________________
૧૭૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
આ રાસ છ ખંડની બધી મળીને લગભગ સાડા છસો કડીમાં લખાયેલો છે. રાસની શરૂઆત કવિએ શ્રી શાંતિનાથ તીર્થંકરને પ્રણામ કરીને કરી છે. આરંભની ખારેક પંક્તિમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રશસ્તિ છે. એમાં પણ ખીજી કડીમાં તો શ્રી શાંતિનાથ ભગવાનના જીવનની મહત્ત્વની ઘટનાઓની તિથિઓ આપવામાં આવી છે. આથી રાસની શરૂઆતમાં જ કવિતાની નહિ, પણ શુષ્ક હકીકતોની છાપ આપણા મન ઉપર પડે છે. આ પ્રશસ્તિ કવિએ વિગતે ગાઈ હોવાથી રાસ વાંચવાની શરૂઆતમાં જ મનમાં પ્રશ્ન થશે કે કવિ નલદવદંતીનું ચરિત્ર કહેવા માગે છે કે શ્રી શાંતિનાથ ભગવાનનું ? પ્રથમ પડેલી આ છાપ, પરંતુ કવિ આપણા મન પરથી તરત જ ભૂંસી નાખે છે. આગળ વાંચતાં, જે રીતે કવિએ એક પછી એક ખંડની રચના કરી છે તે જોતાં લાગે છે કે કવિ માત્ર કથાકાર જ નથી; એમની પાસે અસાધારણ કવિત્વશક્તિ પણ છે. કવિ ઋષિવર્ધનની જેમ વાયક મેધરાજે પણ ‘ ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્ર’ની નલકથાને અનુસરીને નળદવદંતીના પૂર્વજન્મની કથાથી રાસની શરૂઆત કરી છે. રાસના પહેલા ખંડમાં નળદવદંતીના પૂર્વભવની ઘટનાઓનું તથા નળદવદંતીના જન્મ અને ઉછેર, દવદંતીનો સ્વયંવર અને તેમાં નળને વરવું ઇત્યાદિ પ્રસંગોનું કવિએ નિરૂપણ કર્યું છે. કવિ દરેક ખંડને અંતે ચોપાઈની બે પંક્તિમાં તે તે ખંડની મુખ્ય ઘટનાઓનો નિર્દેશ કરે છે. એ પ્રમાણે પહેલા ખંડને અંતે કવિએ લખ્યું છે :
પૂરવ પાંચ ભવાંતર ચરી, નળરાજે દવદંતી વરી.
મુનિ મેધરાજ તણી એ વાણી, એટલે પહેલો ખંડ વખાણી.
નળ અને દવદંતી પૂર્વેના એક ભવમાં મસ્મણ રાજા અને વીરમતી રાણી હતાં. મમ્મણ અને વીરમતી શિકાર કરવા જતાં હતાં ત્યાં માર્ગમાં એક મુનિને જોતાં પોતાને અપશુકન થયા છે એમ માની તેઓએ મુનિને બાર ઘડી સુધી કષ્ટ આપ્યું તેનું વર્ણન કરતાં કવિ લખે છે :
Jain Education International
મારગે મુનિવર જે મિલે, વાંદીજે કર જોડ; ધર્મલાભ વળતો દિયે, સીઝે કારજ કોડ.
તિણે રાયે મૂરખપણે, અશુકન ચિત્ત વિચાર; સાથ વિછોહી સંતાપિયો, મુનિવર ધટિકા આર.
પરંતુ પછીથી એ મુનિને જોતાં તેમને પશ્ચાત્તાપ થાય છે, તેમના હૃદયનું પરિવર્તન થાય છે અને તેઓ મુનિને પોતાના ધેર તેડી જઈ તેમનો ઉપદેશ ગ્રહણ કરે છે. આ પ્રસંગનું કવિએ કરેલું પ્રાસાનુપ્રાસયુક્ત વર્ણન જુઓ :
સૌમ્યવદન ઋષિ નિરખિયો, હિયડે નરવર હરખિયો, પરખિયો સાચો મુનિવર એ સહી એ. પૂછે નૃપ ઋષિ ભાખોને, આવ્યા કહાંથી દાખોને,
આખોને જાસો હિાંથી કિહાં વહી એ? અનિયત વાસિ ઋષિ વદે, જાઉં યાત્રા અષ્ટાપદે,
ઉનમદે સાથ વિછોહો તેં કર્યો એ. ધર્મ કાજે બહુ અંતરાય, સાંભળ હો મોટા રાય, ઉપાય ધર્મ તો મૈં અણુસોં એ. રાયરાણી એ પ્રતિબુદ્ધ, પાય લાગે થઈ શુદ્ધ, વિશુદ્ધ મનશું ધેર તેડી ગયાં એ.
For Private & Personal Use Only
www.jainelibrary.org