ્ત્રવરણ આપે છે, નળ સુસમારપુર આવે છે અને ત્યાં ગાંડા હાથીને વશ કરી દધિપણું રાજાની કૃપા મેળવે છે—આ બધા પ્રસંગો કવિએ ચોથા ખંડમાં આલેખ્યા છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાજકૃત નલ-દંવદંતી ચરિત ઃ ૧૭૯
જૈન પરંપરાની નલ-કથા પ્રમાણે દવદંતી અચલપુરની પાદરે એક વાવને કાંઠે બેઠી હતી એવું વર્ણન છે. પણ કવિ મેધરાજે દવદંતી સરોવરની પાળે બેઠી હતી એવું વર્ણન કર્યું છે. જૈન પરંપરાની નલકથા પ્રમાણે ઋતુપર્ણ રાજાને ત્યાં વનંતી પહોંચી ત્યારે દાનશાળા ચાલતી જ હતી. પરંતુ કવિ મેધરાજે વર્ણન કર્યાં પ્રમાણે ઋતુપર્ણ રાજા મોટી દાનશાળા ચાલુ કરવાનું દવદંતીને કહે છે. આ વર્ણન પ્રમાણે પણ, ત્યાં દવદંતીને કોઈ ઓળખી શકતું નથી અને કવિએ પણ એ જ પ્રમાણે બતાવ્યું છે, છતાં ઋતુપર્ણ રાજા દવદંતીને ‘ભીમી’ કે ‘વનંતી’ એવું સંબોધન કરીને વાત કરે છે એવું વિથી બતાવાઈ ગયું છે, જેથી ત્યાં ગંભીર ક્ષતિ જણાય છે :
અન્યદા તે રાજા ઋતુપન્ન,
ખોલ્યો નરપતિ અતિ સુવર્ચન. પુત્રી ભીમી સાંભળ વાત,
વચન એક ખોલું છું સાચ. લખમી માહરે ધરે છે ધણી,
આરતિ ચિંતા સવે અવગુણી. માંડો મોટી એક દાનશાળા,
દીજે પુત્રી દાન રસાળાં.
X
એહ વચન સાંભળ ધ્રુવદંતી,
દાન દ્રિયો અતિ મનની ખંતિ. નગર તણે બાહર એક કરી,
દાનશાળા માંડી ધન ભરી.
ખીજા ગૌણુ પ્રસંગોને ટૂંકાવનાર આ કવિએ પિંગળ ચોરનો પ્રસંગ વિસ્તારથી આલેખ્યો છે, અને સુસંગતિ અને દુસંગતિ તથા સુગતિ અને દુર્ગતિ વિશે સદૃષ્ટાન્ત ઉપદેશ દવદંતી પાસે પિંગળ ચોરને અપાવ્યો છે. દુસંગતિ અને સુસંગતિ વિશેની કવિની સોદાહરણ માર્મિક પંક્તિઓ જુઓ :
X
સુસંગતિ વિશે દવદંતી કહે છે :
કુસંગતિના સુણો અવદાત્ત, ઉત્તમને કોઈ પૂછે વાત; લીંબ સમીપે ઊગ્યો અંખ, ફળ કડવાં થાયે અવિલંબ. ઉદધિ બંધાણો રાવણ સંગે, પોપટ વંયો ભીલ પ્રસંગે; ઘટિકા ચોરે પાણી જાત, રીજે ઝાલર દિનરાત. મીઠો દાસી ખેં હૈં કરે, તિમ તિમ વાનર ચિત્તે રે; કિંબહુના દીસે પર-લોય, કહિયેં કુસંગતિ ભલી ન હોય. કહિયે કુસંગતિ રૂ।િ નહિ, ગાયે લક્કડ ધંટા વહી; માકણુ સંગે જુ નિરવંશ, કાગ પ્રસંગે મરાણો હંસ. ઇત્યાદિક દૃષ્ટાંત અનેક, કુસંગતિ વારો ધરિ વિવેક; સાધુ સંગતિ કરો નિરમળી, જેહથી પહુચે મનની ફળી.
મેરુ ઉપર જ ઊગ્યાં તૃણાં, ઉપમા પામે કંચન તણાં; મલયાચળની સંગતિ જોય, વૃક્ષ ઘણાં ચંદનમય હોય.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૮૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
દેવદંતી પોતાના પિતાને ત્યાં જાય છે, એનાં દુ:ખની વાત સાંભાળીને માતાપિતાને ઘણું દુ:ખ થાય છે. પરંતુ તેઓ સીતા, અંજના, ઋષિદત્તા વગેરેનાં દૃષ્ટાન્ત આપી દવદંતીને આશ્વાસન આપે છે, અને આ બધું કર્મને કારણે છે એમ સમજાવે છે.
ઉત્તમ સંગતિ કરવા જાય, નીચ થકો પણ તે પૂજાય; ગંગા કર્દમ આદર વડે, ગોપીચંદન મસ્તકે ચડે, ચાર હત્યા જેણે નર કીધ, સ્ત્રીમસ્તક છેદી કર લીધ; એહવા પણ પુહતા સદગતિ, જાણો સાધુ તણી સંગતિ. કાઢીવાહ મુનીસર તિમે, ચોથું વ્રત પાળે પૂનમે; તેહથી મનવંછિત તસ થાય, રાજ તણો પામ્યો સુપસાય. ઉત્તમ સરસી સંગતિ કરે, પડિત ગોષ્ટિ હિયડે ધરે; નિરલોભાણું મૈત્રિ યદા, તે નર નહું સીદાએ કદા.
આ ખંડની ચોથી ઢાલથી કવિ વદંતીનો ત્યાગ કરીને ગયેલા નળના પ્રસંગો વર્ણવે છે. નળે અગ્નિમાંથી સાપ બચાવ્યો એ પ્રસંગનું વર્ણન કવિએ ઋષિવર્ધનને અનુસરીને કર્યું હોય એમ લાગે છે. સુસમારપુર નગરમાં નળ ગાંડા હાથીને વશ કરે છે તે પ્રસંગે કવિ લખે છે :
દધિપણું રાજાને ત્યાં થયું છે એવી કલ્પિત વાત
નળ દધિપણું રાજાને ત્યાં રહે છે, રાજા એની પાસે સુર્યપાક રસોઈ કરાવે છે, દવદંતીની વિનંતિથી ભીમ રાજા નળની ભાળ કઢાવે છે અને પછી બનાવટી સ્વયંવરની યોજના કરે છે, દધિપણું રાજા હુંક (નળ) સાથે નિપુર આવે છે ત્યાદિ ધટનાઓનું નિરૂપણ કવિએ પાંચમાં ખંડમાં કર્યું છે. ખંડને અંતે કવિ કહે છે :
તતક્ષણ ગજ શિખ્યા કરી, ચડી જઈ ગુજકુંભ; અંકુશ શિરે પ્રહારીને, લેઈ ખાંધ્યો ગજથંભ.
હુંડક આવ્યો કુંડનપરે, દધિપન સાથે પુહતો ધરે;
સુનિ મેધરાજ એણી પરિ કહે, પંચમ ખંડ સમાપ્તિ લહે.
નળ કૂબડા તરીકે આવે છે. તે દવદંતી સાથે વનમાં નીકળેલા નળનું અવસાન દધિપણુંને કહે છે.
નૃપ રાજ ગમાયું તે નળ રાયૅ, નીકળ્યો ત્યજી આવાસો રે, વનંતીને સાથે લેઈ, એકલડો વનવાસો રે. લીલા લહરી પુર પ્રતાપી, ઇન્દ્ર સમો નળ હુઓ રે, દુઃખ દીઠું તિણે એકે વારે, તેણે કારણે વન મૂઓ રે. કોમળ પ્રાણી ટાઢ તડકે, થોડે ઘણું કમલાય જિમ હિમ પડતે માસ શિયાળે, કમલિની કરમાય રે.
ૐ,
X
X
×
કૂબડ વયણે નળના જાણ્યા, મરણુ તા સમાચારો રે, દુઃખ ધરે તે દષિપણું રાજા, કરતો હાહાકારો રે. પ્રેતકાજ કરે સવિ નળનાં, મન વૈરાગે રહિયે ૨, પ્રેમી અથવા વેરી હોજો, ગુણવંતના ગુણ ગ્રહિયે રે.
Page #9
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૮૧ દવદંતીના સ્વયંવરના સમાચાર સાંભળી દધિપણુ રાજા મૂંઝાય છે ત્યારે એને પોતાનું દુઃખ જણાવવા કૂબડો કહે છે:
કાં નરવેર તમે ઈમ કરો, કહું છે તુમ દુઃખ; રાય કહે તુજને કહ્યાં, શું ઉપજયે સુખ. મન-દુઃખ, સ્ત્રી વ્યભિચારિણી, ધનવંચ્યો, અપમાન; વંચાણું સહુ આગળ, જે દુઃખ ફેડણહાર.
જે તે આગળ ભાખતાં, લઘુતા લહે અપાર. દધિપર્ણ રાજા હકિક પાસેથી વિદ્યા લે છે તે પ્રસંગે કવિ બોધનાં વચનો કહે છે?
વિનય કરી વિદ્યા પ્રહે કે ધન તણે પસાય, વિદ્યાર્થી વિદ્યા લિયે, ચોથો નથી ઉપાય. નીચ થકી વિદ્યા ભણી, લેતાં મ કરે લાજ; કર્દમથી મણિ સંગ્રહી, ડાહ્યો સાધે કાજ. ભણ ગાવે નાચવે, સાસરઘર, રણ કાજ,
આહાર વ્યવહારે નવિ હુયે, આઠે ઠામે લાજ. દવતીને સ્વપ્ન આવે છે અને તેમાં પોતે એક આંબાના વૃક્ષ ઉપર ચડે છે. આ સ્વપ્નની વાત દવદંતી પોતાના પિતાને કહે છે અને જૈન પરંપરાની નળકથામાં, અને એને અનુસરીને લખાયેલી કૃતિઓમાં ભીમ રાજા દવદંતીને માત્ર એટલું જ જણાવે છે કે એ સ્વપ્ન તેના ઉદયનું સૂચક છે. પરંતુ કવિ મેધરાજે સ્વપ્ન વિશે થોડો વધુ ખુલાસો કર્યો છે, જે બતાવે છે કે કવિ પરંપરાની નલકથાને ચુસ્તપણે વળગી ન રહેતાં પ્રસંગોપાત્ત પોતાની કલ્પના પ્રમાણે તેની વિગતોમાં સુધારાવધારા કરે છે. આ પ્રસંગે કવિ લખે છે :
ગે, વૃક્ષ, કુંજર તરુ ચડ્યો, ગૃહ વર પરવત શૃંગઃ દેખી જાગે માનવી, લહે લખમી મનરંગ. ઈશું કારણ પુત્રી સુણો, દેવી તે પુણ્ય રાસ,
રાજ-લાભ આરામ તે, પામિશ તું ઉલાસ. છઠ્ઠા ખંડમાં કૂબડા ડિકની કસોટી થવી અને એ જ નળ છે એની દવદંતીને પ્રતીતિ થવી, નળે મૂળ સ્વરૂપ ધારણ કરવું, ભીમ રાજાને ત્યાં કેટલોક સમય રહી નળે કૂબેરને યુદ્ધમાં હરાવી એની પાસેથી રાજ્ય પાછું મેળવી લેવું, નિષધ દેવતાના ઉપદેશથી નળે ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લેવી, સંયમ ન પાળતાં અનશનવ્રત લઈ દેહનો અંત આણવો, દેવલોકમાં ધનદ તરીકે જન્મવું, દવદંતીનું પણ દીક્ષા લઈ, અનશન કરી, મૃત્યુ પામી દેવલોકમાં ધનદની પત્ની તરીકે જન્મવું, ત્યાંથી દવદંતીએ કનેકવતી તરીકે જન્મવું, કનકાવતીના સ્વયંવરમાં ધનદ અને વસુદેવનું આવવું અને કનકવતીએ વસુદેવને સ્વયંવરમાં વરવો અને અંતે કનકવતીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું–આટલા પ્રસંગોનું કવિએ નિરૂપણ કર્યું છે. ખંડને અંતે કવિ લખે છે :
નળ પ્રગટયો ભાવઠ ઉદ્ધરી, પામ્યો રાજ પૂર્વભવ ચરી;
મુનિ મેઘરાજ તણું એ વાણી, એટલે છટ્ટો ખવખાણું. આ ખંડમાં કવિ વાચક મેઘરાજે એવું વર્ણન કર્યું છે કે નળ કૂબાની સાથે યુદ્ધ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું. જૈન પરંપરાની નળકથામાં વાચક મેઘરાજે કરેલો આ ફેરફાર ફક્ત જૈન પરંપરાની
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૮૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાભવ ગ્રન્થ
કથામાં જ નહિ, મહાભારતની પરંપરાની કથામાં પણ કોઈ કવિએ કર્યો નથી. મહાભારતની અને જૈન પરંપરાની નળકથામાં નળ જ્યારે અક્ષવિદ્યા મેળવી પાછો ફરે છે ત્યારે તે પોતાના ભાઈ પાસેથી પોતાનું રાજ્ય જુગાર રમીને પાછું જીતી લે છે. આમ નળને પોતાના ભાઈ સાથે ખીજી વાર જુગાર રમતો બતાવાયો છે. પરંતુ હવે એની પાસે અક્ષવિદ્યા હોવાથી એ હારવાનો નથી એની ખાતરી છે. એટલે નળ દ્યૂતના વ્યસનથી હાર્યો હોવા છતાં ખીજી વાર એ જુગાર રમે છે એમાં ઔચિત્યભંગ કે વિચારદોષ રહેલો હોય એમ લાગતું નથી. પરંતુ વાચક મેધરાજે નળને ખીજી વાર દ્યૂત વડે નહિ, પણ યુદ્ધ વડે જીતતો ખતાવ્યો છે. કૂબર સાથેના નળના યુદ્ધનો પ્રસંગ કવિએ આ પ્રમાણે વર્ણાવ્યો છે :
ચતુરંગ સેના પરવર્યાં, નળ નૃપ કરે પ્રયાણુ; જોર ધણું સેના તણું, જિમ સાયર ઉધાણો રે. અનુક્રમે કોશળ આવીઆ રે, ફૂબર સાંભળી વત્ત; અતિશય ઇર્ષ્યા ઉપની, રાજલોભ સંયુત્ત રે. કૂખર સાહમો આવીઓ, કટક જોઈ ને તામ; રાજ તણો તરસ્યો ધણો, માંડે સબળ સંગ્રામો રે.
X
X
X
યુદ્ધની ભયંકરતાનું વિગતપૂર્ણ ચિત્ર કવિએ કેવું સરસ દોર્યું છે તે જુઓ :
બિહું દળે સુભટ સવિસાર રે ચડ્યા,
સબળ સંગ્રામ રતૂર વાગે; શબ્દ શ્રવણે પડ્યો સાંભળે કો નહિ, ઘોષ નિર્દોષ બ્રહ્માંડ ગાજે. નળ રૂપ શૂર રંગ રોશે ભર્યો, સુભટ શૂમિ ચડ્યા બિહુ બિરાજે; જેમ નર સંયમી કરમ સાથે ભિડે, તેમ નળ શૂર સંગ્રામ છાજે, રથ રજ સબળ અંધારું ઊઠયું ઘણું,
અશ્વ ગજ પૂર પડવા ઉછાયું; આપણું પારકું ઓળખે કો નહિં,
દિનકર સહિત શું ગગન છોયું, પાયૐ પાયક, રથપતિë સ્થપતિ,
અશ્વપતિ સૂઝ અસવાર સાથે; ગજપતિયેં ગજપતિ રોસભર ઝૂઝતા,
શસ્ત્ર ખૂટાં પછે ખાચોખાથે, પ્રબળ હથિયાર તન તેજ દેખી કરી,
કાતર કેટલા દૂર નાસે; સુભટ શરા ઘરે હોય વધામણાં, મંદી ખોલે યશ ના ઉલ્હાસે.
Page #11
--------------------------------------------------------------------------
________________
વાચક મેધરાજકૃત નલ-દવદંતી ચરિત : ૧૮૩
સુભટ સાચા ભણ્યા કેટલા રણ પડ્યા, કોઈ કાતર વળી કીહ નાઠો; પુન્ય પ્રસાદ વળી નળનૃપ અતિયો, કૂંબર ખાંધિયો કરીય કાઢો. ઘોષ નિર્ધોષ વાજાં ઘણાં વાજતે, નળનૃપ કોશલા માંહિ આવે; નગર શૃંગારી ગયણુ ધજ લહલહે, કામિની મોતિયે કરી વધાવે.
નળને આમ યુદ્ધથી જીતતો બતાવવા પાછળ કવિનો આશય કદાચ એને બીજી વાર દ્યૂત રમતો ન બતાવવાનો હોઈ શકે. અલબત, જો આવા આશયથી કવિએ તેમ કર્યું હોય તો નળને અક્ષવિદ્યા મળે છે તેનું કંઈ પ્રયોજન કે ઔચિત્ય રહેતું નથી, કારણકે એનો ઉપયોગ બીજા કોઈ પ્રસંગે બતાવાયો નથી. કવિએ વ્યસનથી મુક્ત રહેવા વિશે જે ઉપદેશ આપ્યો છે તેને સહજ ભાવથી અનુસરીને આ ફેરફાર કર્યો હોય એમ પણ બનવા સંભવ છે. નળના ખીજી વારના જુગાર રમવામાં જે સૂક્ષ્મ વિચાર રહેલો છે તે · જુગાર રમવાથી રાજ્ય ગુમાવ્યું છતાં, અને જુગાર એ મોટું વ્યસન છે છતાં, નળ શા માટે બીજી વાર જુગાર રમવા ગયો ?' આવો પ્રશ્ન કરનાર સામાન્ય જનસમુદાય માટે આ સૂક્ષ્મ વિચાર સહેલાઈથી સમજવો કે ગળે ઉતારવો અધરો છે. આવા જનસમુદાયને લક્ષમાં રાખીને કવિએ આ ફેરફાર કર્યો હોય એ પણ બનવા સંભવ છે.
નિષધ દેવતાના કહેવાથી નળ વૈરાગ્ય ધારણ કરે છે અને પોતાના નગર પાસેના વનમાં આવેલા સાધુ પાસે ધર્મોપદેશ સાંભળે છે. આ સાધુનું નામ જુદા જુદા કવિઓએ જુદું જુદું આપ્યું છે. મૂળ પરંપરાની કથામાં એમનું નામ ‘જિનસેનસૂરિ' છે. સોમપ્રભાચાર્યે ‘કુમારપાળ પ્રતિબોધ’ માં એમનું નામ ‘જિનભદ્રસૂરિ' આપ્યું છે. કવિ સમયસુંદરે પોતાના ‘ નલ–વ ંતી રાસ ’માં · જિતસેનસૂરિ ’ આપ્યું છે. વાચક મેધરાજે એમનું નામ ‘ધર્મધોષસૂરિ’ આપ્યું છે. ધર્મધોષસૂરિ નળને સમજાવે છે કે એને માથે જે દુઃખ પડ્યાં છે તેનું કારણ પૂર્વભવનાં કર્મો છે.
દીક્ષા લીધા પછી નળનું મન ફરી વિષયવાસના તરફ જાય છે તે સમયે એના પિતા નિષધ દેવતા આવીને એને સમજાવે છે. એ પછી પણ નળ સંયમ પાળી શકતો નથી અને એથી અનશન દ્વારા પોતાના દેહનો અંત આણે છે. નિષધ દેવતા નળને સમજાવવા આવે છે એ પ્રસંગનો ઉલ્લેખ ઋષિવર્ધને નથી કર્યો અને એને અનુસરીને મેધરાજે પણ નથી કર્યો. મેધરાજ લખે છે :
અન્યદા નળ ઋષિને મન થયું, વિષયરાગ મનસું મળ્યું; તવ તિણે મુનિવર ધરી વિવેક, અણુસણ પાળી નિર્મળ એક. અણુસણ પાળી નિરતિચાર, પામ્યો સોહમૈં સુર અવતાર. ધનદ નામે ભંડારી થાય, લોકપાલ ઉત્તર દિશિ રાય.
કવિ મેધરાજનો આ રાસ પુરોગામી કવિ ઋષિવર્ધનના રાસની સાથે ખરાખર વિગતે સરખાવી જોતાં લાગે છે કે ઋષિવર્ધનના રાસની અસર મેધરાજના આ રાસ પર ધણી પડેલી છે. વસ્તુતઃ આ રાસ લખતી વખતે મેધરાજે ઋષિવર્ધનનો રાસ પોતાની નજર સમક્ષ રાખ્યો હોય એવી સ્પષ્ટ પ્રતીતિ સ્થળે સ્થળે થાય છે. એ રીતે ઋષિવર્ધન પ્રત્યેનું મેધરાજનું ઋણુ ઘણું છે એમ નિઃસંકોચ કહી શકાશે,
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૮૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ
ઋષિવર્ધનની જેમ મેઘરાજે પણ શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ સાથે રાસની શરૂઆત કરી છે. ઘૂત રમવાની નળની ટેવ માટે ઋષિવર્ધન લખે છે: *
ચંદન કQઓ ચંદ્રિ કલંક, રયણાયર ખારૂ, જલિ પંક;
ગુણમય નલનઈ જૂઓ રૂહારિ, રતનિ દોષ દિવિ કુણુ પાડિ. મેઘરાજ લખે છેઃ
ચંદન કડૂ, ચંદ્રને લંછન, જલનિધિ ખાર;
તિમ નળને જુવટે તણો અવગુણ એક અપાર. નળના પાત્રનું વર્ણન કરતાં ઋષિવર્ધન લખે છે:
દિન દિન વાધઈ નલકુમાર, શુદ્ધહ પખિ ચંદો; રૂપ સોભાગિ આગલુ એક જણ નયનાનંદો.
કલા બહુત્તરિ ભણઈ ગુણઈ સેવિગ્રંથ વખાણુઈ મેઘરાજ લખે છે :
શુલ પખે જિમ ચંદલો વધે તેમ કુમાર;
કળા બહુન્નર શીખિયો, જાણે ગ્રંથ વિચાર. નળ દવદંતીનો ત્યાગ કર્યા પછી, આગળ જતાં અગ્નિમાં બળતા સાપને બચાવે છે. એ પ્રસંગ પણ મેઘરાજે બરાબર ઋષિવર્ધનને અનુસરીને આલેખ્યો છે. દવદંતીને છોડીને ગયા પછી આઠમે દિવસે આ બનાવ બને છે એમ ઋષિવર્ધને લખ્યું છે. જેને પરંપરાની મૂળ કથામાં આ બનાવ કેટલે વખતે બન્યો તેનો સ્પષ્ટ નિર્દેશ નથી, પરંતુ એ પ્રસંગે નળ પોતાના પિતાને ‘દવદંતીનું શું થયું?” એમ ત્યારે “દવદંતી અત્યારે એના પિતાને ઘરે પહોંચી ગઈ છે' એમ અવધિજ્ઞાની નિષધ દેવતા કહે છે. હવે આગળના વૃત્તાંત પ્રમાણે નળ-દવદંતી વનમાં જવા નીકળ્યાં અને નળે દવદંતીનો ત્યાગ કર્યો એ પછી દવદંતી સાત વર્ષ એકલી પર્વત પર ગુફામાં રહી. એ પછી એ પોતાની માસીને ત્યાં ગઈ. માસીને ત્યાં એ કેટલો વખત રહી એનો સ્પષ્ટ નિર્દેશ ક્યાંય થયો નથી એટલે એનો ચોક્કસ અંદાજ કાઢી શકાય નહિ. પરંતુ દવદંતી પોતાના પિતાને ત્યાં પહોંચી ગઈ એવા સમાચાર નિષધ દેવતા નળને આપતા હોય તો એનો અર્થ એ થયો કે દવદંતીના ત્યાગ પછી, સાત વર્ષ કરતાં યે વધારે સમય પસાર થયા પછી, આ પ્રસંગ બન્યો હોવો જોઈએ. એને બદલે ઋષિવને આ પ્રસંગ દવદંતીને ત્યાગ પછી આઠમે દિવસે બનતો વર્ણવ્યો છે.
નલિ જવ ભીમી પરિહરી, ચાલિઉ મનિ ઝૂરત,
તવ દવ દેખાઈ આઠમઈ દિનિ વનિ પસરત. અને આથી “દવદંતી પોતાના પિતાને ત્યાં પહોંચી ગઈ છે” એવું વચન ઋષિવર્ધને નિષધ દેવતા પાસે કહેવડાવ્યું નથી. જુઓઃ
નલિ પૂછિઉં દવદંતીનું કહું દેવ ચરિત્ત;
* સીલ પ્રશંસા તસ તણી, કરતુ સુપવિત્ત. આમ, ઋષિવર્ધને કરેલા આ ફેરફારને અનુસરીને મેઘરાજે પણ આઠમા દિવસે આ ઘટના બનતી બતાવી છે:
* ઋષિવર્ધનના રાસની પંક્તિઓ હસ્તપ્રતો તથા ડૉ. બેન્ડરના સંપાદનના આધારે ટાંકી છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાજકૃત નલ-દવદંતી ચરિત ઃ ૧૮૫ વાટે જાતાં રે તવ દિન આમે, દલ દીઠો વનમાંહિ; સાદ કરે છે કો એક તિહાં રહ્યો, રાખો પસારી માંહિ.
અને આવી જ રીતે, નળના પ્રશ્નના જવાબમાં નિષધ દેવતા કહે છે
નળ રામે રાખ્યો તેહ કરંડીઓ, પૂછી ભીમી વાત; શાળ પ્રશંસા સુર સુવિશેષે, સધળી કરે રે વિખ્યાત.
આ જ પ્રસંગના નિરૂપણમાં ઋષિવર્વને બતાવ્યું છે કે સાપ નળના ડાબા હાથે કરડ્યો. જૈન પરંપરાની કથામાં વર્ણવ્યા પ્રમાણે સાપ નળને હાથે કરડે છે, પણ તે કયા હાથે તેનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. પરંતુ ઋષિવર્ધને પોતાના રાસમાં ડાબા હાથનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે :
અહિ વલગાડી ઓઢણુઇ, જઈ સિરી ટાંમિ; ફૂંકતા નલરાજા તિસિં, ડસીઉં કરિ વાંમિ.
ઋષિવર્ધનને અનુસરી વાચક મેધરાજે પણ એમ જ લખ્યું છે :
એહવું ચિંતવિ ઓઢણુ નાખીઓ, વળગ્યો અહિ તણે બાથ; આધો જઈ તે નળ મૂકૈ જિસે, ડસીઓ ડાવે હાથ.
કવિ રામચન્દ્રસૂરિના ‘ નલવિલાસ નાટક 'તે અનુસરીને ઋષિવર્ધને પોતાના રાસમાં જે ફેરફાર કર્યો છે તે વાચક મેધરાજે પણ ચાલુ રાખ્યો છે. નળ દધિપર્ણ રાજાને ત્યાં કદરૂપા હંક તરીકે રહે છે ત્યારે ભીમરાજા તરફથી મોકલવામાં આવેલો દૂત ‘ કુશલો’ પ્રથમ નળની માહિતી મેળવી લાવે છે અને પછી ધિપર્ણ રાજાને ત્યાં જઈ નલ–દવદંતીનું નાટક ભજવી બતાવી હુંકિ એ નળ છે એની વિશેષ ખાતરી લાવે છે. આ પ્રમાણે એક નવો પ્રસંગ, જે રામચન્દ્રસૂરિએ પોતાના નાટકમાં પ્રયોજ્યો છે તે ઋષિવર્ષને પોતાના રાસમાં લીધો છે અને તેને અનુસરીને વાચક મેધરાજે પણ તે પ્રસંગ લીધો છે. જૈન પરંપરાની નલકથામાં આવો કોઈ પ્રસંગ નથી. એ પ્રસંગનું મેધરાજે કરેલું વર્ણન જુઓ.
તવ દધિપણું નૃપ પૂછીને, નળ નાટક મનરંગે રે; માંડે કુશલો આદર કરી, લેઈ સયલ ઉપાંગ રે.
( દૂહા )
જિમ નળ ધરથી નીસર્યાં, આવ્યો વનહ મઝાર; એકલડો નાશી ગયો, મૂકી સતી નિરાધાર. જિમ જિમ વીતક વાંદીએ,તિમ ખૂંચે સંકેત; તિમ તિમ જૂરે મન ધણું, હૂંકિ દુઃખ સમેત. વળી કુશલો ખોલે તિહાં, રૅ નિષ્ઠુર નિર્લજ્જ; એકલડી પ્રિયા તજી, તે શું કીધો કેજ્જ, જગમેં પાપી છે ઘણાં, દ્રોહી પણ લખ હોય; રે નિર્ગુણ નળ તું સમો, અવર ન દીઠો કોય. સૂતી વિશ્વાસે સતી, પ્રિય ઉપર બહુ રાગ; તે મૂકીને જાયતાં, કિમ છૂટા તુš પાગ. સ્વામીદ્રોહી ને ગુરુદ્રોહી, મિત્રદ્રોહી અતિ ધી; વળી વિશ્વાસે ધાતકી તેનું મોહ મ દીઠ,
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૮૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
એણે વચને તે ગહિવર્યાં, ભરિયો દુઃખ અપાર; નિસાસા બહુ નાખતો, ગાઢો રડે સૂચ્યાર. રૂપ કર્યું ભીમી તણું, તે લેઈ ગળપાસ; તબ કૂબડ નેહે ભર્યો ઊઠી વારે તાસ. હે દેવી તું કા મરે, હું છું તાહરે પાસ; નેહવિલ્ધી નારીને, હવ નહિ જાઉં નાસી. ઈમ આપણપું. પ્રગટિયું, નેહ ગહેલો સોય; પ્રેમસુરામદ ધારિયો, પ્રાણી પરવશ હોય. મેધરાજની આ પંક્તિઓ સાથે ઋષિવર્ધનની નીચેની કેટલીક પંક્તિઓ સરખાવો : નલ તોલઈ નર અવર ન કોઈ, ઠંડી સતી પ્રિયા જિણિ ોઈ; સૂતી સતી એકલી રાંતિ, સુધિ વીસસી સોવિન વાનિ, અબલા મૂકી થતાં પાગ, કિભ ા તુજ નલ નિભાગ;
મ રેિ દેવી હું ઉ તુઝ પાસિ, આવિ હિવ જાઉ નહિ નાસિ; ઈમ પ્રગટે તવ તેણુઈ આપ, જવ નહિ મનિ માં િવ્યાપ. આ પ્રસંગની બીજી કેટલીક પંક્તિઓ સરખાવો ઃ
ઋષિવર્ધન :
મેઘરાજ :
ઋષિવર્ધન :
મેધરાજ :
ઋષિવર્ધન :
મેધરાજ :
તિણિ વનિ ગહિરિઉ અપાર, મૂકી કંઠે રડઈ સૂઆર; દેખી દવદંતી ગલ પાસ, ઊઠી કાપઈ વારઈ તાસ.
મદિરા પાંહિ દ્રોહ કર, નિખરૂ મોહ અપાર; જિણિ ધારિ જાણુઈ નહિ, જીવ વિવેક વિચાર.
મદિરા પાંહે દ્રોહ કર, નેહ નિખરો અપાર; જેણે વાર્યો જાણે નહિ, જીવ વિવેક વિચાર.
ૢ નક્ષના ધરનુ યાર, િિણુ મઝ મનિ છઈ નેહ અપાર; સામિ ભગત તે સેવક સહી, ઈમ પઈ હુંક હિગૃહ,
હું નળના ધરનો સૂમર, તેણે ઉપજે મુજ દુ:ખ અપાર; સામિભગત જે સેવક હોય, સામી દુઃખ દેખીને રોય.
કુશત્રુ કુશલઈ પાઉ વિલ, આવી ભીમ રાજાન મિલિૐ ડૂ ખોલઈ સુણિ ભૂપાલ, તે ઈ કુબજ રૂપ વિકરાલ.
તવ હિવ કુશલો પાછો વળ્યો, જઈ કુંતિપુર ભીમરથ મળ્યો; કુશલો કહે સુણો ભૂપાળ, કૂબડો રૂપેં અતિ વિકરાળ,
Page #15
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિતઃ ૧૮૭ ઋષિવર્ધન :
કૂબડ કાજલ સામલ દેહ, અતિ કરૂપ કિંહિ હડિક એહે;
હુંડિક ઉપરિ નલની ભંતિ, ફકઈ દૂઈ છઈ મનિ દવદંતી. મેધરાજ :
કિહાં હુંડિક એ કૂબડો, કાજળ વરણ કુરૂપી રે,
હુંડિક ઉપરે ભીમીની નળની ફોકટ બ્રાંતિ રે. જૈન પરંપરાની નલકથા પ્રમાણે, દવદંતીને પૂછીને ભીમરાજા એના બીજા બનાવટી સ્વયંવરનો વિચાર કરે છે. પરંતુ ઋષિવર્ધને એવું આલેખન કર્યું છે કે દવદંતીના બીજા સ્વયંવરનો વિચાર પોતાનો મંત્રી ભીમરાજાને કહે છે. મંત્રી તરફથી આવું સૂચન થાય છે એ કલ્પના ઋષિવર્ધનની પોતાની છે. ઋષિવર્ધન લખે છે :
આહાં અણાવું જિમ કિમ તેય, તું મંત્રી રાનઈ દિ ભેય; ભીમી સયંવર ફૂડઈ અન્ન, કહી હકારૂ ર દધિપુન્ન. રા સાથિ તેહ આવિસિ, સ્વયંવર નામિ જઈનલ સિઈ
નારિ રેસ પસુઈ નવિ સહઈ નવ જીવતુ તિહાં કિમ રહઈ. ઋષિવર્ધનને અનુસરીને વાચક મેઘરાજે પોતાના રાસમાં આ પ્રમાણે આલેખન કર્યું છે ?
મિ તિમ કરી અણાવો ઈહિ, જાણું છું નળ છે તિહાં; નવ રાજા પૂછ્યું પરધાન, મંત્રી મતિસાગર જે નામ. તવ મંત્રી બોલ્યો નૃપ સુણ, સ્વયંવર માંડ ભમી તણો, ફૂડો એ માંડો પરપંચ, તેડો દધિપન સબળ સંચ. દધિપન્ન સાથે નળ આવશે, જે નળ તિહાં જીવતો હશે, સ્વયંવર નામે તે કેમ રહે, નિજ નારી જાતી કીમ સહે? નારી રોસ પશુ નવિ ખમે, રોસે ભરિયા આતમ દમે,
એક વસ્તુના અરથી દોય, વયર સુણે એ કારણ હોય. અહીં મેઘરાજે ભીમ રાજાના મંત્રીનું “મતિસાગર”એવું નામ પોતાની કલ્પનાથી આપ્યું છે.
જૈન પરંપરાની નલકથા પ્રમાણે, દધિપર્ણ રાજા અને કૂબડો જ્યારે ભીમ રાજાને ત્યાં આવે છે ત્યારે કૂબડાને સૂર્યપાક રસોઈ બનાવવાનું કહેવામાં આવે છે અને કંઈ પણ આનાકાની વગર તે બનાવે છે.
ઋષિવર્ધને એવું આલેખન કર્યું છે કે કૂબડાને જ્યારે સૂર્યપાક રસોઈ બનાવવાનું કહેવામાં આવે છે ત્યારે તે ભીમ રાજાને એમ કહે છે કે “તમે પહેલાં સ્વયંવર કરો, પછી હું રસોઈ કરીશ.” જુઓ :
એ હુંડિક અહ ઘરિ સૂઆર, તિણિ આણિયા અહે તુરિત અપાર; ભીમ કહઈ હુંક નઈ ભાણ, પાક રસોઈ કરુ સુજાણ. તે બોલઈ અહે આવિયા રેલી, ભીમી સયંવર જોવા વલી,
પહિલૂ સયંવર ઉચ્છવ કરુ, પછઈ રસવતી આદર ધરુ. ઋષિવર્ધનને અનુસરીને વાચક મેઘરાજે પણ પોતાના રાસમાં એ પ્રમાણે નિરૂપણ કર્યું છે ?
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
દધિપન કહે અમ ઘર છે સૂઆર, સકળ કળા ગુણ રયણ ભંડાર, તિણે આપ્યા અમે રાય તુરંત, ભમી ભણે દધિપ સુણ સંત. સૂરજપાક રસોઈ કરાવો, વંછિત કાજ સે તુમ પાવો. કહે હુંડક દોહિલા અમે આવ્યા, ભીમી સ્વયંવર જેવા આવ્યા.
પહેલો સ્વયંવર ઉત્સવ કીજે, રસવતિ સ્વાદ પછે નૃપ લીજે. એ જ પ્રસંગના આલેખનમાં તે પછી ઋષિવર્ધને પોતાની કલ્પનાથી હુંશિક પાસે ભીમ રાજાને એમ કહેવડાવ્યું છે, “નળ થવામાં મારું શું જાય છે? જે તમને એમ લાગતું હોય તો લ્યો, આ હું નળ થયો. લાવો મને દવદંતી આપો.” આવા શબ્દો જેન પરંપરાની નલકથામાં નથી. ઋષિવર્ધને હુંડિકના મુખમાં એ શબ્દો મૂક્યા છે. જુઓ :
મઝન ન થાવા તણી, રાહડિ જઉ તમહ ચિત્તિ,
તુ ૬ નલરા આ ઉ, મઝનઈ દિઉ દવદંતિ. ઋષિવર્ધનને અનુસરીને વાચક મેઘરાજે (અને મહારાજે પણ) નળના મુખમાં એવા શબ્દો મૂક્યા છે :
નળ થાતાં માહરું શું જાય, જે તુમારો મન એમ સહાય,
તો હું નળ થયો છું આજ, વો ભીની સારો નૃપ કાજ. આ પ્રસંગના આલેખનમાં ઋષિવર્ધનની અને મેઘરાજની બીજી થોડીક પંક્તિઓ સરખાવો : ઋષિવર્ધન :
યૌવન ભરિ પ્રીઉ તણુ વિયોગ, દુસહ સંનિપાત સંયોગ, તિણિ વિવલ દવદંતી હુઈ, તાસ વચનિ ત મતિ કાં ગઈ વિદ્યા કલા તણાં અહિનાણ, તે પણ સઘલા અપ્રમાણ,
એક એકમાં અધિકાં અર્ધી કલા જાણુ ભગિ ગુણવંત પછઈ. મેધરાજ :
યૌવન ભર પ્રિયતણે વિયોગ, વિરહાનળ પડે મહારોગ, ભીમી ભદ વિહ્વળ મતિ માઠી, તસુ વચને તુમ મતિ કાં નહી ? કલા સુલક્ષણ વિદ્યા માહરી, સૂરજપાક રસોઈ સારી,
દેખી કાં મન ભૂલા તેરા, જગમેં કળાવંત બહુતેરા. ઋષિવર્ધન :
ઈહિં વનિ સહૂ ઢીલઉં દૂઉ, ઊઠી જાવા લગ જૂજૂછ્યું,
ભીમ સુતા તવ મૂકી લજજ, જંપઈ તાત નિરુણિ નિરવ જજ. મેઘરાજ ઃ
ઈણે વચને સહુ ઊઠી જાય, ભમીનું મન વ્યાકુળ થાય,
ભીમરથ નૃપ આગળ દિલ ખોલે, લાજ મૂકીને ભીમી બોલે. હુંડિક નળ તરીકે પ્રગટ થતો નથી એ વખતે દવદંતી એને એકાંતમાં ઉપાલંભ આપે છે. એ પ્રસંગે ઋષિવર્ધને દવદંતીના મુખમાં મૂકેલી કેટલીક પંક્તિઓ સાથે સરખાવતાં જરૂર લાગશે કે મેઘરાજનું પોતાના પુરોગામી કવિ ઋષિવર્ધન પ્રત્યેનું ઋણ ઘણું મોટું છે. ઋષિવર્ધન લખે છેઃ
Page #17
--------------------------------------------------------------------------
________________
મેઘરાજ :
મેધરાજ :
યાચક મેઘરાકૃત નલ-ઢવદંતી ચરિત : ૧૮૯ ભીમાદિક બાહિર મોકલી, કર ઝાલી હુંકિ કેલી,
સા બાલા બોલઈ સુણિ વાત, કે કેતલા તુઝ અવદાત.
X
X
X
કીડી ઉપરિ સી કટક, કીહાં દયા તમ્ડ કરી ગઈ, નયા કરૂ મઝ ઉપર ધણી, પગિ લાગૂં કિંકરિ તહુ તણી.
રાસના છેલ્લા, કનકવતી અને વસુદેવના પ્રસંગનું નિરૂપણ પણ મેધરાજે ઋષિવર્ધનના રાસને અનુસરીને કર્યું હોય એવું સ્પષ્ટ લાગે છે. સરખાવો બંનેની થોડીક પંક્તિઓ :
ઋષિવર્ધન :
મોકલિયાં માહેર માય તાય, હુંડક કર તવ ભીમી સાહ્ય; વળવળતી ભીની ઈમ ભાષઁ, પ્રાણનાથ છેહ ઈમ કાં દાખે.
×
×
×
કીડી ઉપર કટકી કહેવી? અબળા ઉપર મહેર કરેવી; હું કિંકર છું રાજન તેરી, પિડા ચિંત કરો અબ મેરી.
દેવી ચ્યવી હુઈ પેઢાલહ, પુરપતિ હરિચંદ ભૂમિપાલહ, એટી કનકવતી ફૂંઅરિ;
રાઈ તસ સંવર મંડાવિલે, ધનદ લોકપતિ પણિ તિહાં આવિ, પરિવરિઉ અમરી અરિ.
તિહિં પરણી વસુદેવ મનોહર, યાદવ ભોગવä સુખ સુરવિર, ખારવઈ નગરી જઈએ.
તે દેવી તિહાંથી ચવી, પુર પેઢાલ નિવાસ; હરિચંદ રાજા રાજીઓ, પૂરે પ્રજાની આશ. તે નૃપ ઘર બેટી હુઈ, કનકવતી તસ નામ; અન્યદા તિણ રામે રચ્યો, સ્વયંવર અતિ અભિરામ. ધનઃ લોકપતિ આવીઓ, ધરતો પ્રીતિ અપાર; કનવતીને પરણિયો, યદુ વસુદેવ કુમાર, ખારવતી નગરી જઈ, વિલસે સુખ્ખુ અશેષ.
આમ, આરંભથી તે અંત સુધી, એક નળ અને કૂબરના અંતિમ યુદ્ધના પ્રસંગ સિવાય, દરેક પ્રસંગનું આલેખન કવિ મેધરાજે, કવિ ઋષિવર્ધનને અનુસરીને જ કર્યું છે. મેધરાજે ઋષિવર્ધનના રાસમાંથી કેટલીક પંક્તિઓ અથવા પંકિતખંડો સીધેસીધાં લઈ લીધાં છે, કેટલીક પંકિતઓ થોડાક શાબ્દિક ફેરફાર સાથે લીધી છે, અને કેટલીક વાર મેધરાજે ઘણુંખરું પોતાના જ શબ્દોમાં, પણ ઋષિવર્ધનની પંકિતઓ લક્ષમાં રાખીને જ પોતાની પંક્તિઓ લખી હોય એમ જણાય છે. જ્યાં જ્યાં ઋષિવર્ધનને કંઈક નવું ઉમેર્યું કે કંઈક છોડી દીધું છે ત્યાં ત્યાં એને અનુસરીને વાચક મેધરાજે પણ તેમ કર્યું છે. આમ, રાસના આરંભથી તે અંત સુધી મૈધરાજે આ પ્રમાણે કર્યું છે, તો પછી એક યુદ્ધનો પ્રસંગ કવિએ પોતાની કલ્પના વડે કેમ ઉમેર્યું હશે એવો પ્રશ્ન આપણને થશે. એની ચર્ચા આગળ આપણે કરી છે. પરંતુ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૯૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
ઋષિવર્ધનની પંક્તિઓ સાથે સરખાવતાં એક તર્ક કરી શકાય એમ છે. આ પ્રસંગનું નિરૂપણ કરતાં ઋષિવર્ધનને લખ્યું છે:
તિહાં માસ એક રહી સયલ રાય, સેના સિરૂં કોસર્લિ નયરિ જાઈ; નલ આવિઉ રજ્જ સિરિ નિમિત્ત, ક્રૂર ભયિ કંપી કૂડ ચિત્ત. જૂઈ જીવીય લીધું સયલ રજ્જ, કૂબરનઈ દીધું યૌવરજ્જ
અહીં વર્ણવ્યા પ્રમાણે નળ સેના સાથે કોશલા નગરી જાય છે અને ત્યાં ‘જૂઈ ’(દ્યૂત)માં રાજ્ય જીતી લીધું એમ કવિએ વર્ણવ્યું છે. અહીં ‘જૂઈ ’તે ખદલે ઝૂઝઇ ' અથવા ‘ઝૂઝી' શબ્દ મૂકવાથી ‘નળ સેના સાથે આવ્યો અને યુદ્ધમાં એણે રાજ્ય જીતી લીધું' એવો અર્થ થાય. તો પછી ‘જૂઈ ’ તે બદલે ‘ઝૂઝિં’ સમજવાને લીધે તો મેધરાજે યુદ્ધનું વર્ણન નહિ કર્યું હોય, એવો તર્ક કરવાનું મન થાય છે. અલબત્ત, આ તો માત્ર એક તર્ક જ છે અને તેમ કરવાનું કારણ મેધરાજે પોતાના રાસના કથાવસ્તુ માટે ઋષિવર્ધનના રાસ પર સંપૂર્ણ આધાર રાખ્યો છે અને આ પ્રસંગના આલેખનમાં ઋષિવર્ધનને, ખીજા કવિઓની જેમ ધૃતનું વિગતે વર્ણન ન કરતાં, તેનો માત્ર થોડા શબ્દમાં નિર્દેશ કર્યો છે એ છે. વળી, આગળની પંક્તિમાં એમણે ‘સેના 'નો ઉલ્લેખ કર્યો છે. એટલે ચાવી રૂપ ‘જૂઈ' શબ્દના અર્થમાં સમજફેર થતાં આખો પ્રસંગ બદલાઈ જાય છે. આવી સમજફેર જો કદાચ થઈ હોય તો તેમ થવામાં કોઈ હસ્તપ્રતે પણ ભાગ ભજવ્યો હોય એમ પણ બની શકે. અલબત્ત, આ તો માત્ર એક તર્ક જ છે. સંભવ છે કે મેઘરાજે આવી કોઈ સમજફેરથી નહિ પણ પોતાની કલ્પનાથી આ પ્રસંગનું આલેખન કર્યું હોય.
ઋષિવર્ધનના રાસ પર કથાવસ્તુ માટે આધાર રાખ્યો હોવા છતાં સ્થળે સ્થળે મેધરાજે વિચાર, વર્ણન, અલંકાર, બોધ, ઇત્યાદિમાં પોતાની કલ્પના સારી રીતે ચલાવી છે અને એમાં આપણને સ્થળે સ્થળે કવિની મૌલિક સર્જનશકિતનું દર્શન થાય છે. એટલે ઋષિવર્ધનને અનુસરવાને લીધે કવિ મેધરાજમાં સર્જનશકિત કે કલ્પનાશકિત જ નથી એમ નહિ કહી શકાય. આ રાસમાં વર્ષાઋતુનું વર્ણન, વદંતીનું સ્વરૂપવર્ણન, વનમાં દવદંતીને માથે પડેલા દુઃખનું વર્ણન, ભીમરાજના દૂત કુશલાએ ભજવેલા નાટકનું વર્ણન, કૂબર અને નળના યુદ્ધનું વર્ણન ઇત્યાદિ વર્ણનોમાં કવિની મૌલિક નિરૂપણુશક્તિનો આપણને સારો પરિચય મળી રહે છે.
આ રાસમાં રહેલી કવિની એવી જ બીજી એક મૌલિક શક્તિ તે વિચારદર્શનની છે. જૈન રાસાઓ સામાન્ય રીતે દૂહા, ચોપાઈ અને જુદી જુદી દેશીઓની ઢાલોમાં લખાયા છે. આ રાસ પણ એ રીતે જ લખાયો છે. એમાં આ રાસની એક નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે ઘણાખરા રાસ કવિઓ જ્યારે દૂહાની પંક્તિઓમાં માત્ર કથાપ્રસંગ વર્ણવે છે ત્યારે મેધરાજ ધણુંખરું એમાં સદૃષ્ટાન્ત સુભાષિત કે મુક્તક જેવી રચનાઓ આપે છે. આ દૂહાઓ કથામાં ખરાખર બંધએસતા મુકાયા છે, પરંતુ તે જુદા તારવીને સ્વતંત્ર રીતે વાંચી શકાય એવા પણ છે. અને આવા કેટલાક બોધદાયક દૂહાઓ સુભાષિત તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય એવા છે. કવિની ભાષા સરળ છે અને વ્યવહારુ જ્ઞાન અને ઉપદેશ આપવાની એમાં રહેલી કવિની વૃત્તિ જોઈ શકાય એમ છે. એકંદરે દરેક ખંડમાં છૂટાછવાયા લખાયેલા આવા સુભાષિતાત્મક દૂહાઓ તથા ચોપાઈ અને ઢાલોમાં લખાયેલી એવી ઉપદેશાત્મક પંક્તિઓ ખૂબ રોચક અને રાસ માટે ઉપકારક બન્યાં છે. કેટલાક દૂહાઓમાં, અલબત્ત, કથાપ્રસંગો પણ વર્ણવાયા છે. પરંતુ આ રાસ વાંચતાં એકંદરે એવી છાપ પડે છે કે આવી ઉપદેશાત્મક પંક્તિઓ દ્વારા પોતાના વિચારો દર્શાવવાની કવિએ એક પણ તક જતી કરી નથી. જોકે એમ કરવામાં કેટલીકવાર પ્રમાણભાન ખરાખર જળવાયું નથી. કોઈક
Page #19
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૯૧ સ્થળે પ્રસંગ માત્ર બે જ પંક્તિમાં વર્ણવાયો હોય છે અને એને અનુલક્ષીને લખાયેલી આવી ઉપદેશાત્મક કડીઓ આઠદસ કરતાંયે વધારે હોય છે. આથી જ લગભગ સાડા છસો કડીના આ રાસમાં આવી કડીઓની સંખ્યા સવાબસો કરતા વધારે છે. આવી કડીઓમાં કવિની શિલી અને દૃષ્ટિ કેવી છે તે ઉદાહરણ તરીકે નીચેની થોડીક કડીઓ જોવાથી જણાશે :
નિષધરાજા નળને સારી રીતે ઉછેરી કલાવિદ્યામાં નિપુણ કરે છે એ પ્રસંગે કવિ બાળકને ઉછેરવા વિશે લખે છે :
બાળપણાથી લાલિયો, શીખવિયો નહુ જાત; રાગી તે મત જાણજે, વરી ગણ તાત. હંસમાંહિ જિમ બાપડું, બગ પામે અપમાન. તિમ પંડિત માંહિ મિલ્યાં, મૂરખ ન લહે માન. એ દેશે બહુ માનિયે, પરદેશે પૂજાય. પંડિત જિહાં જિહાં સંચરે, તિહાં રાને વેલાઉલ થાય. લાલે પાંચ વરસ લગે, તોડે જ દશ માંન, સોળ વર્ષનો સુત થયો, તવ તે મિત્ર સમાન. બાળપણે ન કળા ભણું, ન કર્યો ધન ઉપાય;
પાછે ચારે કેરડાં, કઈ પેરે ધોવે પાય. કવિ મેધરાજની આ પંક્તિઓ કવિ મહીરાજની આવી પંકિતઓની આપણને યાદ અપાવે છે : *
પાંચ વરસ લગઈ લાલીઈ, ભણવાઈ પછઈ હ; દસ વરસ લગઈ આદર કરુ, નીપજઈ સુત ભલુ તેહ સોળ વરસ હઉઆ પછી, મિત્ર તણી પરિ જાણિ; રીસ ન કરવી તેહનઈ, એહવી છઈ શાસ્ત્રવાણિ. પતિનઈ સહૂ કો માનઈ પામઈ અતિહિ મહત્ત્વ
મિ કામિ શોભા હઈ મોટઉં જ્ઞાન તત્ત્વ. જ્ઞાનવંતની સભામાંહિ, મૂષ આવી બઈરોઈ
રાજહંસમાં બગ જિમ, સહૂ કો તેહનઈ હસે દવદંતીના સ્વયંવરનું નિરૂપણ કરતાં, દીકરીને કેવો વર પરણાવવો જોઈએ અને એ માટે મોટાંઓની કેવી સલાહ લેવી જોઈએ તે વિશે સમજાવતાં કવિ મેઘરાજ કહે છે :
જે પણ મનમાં ઊપજે, ભલિ ભલેરી બુદ્ધિ; તો પણ ડાહ પૂછિયે, જિમ હોય કારજ સિદ્ધિ. લહુડ વડાં પૂછે નહિ, ન ગણે સયણ સનેહ, આપણ છંદે ચાલતાં, ખરો વિગૂયે તેહ. મૂરખ, નિરધન, વેગળો, શરો અતિહિ સરસ, કન્યા વરસ ત્રિગુણ હોયે, તે વર ગણે સદોષ.
* જુઓ મહીરાજત “નલદવદંતી રાસ પૃ૦ ૧૪; કડી ૧૨૯-૧૩૨
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ
ઘણી અનુકૂળ શીલસ્યું, વિદ્યા વય ધન દેહ, ગુણ સાતે જોઈ કરી, વર લીજે નિસંદેહ. એવો વર જોઈ કરી, માત પિતા દિયે ધૂમ, પાછે ધોરણ કર્મનું, ઈમ જંપે જગ સહુય. જે સુખણી થઈ એટડી, તો કહે કર્મ પ્રમાણ, ઊણી તો માવિત્રને ગાળ દિયે નિર્વાણુ.
સ્વયંવરમાં આવેલા રાજા કૃષ્ણરાજનું અભિમાન નળ ઉતારે છે એ પ્રસંગે કવિ લખે છે :
પર સંપત્તિ જિકો સહે, પરગુણ બોલે મી, વિષ્ણુ સ્વારથે ઉપગારી, તે મેં વિરલા દીઠ. થોડે પણ નિજ મહાજને, મનમાં વહે ગુમાન, ટીટોડીના પાઉ જિમ, ફોટિયું અભિમાન. ખળ અવિચારી આપણું, માંડે અધિક પરાણુ, મોટા સાથે માંડતા, નિશ્ચે મૂકે પ્રાણ. રાજા દુર્જન દરસણી, ધારાળુ મર્મ જાણુ, વૈદ્ય, ધની, અહિ યાચકો, મત કોપવસ્ત્રો જાણુ. નિખળ થિયું મંડે જિકે, અતિ મોટારાં આળ, ગર્દભ સિંહ શિયાળ જિમ, પામે મરણ અકાળ.
નિષધ રાજા પોતાની ગાદી નળને સોંપી સંયમ લેવાની ઇચ્છા કરે તે પ્રસંગે તેઓ જે વિચારે છે તે વિશે કવિ લખે છે :
તે સંયોગે ધર્મને, આળસ કરે ગમાર, કાણી કોડી કારણે, હારે સહસ દિનાર. વ્યાધિ ન પીડે જ્યાં લગે, જરા ન આવે અંગ, ઈન્દ્રીશક્તિ કુરંતડાં, કરવો ધર્મ સુયંગ. લાલચી લોભ ને લીલરી, લાલ વિશેષે થાય, ગરઢપણે આવેષડે, લક્ષણ દૂર પલાય. વચન ન માને છોકરાં નારી ન ધરે પ્રેમ, ખૂણે નાખી મેહલિયે, જો નહિ ગાંઠે હેમ. તપ, સંયમ, દાને કરી, વિદ્યા વિનય વિચાર, પ્રગટો ન થયો જેહ તે, શું આવ્યો સંસાર ?
કદંબ રાજા નળની આજ્ઞા માનતો નથી તે પ્રસંગે કવિ લખે છે :
તેજ હોય તો સહુ નમે, એહવો જગત સુભાવ, પાવક ઉપર કર ધરે, ભસમી ઉપર પાય. તેજે કરી સહુએ ખિહે, નામે ન બિહે કોય, સિંહ સર્પ ભીંતે લખ્યા, હાથ વાહીને જોય.
Page #21
--------------------------------------------------------------------------
________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૭ નળનો ભાઈ કૂબર નળને ધૃતમાં હરાવે છે અને દવદંતીને પણ જીતી લે છે એ વખતે જ્યારે તે દવદંતીને પોતાના અંતઃપુરમાં રહેવા કહે છે ત્યારે મંત્રીઓ એને સમજાવે છે :
છાંડે પોતાની પ્રિયા, નીચ રસે પરદાર, સરોવર મૂકી સિર થકો, બોટે કાગ ગમાર. નિરવાહક છે આપણો, પર નહીં આવે કાળ, કાજળ ઊઠી જાયચ્ચે, લોચન રહેશે તમ. રાન, સરોવર, રાજઘર, પરદારાનો સંગ,
વસિંભ વેગે પરિહરે, રહી ન કીજે રંગ. ઘત રમતાં રાજય ધર્યા પછી નળ-દવદંતી વનમાં ગયાં છે. એ વખતે દવદંતી પોતાના પિતા ભીમ રાજાને ત્યાં જઈને રહેવા માટે નળને કહે છે. પરંતુ નળનું મન માનતું નથી. દવદંતી સૂતી છે તે વખતે નળ વિચાર કરે છે :
જેહ જમાઈ સાસરે, માંડે ચિર વિશ્રામ, નામ ગમાડે બાપનું, તિમ પોતાની મામ. જે થોડો તિહાં વાહલો, પ્રાહુણો રંગરેલ, ઘણું રહેતાં પ્રીસિયે, ઘીને ઠામે તેલ, નિજ થાનક નર પૂજીએ, પરઘર નહુ પોસાય.
સૂરજને ઘર આવીઓ, શિહર ઝાંખો થાય. વનમાં અગ્નિમાંથી બચાવેલો સાપ કરડવાથી નળનો દેહ કદરૂપ બની જાય છે. એ વખતે નળ એ સાપને દર્શન ધારીને બોલે છે:
વેશ, કુનારી, ચોરટો, રાજા નીર અધાહ, જેગી પાવક પાળીઓ, દુર્જન છેહ દે દાહ. દુર્જનનો વિશ્વાસ, કરતાં હોયે હાણ, વાયસ જે ઘર રાખિયો ઘુઅડ બલ્યા નિરવાણ. દુર્જન જતને પાળિયો, એ તું મ કરે ઘાંખ, હંસે રાખ્યો બૂડતાં ઉંદરે કરડી પાંખ. મિત્ર અને કુમિત્રને રખે કરે વિશ્વાસ, બાળે બેહુ કોયા થકી, જિમ દવ બાળે ઘાસ. દુર્જન તે દુર્જન સહી, સીંચી જે અમિણ,
અંબ ન હોયે લિંબડો, જાતિ તણે ગુણેણ. નળ કૂબડો બની દધિપર્ણ રાજાને ત્યાં આવે છે એ વખતે તે પોતાનો પરિચય નળના સેવક તરીકે આપે છે. એ પ્રસંગે કવિ લખે છે :
સેવક કામે જાણવો, બંધવ કટે જાણ, ભાર્યા પણ નિરધનપણે, પરખીજે નિર્વાણ. સાહેલામાં સહુયે મળે, દોહિલે ન મળે કોય, વૃક્ષ ફળ્યાં દેખી કરી, પંખ આવ્યાં જોય.
સુર ૨૦ ૧૩
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૯૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
કુગામ વાસ, કુભારજા, સામિ નહિ સુવિવેક, પરવશ રોગે પીડિયો, ભરણથકી અતિરેક. વૈરીને માને પ્રભુ, જે જાણે ગુણવંત, પોતાનું પણ પરિહરે, નિરગુણ જાણે સંત. ભૂલો પણ પ્રભુ સેવિયે, ભલી સભા જે હોય,
ભલો પણ ભૂંડી સભા, તો છોડે નર જે. હુંડિક કદરૂપો છે છતાં તેનામાં જે ગુણ રહ્યા છે તે જોઈ દધિપર્ણ રાજા વિચારે છેઃ
રૂપ, કુરૂપ કશું કરે, માની જે ગુણ જોય, આíલ કેરાં ફૂલડાં, શિરે ન ચાઠે કોય. આડંબરે નહું પૂજિયે, ગુણે કરી પૂજાય, દૂધે વિના અલંકરી, નવિ વેચાય ગાય. કસ્તુરી કાળી હોયે, શિરે વહે નરરાય,
રૂપ કુરૂપે શું હુએ, ગુણ સઘળે પૂજાય. બાર વર્ષના વિયોગ પછી ભીમ રાજાને ત્યાં દવદંતી અને નળ પાછાં મળે છે એ પ્રસંગે કવિ લખે છે:
ઉત્તમ સાથે પ્રીતડી, પહેલી થોડી જોય, નદી તણે પટંતરે, છેડે વધતી હોય. નીચ સરીસી પ્રીતડી, પહેલી અધિકી થાય,
રાસભના ભુકાર જિમ, છેડે તૂટી જાય. કવિ મેઘરાજને આવી બોધક કડીઓમાં પ્રસંગોચિત પ્રાચીન કથા"ાત્રો કે ઘટનાઓનાં દૃષ્ટાન્ત આપવાનો–અર્થાન્તરન્યાસ અલંકાર પ્રયોજવાનો પણ શોખ જણાય છે. જુઓ:
જુઆરી ચોરી કરે છે, કોઈન ગણે લાજ, પરધરણી ધન હારજી, પીડવે ગમાઉ રાજ.
માંસ જીવનો પિંડ છેજી, નરગ તણે ઉપાય, બગ રાક્ષસ નરગે ગયોજી, માંસ તણે સુપસાય.
પદારા દુખદાયનીઝ, અપજસનો ભંડાર, જાત ગમાડે દ્રવ્યનું, રાવણ ચરિત સંભાર.
ચોરી દુખનું મૂળ છે, નરગતણું એ દૂતી, વધ બંધાદિ બહુ પરેજી, મરણ લહે શિવભુતિ. ઘેવર ક્ષેપક તપસ્વી થયો, ક્રોધ પ્રભાવે નરકે ગયો, ચારિત્ર્ય પાત્યાન એ સાર, ઉપશમ કીજે સુખદાતાર.
Page #23
--------------------------------------------------------------------------
________________ વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત H 195 પવનંજય નૃપગહિની, હનુમંતની જે માય, સતી શિરોમણી અંજના, દુખણી વનમાં થાય. જીવતાં પામે જગ, સુખ સબળાં સંસાર, યથા ભાનુ મંત્રીસરે, પામી સરસતી નાર. આમ, આ રાસમાં કવિએ સ્થળે સ્થળે સરળ ભાષામાં, સદાન્ત, સાલંકાર આવા દૂહાઓ મૂક્યા છે. એમ કરવાથી અલબત્ત, રાસ વધુ રસિક બન્યો છે અને રાસના સ્વરૂપની એક વિશિષ્ટ છાપ આપણું મન ઉપર પડે છે. તેમ છતાં, અગાઉ બતાવ્યું તેમ, કેટલીક વાર આવા દૂહાઓમાં પ્રમાણભાન જળવાયું નથી. કેટલીક વાર એક વિચારમાંથી બીજા વિચારમાં વિષયાંતર પણ થતું ગયું છે. અને વિયોગ પછી નળ-દવદંતીના મિલનપ્રસંગે સ્ત્રી વિશે કવિએ નીચેની જે પંકિતઓ લખી છે તેમાં ઔચિત્યભંગ પણ થતો હોય એમ જણાય છે : નારી વયણે કોણ ન ચૂકે, સુભટ શિરોમણી ધીરજ મૂકે, સ્ત્રી ફરસે વિહસે તરૂધાત, તો માણસની કેણી વાત. શસ્ત્ર શાસ્ત્ર પૂરા જિકે, કેહજો ના નામે શીશ, તે પણ નારી બોલડે, ચૂકે વિસાવીસ. માતપિતાને વંચિયે, સગાં સણેજા ભાય, નારી નેહે વશ કર્યા, માહા તે ગહિલા થાય. તાં લગે મતિ બુધિ સાંભરે, જો લગે શાસ્ત્ર વિચાર. નારી સાથે ગોઠડી, જા નહુ કરે અપાર. આમ, વસ્તુ, પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન ઇત્યાદિની દષ્ટિએ એકંદરે જોતાં નયસુંદર, સમયસુંદર કે મહીરાજના નલદવદંતી વિશેના રાસની કક્ષા સુધી આ રાસ પહોંચી શકે એવો નથી, અને ઋષિવર્ધનના રાસ પ્રત્યેનું એનું ઋણ ઘણું મોટું છે. તેમ છતાં કવિએ બતાવેલી પોતાની મૌલિક શક્તિની દષ્ટિએ જોતાં આપણા મધ્યકાલીન રાસસાહિત્યમાં આ રાસ નોંધપાત્ર સ્થાન ધરાવે છે એમ અવશ્ય કહી શકાશે.