Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 264
________________ ૨૬ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા જવાબ :- કાઉસ્સગ્નમાં મુખ્ય ૧૨ આગાર છે. પ્ર. ૪:- કાઉસ્સગ્ગનો શું અર્થ છે? જવાબ:- શરીરથી હલવું આદિ બધી પ્રવૃત્તિ બંધ કરી સ્થિર રહેવું અને શરીર પ્રત્યે મમતા ન રાખવી; તેમજ વચનથી મન થવું અને મનને એકાગ્ર કરવું. પ્ર. ૫:- કાઉસ્સગ્ગ કેવી રીતે કરાય છે? જવાબ – બે રીતે કરાય છે ૧. ઊભા રહીને બંને હાથોને પગની પાસે સીધા લાંબા રાખીને બંને પગોને કંઈક(આઠ આંગલ) દૂર રાખીને એકાગ્ર દષ્ટિથી સ્થિર રહેવું ૨. સુખાસન આદિથી સીધા બેસીને, પગ પર જમણી હથેળીને ડાબી હથેળી પર રાખીને એકાગ્ર દૃષ્ટિથી સ્થિર રહેવું. પ્ર. ૬ – બાર આગાર કયા છે? જવાબ – ૧. શ્વાસ લેવો ૨. શ્વાસ છોડવો ૩. ઉધરસ આવવી ૪. છીંક આવવી ૫. બગાસું આવવું . ઓડકાર આવવો ૭. વાયુ છૂટવો ૮. ચક્કર આવવા ૯. પિત્ત વિકારથી મૂર્છા આવવી ૧૦. અંગોનું સૂક્ષ્મ હલન ૧૧. કફનું સૂમ હલન ૧૨. દષ્ટિનું સૂમ હલન. પ્ર. ૭ – આગાર કેમ રાખવામાં આવે છે? જવાબ :- આગારમાં કહેલી પ્રવૃત્તિ થઈ જવા પર કાઉસગ્ગ ખંડિત થતો નથી એટલે આગાર રાખવામાં આવ્યા છે. પ્ર. ૮:- કાઉસ્સગ્નમાં શું કરવામાં આવે છે? જવાબ:- કાઉસ્સગ્નમાં આત્મચિંતન, વ્રતોમાં લાગેલા દોષોનું ચિંતન, પોતાના અવગુણોનું તથા તીર્થકર આદિના ગુણોનું ચિંતન કરવામાં આવે છે. કષાય ત્યાગ અને ક્ષમા ધોરણ સંબંધી ચિંતન કરવામાં આવે છે. ધર્મધ્યાન અથવા શુક્લ ધ્યાન કરવામાં આવે છે. પ્ર. ૯:– કાઉસ્સગ્ગ પૂર્ણ કેવી રીતે કરવામાં આવે છે? જવાબ:- પોતાના ઇચ્છિત વિષયનું ચિંતન અથવા ઇચ્છિત સમય પૂર્ણ થઈ જવા પર નમો રિહંતાઈ એવું ઉચ્ચારણ કરતાં કાઉસ્સગ્ગ પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારપછી કાઉસ્સગ્ન શુદ્ધિનો પાઠ અને ૨૪ જિન સ્તુતિનો પાઠ બોલવો જોઈએ. ચોવીસ જિન સ્તુતિનો પાઠઃપ્ર. ૧ – આ પાઠમાં કોની સ્તુતિ કરવામાં આવી છે? જવાબ :– ભરતક્ષેત્રમાં થયેલ ૨૪ તીર્થકર ભગવાનના નામ બોલીને, તેની For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276