Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 266
________________ ૨૬૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત જ્ઞાનથી સંપૂર્ણ લોકને પ્રકાશિત કરે છે. સામાયિક વ્રત લેવાનો પાઠઃપ્ર. ૧:– સામાયિક વ્રત કોને કહે છે? જવાબ :- જે વ્રતમાં ૧૮ પાપોનો ત્યાગ કરવામાં આવે છે અને સમભાવને ધારણ કરવામાં આવે છે, તેને સામાયિક કહે છે. પ્ર. ૨ - સામાયિક વ્રત કેટલા સમયનું હોય છે? જવાબ :- સામાયિકનો નિશ્ચિત સમય એક મુહૂર્ત (૪૮ મિનીટ)નો છે. એને એક સામાયિક કરવાનું કહેવાય છે. પ્ર. ૩ – કરણ કોને કહે છે? જવાબ:– કરવું, કરાવવું અને અનુમોદના રૂપ ક્રિયાને કરણ કહે છે. પ્ર. ૪ – યોગ કોને કહે છે? જવાબઃ મન, વચન અને કાયાના વ્યાપારને યોગ કહે છે. પ્ર. ૫:- બે કરણ ત્રણ યોગ શું છે? જવાબ:- ૧૮ પાપ, મનથી, વચનથી અને કાયાથી કરવા નહીં અને કરાવવા પણ નહીં. પ્ર. ૬:– મનથી કરવાનું શું છે? જવાબ :- પાપ કરવાનો મનમાં સંકલ્પ કરવો. પ્ર. ૭ઃ– મનથી કરાવવાનું શું છે? જવાબ: પાપ કરાવવાનો મનમાં સંકલ્પ કરવો. પ્ર. ૮– મનથી અનુમોદના શું છે? જવાબ:- પાપ કાર્યોને મનમાં સારા સમજવાં. પ્ર. ૯:– વચનથી કરવાનું શું છે? જવાબ:- પાપ કાર્યના સંકલ્પને વચનથી પ્રગટ કરવા, પ્રતિજ્ઞા કરવી. પ્ર. ૧૦ – વચનથી કરાવવાનું શું છે? જવાબ:- પાપ કાર્ય કરવા માટે બીજાને કહેવું. પ્ર. ૧૧ - વચનથી અનુમોદના શું છે? જવાબ – પાપ કાર્યની તથા પાપ કાર્ય કરનારાની પ્રશંસા કરવી ઘણું સારું કર્યું આદિ બોલવું. પ્ર. ૧૨ :– કાયાથી કરવાનું છે ersonal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276