Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 232
________________ ૨૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત વંદન, ભક્તિ અને ત્રુટિઓનું પ્રતિક્રમણ તથા ક્ષમાયાચના છે. (૧૧) પ્રશ્ન :- નોકા અને પત્યુ પાઠોના વિષયોમાં શું અંતર છે? જવાબ :- લોગસ્સના પાઠમાં વર્તમાન ૨૪ તીર્થકરોની નામ સહિત ગુણસ્તુતિ છે, સાથે સાથે વચન દ્વારા ભાવ વંદન પ્રગટ કરવામાં આવે છે. નમોત્થણના પાઠમાં તીર્થકર સિદ્ધ થયેલા સિદ્ધ ભગવંતોના ગુણગ્રામ છે, સાથે સાથે નમસ્કાર પણ કરવામાં આવ્યા છે. પ્રશ્ન :- નમોત્થણના પાઠથી ગુણગ્રામ નમસ્કાર કેટલીવાર કરવા? જવાબ:- ૧. સિદ્ધોની મુખ્યતા હોય તો કેવલ એકવાર ૨. અરિહંતોની મુખ્યતા હોય તો પ્રથમ સિદ્ધને, પછી અરિહંતને એમ બે વાર ૩. ધર્મગુરુ ધર્માચાર્યની મુખ્યતા હોય તો ભરતક્ષેત્રમાં અરિહંત ભગવાન વિચરતાં હોય તો સિદ્ધ, અરિહંત અને ગુરુને એમ ત્રણ વાર નમોન્યુર્ણથી વંદન કરવું અને જો અરિહંત ભગવાન ભરત ક્ષેત્રમાં વિચરતાં ન હોય તો સિદ્ધ અને ગુરુને એમ બે વાર નમોત્થણંથી વંદન કરવું. ગુરુ માટે જમોત્થM નો પાઠ સંક્ષિપ્ત જુદો હોય છે. પ્રશ્ન :- આ ઉપરોક્ત વંદન સંબંધી જ્ઞાનનો આધાર પ્રમાણ શું છે ? જવાબ:- રાયપસણીય સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, આદિના વંદન પ્રકરણોના આગમ પાઠ જ કહેવાયેલા વંદન જ્ઞાનના મુખ્ય આધાર છે. તેના હેતુ આધારથી આ સમાધાન કરવામાં આવ્યું છે. પ્રશ્ન :- એક જ વારમાં એક સાથે બે વંદન પાઠોથી વંદના કરી શકાય છે? જવાબ:- ના, એક પ્રસંગમાં ઉપરના સમાધાનો અનુસાર કોઈપણ એક પાઠથી વંદન કરવું જોઈએ. પ્રશ્ન :- પ્રતિક્રમણમાં તિબ્બત્તોના પાઠથી વંદન કરીને પછી તેની સાથે ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે ? જવાબ:- તે ખોટી પરંપરા છે. પ્રતિક્રમણની વચ્ચે ત્રણ જગ્યાએ ખમાસમણાના પાઠથી વંદન કરવા તે યોગ્ય છે. તેના સિવાય વચ્ચે વારંવાર તિખુત્તોના પાઠથી વંદન કરવું તે બરાબર નથી. એ ખોટી ભ્રમણાથી ચાલતી પરંપરા માત્ર છે. પ્રતિક્રમણ શરૂ કરવાની આજ્ઞા પ્રત્યક્ષમાં ગુરુ અથવા રત્નાધિકને તિgત્તો ના પાઠથી પ્રત્યક્ષ વંદન કરીને લેવાય છે અને પ્રતિક્રમણના અંતમાં પ્રત્યક્ષ ગુરુવંદન વિરૂઘુત્તોના પાઠથી કરીને ક્ષમાયાચના એવં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં આવે છે તથા તે બંને સમયે બધા રત્નાધિકોને પ્રત્યક્ષ વંદન તિખુત્તોના પાઠથી કરવામાં આવે છે. પ્રતિક્રમણની વચમાં– (૧) વ્રત અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પહેલાં, (૨) પ્રાયશ્ચિત્ત શુદ્ધિ કાયોત્સર્ગ કરવા પહેલાં અને (૩) પ્રત્યાખ્યાન કરવા પહેલાં આ ત્રણ જગ્યાએ ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે." Jain Education International w.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276