Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 254
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત વિધિ :– ગુરુ મહારાજની તરફ મોઢું રાખીને સીધા ઊભા રહેવું અથવા પૂર્વ તથા ઉત્તર દિશામાં અરિહંત અથવા સિદ્ધ ભગવાનની સ્મૃતિ કરી તેની તરફ મુખ કરી ઊભા રહેવું. પછી તેની સામે હાથ જોડીને તેમના મસ્તકની જમણીથી ડાબી તરફ હાથોને ફેરવતાં ત્રણવાર તેનું આવર્તન કરવું, પછી વિનયયુક્ત ઘૂંટણે અને પંજાના બળે બેસીને (સવારેમિ થી પુખ્તુવાસામી સુધી બોલીને) ગુણકીર્તન કરવું. પછી ‘મર્ત્યએણે વંદામિ’ બોલતી વખતે કમર વાળીને પંચાંગથી નમસ્કાર કરવા. અર્થાત્ બે ઘૂંટણ બે હાથ અને મસ્તક ભૂમિ પર લગાવીને પૂર્ણ વંદના કરવી. પર ગમનાગમન અતિચાર શુદ્ધિનો પાઠ (ફરિયાવહી) - હે ભગવાન હુંઈર્યાપથિકી વિરાધનાનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. માર્ગમાં ગમનાગમન કરતાં કોઈ પ્રાણીને કચર્યા હોય, કોઈ બીજને કચર્યા હોય, કોઈ લીલી વનસ્પતિને કચડી હોય, ઝાકળ ઓસ, કીડીના દર, ફુગ, પાણી, માટી (સચિત) અને મકડીના જાળાને કચડયા હોય અને જે મેં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પ્રાણીઓની વિરાધના કરી હોય. જેમ કે- ૧. સન્મુખ આવતા હણ્યા હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં કર્યા હોય ૫. સ્પર્ધા હોય ૬. કષ્ટ પહોંચાડ્યુ હોય ૭. વધારે કષ્ટ પહોંચાડ્યું હોય ૮. ભયભીત કર્યા હોય ૯. એક સ્થાનેથી બીજા સ્થાને રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત કર્યા હોય, તો તેનું પાપ મારા માટે નિષ્ફળ હોજો. કાઉસ્સગ્ગ કરવાનો પાઠ (તસ્સ ઉત્તરી) : હે ભગવાન ! તે પાપ યુક્ત આત્માને શ્રેષ્ઠ બનાવવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, વિશુદ્ધ કરવા માટે, શલ્યોથી રહિત કરવા માટે અને પાપોનો નાશ કરવા માટે હું કાઉસ્સગ્ગ કરું છું. કાઉસ્સગ્ગમાં શ્વાસ લેવો, છોડવો, ઉધરસ આવવી, છીંક આવવી, બગાસું આવવું, ઓડકાર આવવો, વાયુનું છૂટવો, ચક્કર આવવા, મૂર્છા આવવી, થોડા અંગોનું હલવું, થોડો કફ ચાલવો, થોડી આંખ હલવી આદિનો મારે આગાર છે. એના થવાથી મારો કાઉસ્સગ્ગ ખંડિત અથવા વિરાધિત થશે નહીં. એના સિવાય જ્યાં સુધી હું "નમો અરિહંતાણં" એમ બોલીને કાઉસ્સગ્ગ ન પાળું ત્યાં સુધી મારું શરીર સ્થિર કરીને વચનથી મૌન રહીને અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરી પોતાના આ શરીરને વોસિરાવું છું. અર્થાત્ એનું મમત્વ ત્યાગીને કાઉસ્સગ્ગ કરું છું. ૨૪ જિન સ્તુતિનો પાઠ (લોગસ્સ) : લોકમાં ઉદ્યોત કરનારા, ધર્મ તીર્થની સ્થાપના કરનારા, રાગદ્વેષને જીતનારા, ૪ ઘાતી કર્મોનો નાશ કરનારા, ચોવીસ કેવળજ્ઞાની તીર્થંકરોની હું સ્તુતિ કરીશ. Jain Ecation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276