Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 261
________________ અનુભવ અર્ક આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૬] ,ર૫૯ રપ૯ જવાબ:- સાધુ સાધ્વી આદિ પ્રત્યે પોતાનો વિનય ભાવ પ્રગટ કરવાને વંદના કહે છે. પ્ર. ૨ – વંદના કેટલા પ્રકારની હોય છે? જવાબ – વંદનાના ત્રણ પ્રકાર છે. (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ. પ્ર. ૩ – જઘન્ય વંદના કોને કહે છે? જવાબ – બંને હાથ જોડીને મસ્તક ઝુકાવતાં "મર્થીએણે વંદામિ" બોલવું તે જઘન્ય વંદના છે. પ્ર. ૪:– જઘન્ય વંદના ક્યારે કરવી જોઈએ? જવાબ :- ગૌચરી, વિહાર અથવા કોઈપણ કાર્ય માટે જતાં અથવા આવતાં સાધુ સાધ્વી સામે મળી જાય ત્યારે જઘન્ય વંદના કરવી જોઈએ. પ્ર. ૫ – મધ્યમ વંદના કોને કહે છે? જવાબ:– ત્રણ વાર પ્રદક્ષિણા-આવર્તન કરીને પંચાંગ નમાવીને તિgત્તોના પાઠથી વંદના કરવી તે મધ્યમ વંદના છે. પ્ર. ૬ – મધ્યમ વંદના ક્યારે કરવી જોઈએ? જવાબ:- સાધુ સાધ્વીજી પોતાના સ્થાન પર સ્થિર આસનમાં બેઠા હોય અથવા ઉભા હોય ત્યારે મધ્યમ વંદના કરવી જોઈએ. પ્ર. ૭ઃ– મધ્યમ વંદના દિવસમાં કેટલીવાર કરવી જોઈએ? જવાબ:- દિવસમાં એકવાર અવશ્ય કરવી જોઈએ તથા સામાયિક આદિ કરતી વખતે સ્વાધ્યાય આદિ ધાર્મિક કાર્યોની આજ્ઞા લેતી વખતે પણ મધ્યમ વંદના કરવી જોઈએ. પ્ર. ૮:- સાધુ સાધ્વીજીની પાસેથી વારંવાર નીકળવાનું થાય અથવા તેની પાસે વારંવાર જવાનું થાય તો કઈ વંદના કરવી જોઈએ? જવાબ :- એકવાર મધ્યમ વંદના કર્યા પછી જતાં વખતે અને આવતા વખતે જઘન્ય વંદના અવશ્ય કરવી જોઈએ. પ્ર. ૯:- વંદના કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ:- (૧) ઉત્તરાસંગ અથવા રૂમાલ આદિ મોઢા પાસે રાખવો જોઈએ (ર) ઓછામાં ઓછા ત્રણ ચાર હાથ દૂર ઉભા રહીને વંદના કરવી જોઈએ (૩) આંખ અહીં તહીં ન ફેરવતાં ગુરુની સામે એકાગ્ર દષ્ટિ રાખવી જોઈએ. (૪) વ્યાખ્યાન આદિ પ્રસંગમાં મૌનપૂર્વક વંદના કરવી જોઈએ (૫) ઊંચા સ્વરથી ન બોલતાં મંદ સ્વરથી બોલી વંદના કરવી જોઈએ. જ્યાં બોલવાથી કોઈના કાર્યમાં બાધા પહોંચે તો મૌનપૂર્વક વંદના કરવી જોઈએ.(૬) આપણાં નખ, પસીનો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276