Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 247
________________ અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪ કરી શકાય છે. બૃહદ્ આલોયણાની જગ્યાએ તેનું વાંચન પર્વ દિવસોમાં અવશ્ય કરવું જોઈએ. (૪૩) પ્રશ્ન :- પ્રતિક્રમણ શું છે ? જવાબ ઃ– પ્રતિક્રમણ, એ વ્રત શુદ્ધિની, સ્વદોષ દર્શનની, દોષાવલોકનથી, ભાવ વિશુદ્ધિની અને સમભાવ વૃદ્ધિકરણની પ્રક્રિયા છે; આત્માને વ્રતોના સંસ્કારથી ભાવિત કરવાની પ્રક્રિયા છે. છદ્મસ્થ અવસ્થામાં સૂક્ષ્મ, સ્થૂલ ભૂલ થવી શક્ય છે. તેને પરિમાર્જન અવલોકનની આ પ્રશસ્ત પ્રક્રિયા છે. એવા પ્રતિક્રમણ કરનારાની સાથે બેસીને ધ્યાનપૂર્વક સાંભળવું શ્રદ્ધાને અને વ્રતરુચિને વધારનારુ થાય છે. આ શ્રવણ આત્માને સંસ્કારિત કરવાનું માધ્યમ પણ થઈ શકે છે. આનાથી વ્રત ધારણની પ્રેરણા પણ મળે છે. ક્યારેક કેટલાયનું સંક્ષિપ્ત રુચિથી કલ્યાણ થઈ જાય છે. જેમ કે ભગવતી સૂત્રમાં ‘વરુણ નાગ નટુઆ’ ના મિત્રનું દૃષ્ટાંત છે. તેણે મૃત્યુ સમયમાં એટલું જ કહ્યું કે મારા ધર્મી મિત્રે જે ધર્મ સ્વીકાર કર્યો છે, તેનો હું પણ સ્વીકાર કરું છું. એટલા માત્રથી તે અનંતર ભવથી (પછીના ભવથી) મુક્ત થવા યોગ્ય બની ગયો. એટલે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને બેકાર અથવા વ્યર્થ છે; એમ કહેવું ન જોઈએ. કારણ કે ગમે તેવી નાની ધર્મ ક્રિયા પણ કોઈના જીવનમાં મહત્ત્વશીલ વળાંક દેનારી થઈ શકે છે. એટલે પ્રતિક્રમણ કરવું અથવા સાંભળવું લાભકારી જ સમજવું જોઈએ, વ્રતધારણ કર્યા હોય કે ન કર્યા હોય. ધ્યાન એ રાખવું કે એકાગ્ર ચિત્તથી ભાવપૂર્વક પ્રતિક્રમણ સાંભળવું અને કરવું જોઈએ અને વ્રત ન લીધા હોય તેને લેવા માટે આત્મામાં પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. ૨૪૫ (૪૪) પ્રશ્ન :- શું ગુરુવંદન નાના મોટાના ક્રમથી કરવું જોઈએ ? અને વધારે સંત હોય અથવા શરીરમાં કોઈ બીમારી હોય તો યોગ્ય વંદન કેવી રીતે કરવું જોઈએ ? જવાબ :- સંભવ હોય તો નાના મોટાના ક્રમથી વંદન કરવું તે જ રાજમાર્ગ છે. વંદન કરવાની જે યોગ્ય વિધિ શીખડાવાય છે, તે અનુસાર જ ત્રણ આવર્તન પંચાંગ નમનયુક્ત વંદન શાંતિથી અને ભક્તિયુક્ત કરવું જોઈએ. રાજવેઠ અથવા વેઠની જેમ અથવા અસભ્યતા યુક્ત વંદન કરવું દોષ છે. વંદનની યોગ્ય વિધિની ઉપેક્ષા કરવામાં શ્રદ્ધા ભક્તિ અને વિવેકની ઉણપ થાય છે. એવું ક્યારેય પણ ન કરવું જોઈએ. જો સમય અભાવ હોય અથવા સામાન્ય શારીરિક કારણ હોય તો પણ શાંતિપૂર્વક ત્રણ આવર્તન, પંચાંગ નમન તો આવશ્યક રૂપથી કરવું જ જોઈએ. ત્રણવાર ઉઠ બેસ ન થઈ શકે તો ફક્ત બેઠાં બેઠાં અથવા ઊભાં-ઊભાં જેવી શારીરિક પરિસ્થિતિ હોય તે પ્રમાણે વિવેકપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276