SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાભવ ગ્રન્થ કથામાં જ નહિ, મહાભારતની પરંપરાની કથામાં પણ કોઈ કવિએ કર્યો નથી. મહાભારતની અને જૈન પરંપરાની નળકથામાં નળ જ્યારે અક્ષવિદ્યા મેળવી પાછો ફરે છે ત્યારે તે પોતાના ભાઈ પાસેથી પોતાનું રાજ્ય જુગાર રમીને પાછું જીતી લે છે. આમ નળને પોતાના ભાઈ સાથે ખીજી વાર જુગાર રમતો બતાવાયો છે. પરંતુ હવે એની પાસે અક્ષવિદ્યા હોવાથી એ હારવાનો નથી એની ખાતરી છે. એટલે નળ દ્યૂતના વ્યસનથી હાર્યો હોવા છતાં ખીજી વાર એ જુગાર રમે છે એમાં ઔચિત્યભંગ કે વિચારદોષ રહેલો હોય એમ લાગતું નથી. પરંતુ વાચક મેધરાજે નળને ખીજી વાર દ્યૂત વડે નહિ, પણ યુદ્ધ વડે જીતતો ખતાવ્યો છે. કૂબર સાથેના નળના યુદ્ધનો પ્રસંગ કવિએ આ પ્રમાણે વર્ણાવ્યો છે : ચતુરંગ સેના પરવર્યાં, નળ નૃપ કરે પ્રયાણુ; જોર ધણું સેના તણું, જિમ સાયર ઉધાણો રે. અનુક્રમે કોશળ આવીઆ રે, ફૂબર સાંભળી વત્ત; અતિશય ઇર્ષ્યા ઉપની, રાજલોભ સંયુત્ત રે. કૂખર સાહમો આવીઓ, કટક જોઈ ને તામ; રાજ તણો તરસ્યો ધણો, માંડે સબળ સંગ્રામો રે. X X X યુદ્ધની ભયંકરતાનું વિગતપૂર્ણ ચિત્ર કવિએ કેવું સરસ દોર્યું છે તે જુઓ : બિહું દળે સુભટ સવિસાર રે ચડ્યા, સબળ સંગ્રામ રતૂર વાગે; શબ્દ શ્રવણે પડ્યો સાંભળે કો નહિ, ઘોષ નિર્દોષ બ્રહ્માંડ ગાજે. નળ રૂપ શૂર રંગ રોશે ભર્યો, સુભટ શૂમિ ચડ્યા બિહુ બિરાજે; જેમ નર સંયમી કરમ સાથે ભિડે, તેમ નળ શૂર સંગ્રામ છાજે, રથ રજ સબળ અંધારું ઊઠયું ઘણું, અશ્વ ગજ પૂર પડવા ઉછાયું; આપણું પારકું ઓળખે કો નહિં, દિનકર સહિત શું ગગન છોયું, પાયૐ પાયક, રથપતિë સ્થપતિ, અશ્વપતિ સૂઝ અસવાર સાથે; ગજપતિયેં ગજપતિ રોસભર ઝૂઝતા, શસ્ત્ર ખૂટાં પછે ખાચોખાથે, પ્રબળ હથિયાર તન તેજ દેખી કરી, કાતર કેટલા દૂર નાસે; સુભટ શરા ઘરે હોય વધામણાં, મંદી ખોલે યશ ના ઉલ્હાસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230223
Book TitleNal Davadanti Charita
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy