Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ સજા નથી, દોષિતને જ છે; પછી તે વ્યક્તિ નાની હોય કે મોટી હોય. ખુદ તીર્થકર પણ જો ભૂલ કરે તો તેમને પણ સજા છે જ. - સૃષ્ટિનું સર્જન કે સંચાલન કરવા માટે કોઇ વ્યક્તિની જરૂર નથી. એ સનાતન શાશ્વત સ્વયં સંચાલિત છે. ભાવમન, અંદરમાં રહેલ આત્માના ભાવો છે. દ્રવ્યમન, અણુપરમાણુની સંરચના છે. આ ભાવમન ચોવીસે કલાક પુણ્ય અને પાપનો બંધ કરાવે છે. ભાવમનને સમજવા તેનાં થોડાં પાસાં સમજવાં જોઇએ. ભાવમન સતત સક્રિય છે, અર્થાત્ તમારો આત્મા એક ક્ષણ પણ મનોભાવથી શૂન્ય હોતો નથી. પ્રતિક્ષણ તમારા આત્મામાં મનોભાવો જન્મે છે અને વિલીન થાય છે. તેની ઘટમાળ ચાલુ જ રહે છે ને તે જીવમાત્રમાં ચાલુ રહે છે. કીડી જેવા નાના જીવને પણ પ્રત્યેક ક્ષણે ભાવ થતો જ હોય છે. મનોભાવથી શૂન્ય કોઈપણ આત્મા આ જગતમાં નથી. પ્રતિક્ષણ પેદા થતા મનોભાવને ઉપયોગમન કહે છે. ભાવમનના મુખ્ય બે ભેદ છે. (૧) ઉપયોગમન (Conscious Mind) અને (૨)લબ્ધિમન (Unconscious Mind). ઉપયોગમનઃ ઉપયોગમન તે મનની સપાટી પર ઉપયોગરૂપે વર્તતા ભાવ જ છે. દા.ત. કોઈ માણસ આવીને વાત કરતો હોય ત્યારે કોઈ મોટો અવાજ કરે તો ત્યારે મન તે અવાજમાં જ જશે. નવી વ્યક્તિ ઘરમાં આવે ત્યારે ધ્યાન તેમાં જ જશે. જયારે મનને એકાગ્ર કરો ત્યારે તે વસ્તુ તમે જાણી સમજી શકો છો ને તેને અનુરૂપ ભાવો પેદા થાય છે. આ ઉપયોગમન ધારાબદ્ધ રીતે વહી રહ્યું છે. મનની ચંચળતા અને તરલતા ઉપયોગમનને આભારી છે, ઘડીકવારમાં તે આખી દુનિયાની સફર કરી પાછું આવે કે ભૂતકાળની વાત પર ચડી જાય છે. તેવી જ રીતે ક્ષણમાં ભવિષ્યમાં પણ જતું રહે છે. આ તરલ ગતિ કરનારું મન તે ઉપયોગમન છે. આ ઉપયોગમનનો ગતિશીલતાનો સ્વભાવ છે. મનનો સમગ્રતાથી વિચાર કરતાં ઉપયોગમન તે નાનો ભાગ બની જાય છે. મનમાં ઉપયોગમન એ સપાટી છે. Computer કેT.V. વગેરેમાં બંધ હોય ત્યારે પણ માહિતી સ્ટોરેજ તો હોય જ છે, પણ T.V. on કરો ત્યારે Screen પર તેટલું જ આવે જેટલી તેની Screen હોય છે. કોઈ ગામડિયો કે ન જાણનાર માણસ, આ પડદા પરની માહિતીને જ બધી માહિતી સમજી લે તો કેવો મૂરખ કહેવાય ! તેવી જ રીતે તમારી મનની સપાટીને જાણી લો તો તમારા આખા મનને જાણ્યું છે તેમ ન જ કહેવાય. જ્યારે પણ નિમિત્ત મળે છે ત્યારે તે પ્રમાણે સપાટી પર ભાવો જાગે છે. ધંધા કે પૈસાના વિચાર આવે ત્યારે ધંધાના આંદોલનો ચાલુ થાય, પરંતુ નિમિત્ત મળતાં તરત બીજા વિચારમાં પણ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 208