Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 9
________________ વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૮૧ દવદંતીના સ્વયંવરના સમાચાર સાંભળી દધિપણુ રાજા મૂંઝાય છે ત્યારે એને પોતાનું દુઃખ જણાવવા કૂબડો કહે છે: કાં નરવેર તમે ઈમ કરો, કહું છે તુમ દુઃખ; રાય કહે તુજને કહ્યાં, શું ઉપજયે સુખ. મન-દુઃખ, સ્ત્રી વ્યભિચારિણી, ધનવંચ્યો, અપમાન; વંચાણું સહુ આગળ, જે દુઃખ ફેડણહાર. જે તે આગળ ભાખતાં, લઘુતા લહે અપાર. દધિપર્ણ રાજા હકિક પાસેથી વિદ્યા લે છે તે પ્રસંગે કવિ બોધનાં વચનો કહે છે? વિનય કરી વિદ્યા પ્રહે કે ધન તણે પસાય, વિદ્યાર્થી વિદ્યા લિયે, ચોથો નથી ઉપાય. નીચ થકી વિદ્યા ભણી, લેતાં મ કરે લાજ; કર્દમથી મણિ સંગ્રહી, ડાહ્યો સાધે કાજ. ભણ ગાવે નાચવે, સાસરઘર, રણ કાજ, આહાર વ્યવહારે નવિ હુયે, આઠે ઠામે લાજ. દવતીને સ્વપ્ન આવે છે અને તેમાં પોતે એક આંબાના વૃક્ષ ઉપર ચડે છે. આ સ્વપ્નની વાત દવદંતી પોતાના પિતાને કહે છે અને જૈન પરંપરાની નળકથામાં, અને એને અનુસરીને લખાયેલી કૃતિઓમાં ભીમ રાજા દવદંતીને માત્ર એટલું જ જણાવે છે કે એ સ્વપ્ન તેના ઉદયનું સૂચક છે. પરંતુ કવિ મેધરાજે સ્વપ્ન વિશે થોડો વધુ ખુલાસો કર્યો છે, જે બતાવે છે કે કવિ પરંપરાની નલકથાને ચુસ્તપણે વળગી ન રહેતાં પ્રસંગોપાત્ત પોતાની કલ્પના પ્રમાણે તેની વિગતોમાં સુધારાવધારા કરે છે. આ પ્રસંગે કવિ લખે છે : ગે, વૃક્ષ, કુંજર તરુ ચડ્યો, ગૃહ વર પરવત શૃંગઃ દેખી જાગે માનવી, લહે લખમી મનરંગ. ઈશું કારણ પુત્રી સુણો, દેવી તે પુણ્ય રાસ, રાજ-લાભ આરામ તે, પામિશ તું ઉલાસ. છઠ્ઠા ખંડમાં કૂબડા ડિકની કસોટી થવી અને એ જ નળ છે એની દવદંતીને પ્રતીતિ થવી, નળે મૂળ સ્વરૂપ ધારણ કરવું, ભીમ રાજાને ત્યાં કેટલોક સમય રહી નળે કૂબેરને યુદ્ધમાં હરાવી એની પાસેથી રાજ્ય પાછું મેળવી લેવું, નિષધ દેવતાના ઉપદેશથી નળે ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લેવી, સંયમ ન પાળતાં અનશનવ્રત લઈ દેહનો અંત આણવો, દેવલોકમાં ધનદ તરીકે જન્મવું, દવદંતીનું પણ દીક્ષા લઈ, અનશન કરી, મૃત્યુ પામી દેવલોકમાં ધનદની પત્ની તરીકે જન્મવું, ત્યાંથી દવદંતીએ કનેકવતી તરીકે જન્મવું, કનકાવતીના સ્વયંવરમાં ધનદ અને વસુદેવનું આવવું અને કનકવતીએ વસુદેવને સ્વયંવરમાં વરવો અને અંતે કનકવતીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું–આટલા પ્રસંગોનું કવિએ નિરૂપણ કર્યું છે. ખંડને અંતે કવિ લખે છે : નળ પ્રગટયો ભાવઠ ઉદ્ધરી, પામ્યો રાજ પૂર્વભવ ચરી; મુનિ મેઘરાજ તણું એ વાણી, એટલે છટ્ટો ખવખાણું. આ ખંડમાં કવિ વાચક મેઘરાજે એવું વર્ણન કર્યું છે કે નળ કૂબાની સાથે યુદ્ધ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું. જૈન પરંપરાની નળકથામાં વાચક મેઘરાજે કરેલો આ ફેરફાર ફક્ત જૈન પરંપરાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23