SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિતઃ ૧૮૭ ઋષિવર્ધન : કૂબડ કાજલ સામલ દેહ, અતિ કરૂપ કિંહિ હડિક એહે; હુંડિક ઉપરિ નલની ભંતિ, ફકઈ દૂઈ છઈ મનિ દવદંતી. મેધરાજ : કિહાં હુંડિક એ કૂબડો, કાજળ વરણ કુરૂપી રે, હુંડિક ઉપરે ભીમીની નળની ફોકટ બ્રાંતિ રે. જૈન પરંપરાની નલકથા પ્રમાણે, દવદંતીને પૂછીને ભીમરાજા એના બીજા બનાવટી સ્વયંવરનો વિચાર કરે છે. પરંતુ ઋષિવર્ધને એવું આલેખન કર્યું છે કે દવદંતીના બીજા સ્વયંવરનો વિચાર પોતાનો મંત્રી ભીમરાજાને કહે છે. મંત્રી તરફથી આવું સૂચન થાય છે એ કલ્પના ઋષિવર્ધનની પોતાની છે. ઋષિવર્ધન લખે છે : આહાં અણાવું જિમ કિમ તેય, તું મંત્રી રાનઈ દિ ભેય; ભીમી સયંવર ફૂડઈ અન્ન, કહી હકારૂ ર દધિપુન્ન. રા સાથિ તેહ આવિસિ, સ્વયંવર નામિ જઈનલ સિઈ નારિ રેસ પસુઈ નવિ સહઈ નવ જીવતુ તિહાં કિમ રહઈ. ઋષિવર્ધનને અનુસરીને વાચક મેઘરાજે પોતાના રાસમાં આ પ્રમાણે આલેખન કર્યું છે ? મિ તિમ કરી અણાવો ઈહિ, જાણું છું નળ છે તિહાં; નવ રાજા પૂછ્યું પરધાન, મંત્રી મતિસાગર જે નામ. તવ મંત્રી બોલ્યો નૃપ સુણ, સ્વયંવર માંડ ભમી તણો, ફૂડો એ માંડો પરપંચ, તેડો દધિપન સબળ સંચ. દધિપન્ન સાથે નળ આવશે, જે નળ તિહાં જીવતો હશે, સ્વયંવર નામે તે કેમ રહે, નિજ નારી જાતી કીમ સહે? નારી રોસ પશુ નવિ ખમે, રોસે ભરિયા આતમ દમે, એક વસ્તુના અરથી દોય, વયર સુણે એ કારણ હોય. અહીં મેઘરાજે ભીમ રાજાના મંત્રીનું “મતિસાગર”એવું નામ પોતાની કલ્પનાથી આપ્યું છે. જૈન પરંપરાની નલકથા પ્રમાણે, દધિપર્ણ રાજા અને કૂબડો જ્યારે ભીમ રાજાને ત્યાં આવે છે ત્યારે કૂબડાને સૂર્યપાક રસોઈ બનાવવાનું કહેવામાં આવે છે અને કંઈ પણ આનાકાની વગર તે બનાવે છે. ઋષિવર્ધને એવું આલેખન કર્યું છે કે કૂબડાને જ્યારે સૂર્યપાક રસોઈ બનાવવાનું કહેવામાં આવે છે ત્યારે તે ભીમ રાજાને એમ કહે છે કે “તમે પહેલાં સ્વયંવર કરો, પછી હું રસોઈ કરીશ.” જુઓ : એ હુંડિક અહ ઘરિ સૂઆર, તિણિ આણિયા અહે તુરિત અપાર; ભીમ કહઈ હુંક નઈ ભાણ, પાક રસોઈ કરુ સુજાણ. તે બોલઈ અહે આવિયા રેલી, ભીમી સયંવર જોવા વલી, પહિલૂ સયંવર ઉચ્છવ કરુ, પછઈ રસવતી આદર ધરુ. ઋષિવર્ધનને અનુસરીને વાચક મેઘરાજે પણ પોતાના રાસમાં એ પ્રમાણે નિરૂપણ કર્યું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230223
Book TitleNal Davadanti Charita
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy