Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 269
________________ અનુભવ અર્ક: આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૬ ૨૬૦ ૧. સામાયિકના નિયમનો ભંગ થાય છે. ૨. બીજા પર ઘૂંક ઉડે છે. ૩. તેની ભાષા (સાવધ) પાપકારી હોય છે. ૪. વાયુકાય આદિ જીવોની વિરાધના થાય છે. ૫. શાસ્ત્ર આદિ પર ઘૂંક ઉડે છે. (૩) બંને હાથ જોડીને ગુરુવંદન કરતી વખતે મુખવસ્ત્રિકાને મુખ પર રાખવી આવશ્યક છે. તેનું પાલન પણ હાથમાં રાખવાથી થતું નથી. (૪) મુહપત્તિ હાથમાં રાખનારા સાધુ સાધ્વી પણ ખુલ્લા મોઢે અયતના પૂર્વક બોલે છે. એથી સ્પષ્ટ જ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. એટલે મુહપત્તિ મોઢે બાંધીને જ સામાયિક કરવી જોઈએ. પ્ર. ૮:– સામાયિક કરવાથી શું-શું લાભ છે? જવાબ :(૧) એક મુહૂર્તને માટે હિંસા આદિ ૧૮ અઢારેય પાપ છૂટી જાય છે. (૨) સંસારના અનંત પ્રાણીઓને અભયદાન મળે છે. (૩) સાંસારિક જીવનથી વિશ્રાંતિ મળે છે. (૪) શાંતિ અને સમભાવની પ્રાપ્તિ થાય છે. (૫) એક મુહૂર્ત સુધી ધાર્મિક અભ્યાસ, ચિંતન, મનન, શાસ્ત્રશ્રવણ, વાંચન તથા સાધુ-સાધ્વીની સેવાનો લાભ મળે છે. (૬) જેનાથી આપણી ધાર્મિક રુચિ, વૈરાગ્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે. (૭) કેટલાય પ્રકારના જ્ઞાન વાંચવા અને સાંભળવા મળે છે. (૮) જેનાથી ક્લેશ કષાય છૂટે છે. (૯) ધન, પરિગ્રહની અને વિષય સુખની આસક્તિ છૂટે છે. (૧૦) સામાયિકમાં પાપનું સેવન છૂટી જવાથી ઘણાં નવા કર્મનો બંધ અટકી જાય છે. (૧૧) જ્ઞાન ધ્યાન આદિથી જુના પાપ કર્મનો પણ નાશ થાય છે. (૧૨) જેથી આત્મા હળુકર્મી બને અને નવા-નવા વ્રત લેવાની ભાવના થાય. એટલે દરરોજ ઓછામાં ઓછી એક સામાયિક અવશ્ય કરવી જોઈએ. પ્ર. ૯ઃ– રેલ ગાડી આદિમાં સામાયિક થઈ શકે છે? જવાબઃ વાહનમાં સંવર અને નિત્ય નિયમ વાંચન આદિ કરી શકાય છે. વાહન જ્યાં વધારે સમય રોકાય ત્યાં ઉતરીને એકાંત સ્થાન મળવાથી સામાયિક કરી શકાય છે. પ્ર. ૧૦:- સામાયિક વિધિ સહિત જ લેવી જોઈએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276