Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
View full book text
________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૫
પપ
(૭) સંશય – સામાયિકના ફળમાં સંદેહ રાખવો. (૮) રોષ:- સામાયિકમાં ગુસ્સો કરવો, કષાય કરવો. (૯) અવિનય :- સામાયિકમાં દેવ ગુરુનો બરાબર વિનય ન કરવો. (૧૦) અબહુમાન :- સામાયિક પ્રત્યે હૃદયમાં આદરભાવ ન રાખવો. વચનના ૧૦ દોષઃ(૧) કુવચન:- ખરાબ શબ્દો બોલવા, ગાળ દેવી. (૨) સહસાકાર :- વગર વિચાર્યું બોલવું. (૩) સ્વછંદ – સાંસારિક ગીત અથવા અશ્લીલ ગીત આદિ બોલવા. (૪) સંક્ષેપ :- સામાયિકના પાઠ આદિને સંક્ષેપ કરી બોલવા. (૫) કલહ :- ક્લેશકારી વચન બોલવું, કલહ કરવો. () વિકથા:- દશકથા, રાજકથા, સ્ત્રીકથા, આહાર કથા કરવી, અથવા એ વિકશાયુક્ત પત્રિકા, સમાચાર પત્ર આદિ વાંચવા. (૭) હાસ્ય:- હાંસી મજાક કરવી, અન્યને હસાવવા. (૮) અશુદ્ધિ :- સામાયિકના પાઠને અશુદ્ધ બોલવા અથવા સામાયિકમાં અકલ્પનીય ભાષા બોલવી. જેમ કે અવ્રતીને આવો, પધારો, જાઓ આદિ આદર, આદેશ સૂચક શબ્દ બોલવા અથવા સાવધ વચન બોલવા. (૯) નિરપેક્ષ – મારે સામાયિક છે, એની સાવધાની રાખ્યા વિના બોલવું. (૧૦) મુરમુણ – સ્પષ્ટ ઉચ્ચારણ ન કરવા. કાયાના ૧ર દોષ:(૧) કુઆસન :- પગ પર પગ રાખીને અથવા પગ ફેલાવીને બેસવું, અર્થાત્ અભિમાન અથવા અવિવેકપૂર્ણ આસનથી બેસવું. (૨) ચલાસન - આસન સ્થિર ન રાખવું, ખાસ કારણ વિના અહીં તહીં ફરતાં રહેવું. (૩) ચલદષ્ટિ – જ્ઞાન ધ્યાનમાં એકાગ્ર ન થતાં અહીં-તહીં જોતાં રહેવું. (૪) સાવધ ફિયા :- સ્વાધ્યાય, ધર્મધ્યાન, આદિ ધાર્મિક કાર્ય સિવાય અન્ય ગૃહ કાર્ય અથવા સમાજ કાર્ય કરવું. (૫) આલંબન – ઓઠીંગણ લઈને બેસવું અથવા ઊભા રહેવું. (૬) આકુંચન પ્રસારણ :- વારંવાર હાથપગ આદિને અકારણ લાંબા ટૂંકા
કરવા.
(૭) આળસ – આળસ કરવી, સુસ્ત બેસવું. (૮) મોડનઃ- આંગળી આદિના ટાચકા ફોડવા. (૯) મલ – શરીરના કોઈ અવયવનો મેલ ઉતારવો. (૧૦) વિમાસણ – આર્તધ્યાન કરવું, શોકાસનથી બેસવું અથવા સામાયિકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276