________________
પરોવાઈ શકો છો. જયારે ઊંડું મન લબ્ધિમન(Sub-conscious) કહેવાય છે, તેમાં આ વિચારોથી થોડુંક જ પરિવર્તન આવે છે.
લબ્ધિમનઃ
અધ્યાત્મની સાધના દ્વારા આ લબ્ધિમનનું જ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે અને તે પરિવર્તન લાવવા સપાટી સિવાયના મનમાં શું છે તે જાણવું જરૂરી છે. તમે તમારા મનને વાંચવાનું રાખ્યું છે કે દુનિયાને જ વાંચવાનું રાખ્યું છે? તમે કોઇપણ વૈચારિક પ્રવૃત્તિ કરો તો તે ચોક્કસ અનુસંધાન સાથેની હોય, કે તમારા મનમાં ગમે ત્યાંથી ટપકી પડે? તમારા મનની ગતિશીલતાનો કોઈ એક પ્રવાહ નથી, માટે જ ગમે ત્યારે ગમે ત્યાં ખેંચાઈ જાઓ છો.
પૂ. શ્રીસિદ્ધર્ષિગણિજીએ ઉપમિતિભવપ્રપંચ કથાની પહેલી પીઠિકામાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે કે, ધર્માત્મા વ્યક્તિ પ્રથમ તો નિષ્ઠયોજન વિચારે જ નહિ, અને કદાચ નિરર્થક વિચાર આવી જાય તો પણ વાણી દ્વારા તેને વ્યક્ત તો ન જ કરે અને કદાચ વાણી દ્વારા વ્યક્ત થઈ જાય તો આચરણ તો ન જ કરે.
તમે સવારથી સાંજ જે વિચારો તેનો કોઈ ખુલાસો ખરો? ગાંડાનું લક્ષણ શું? જે વગર કારણે પ્રવૃત્તિ કરે અને વિચારે. તેથી જ સમજદાર અને ડાહ્યા લોકો તેને કહેવાય કે જે નકામું વિચારે કે બોલે નહિ અને કરે પણ નહિ. જે પોતાનું ગાંડપણ સમજી શકે તે પણ ડાહ્યો થઈ જાય. આત્માને ઉપયોગી જ વિચારવું, બોલવું અને વર્તન કરવું તે જ ધર્મ છે અને તેનાથી ઊલટું તે અધર્મ છે. આ બધા તમારા મનોભાવોનો સપાટીરૂપે પણ તમે અભ્યાસ કરતા નથી. મનને તમે તમારા જીવનમાં વિષય તરીકે જ રાખ્યું જ નથી.
સામાયિક કરો ત્યારે સપાટીની શુદ્ધિ થાય પણ આંતરિકમનનું શુદ્ધિકરણ ન કરી શકો તો ભાવપૂર્વકની ક્રિયા કરી શકો નહિ. લબ્ધિમન(Sub-conscious)ના ભાવોની અસરથી સતત કર્મબંધ થાય છે. પૈસાના વિચાર કરવા માત્રથી કર્મબંધ નથી થતો પણ મનમાં રહેલી પૈસાની આસક્તિથી વગર વિચારે પણ ચોક્કસ કર્મબંધ થાય છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિના દષ્ટાંતમાં, માત્ર વિચારોમાં પલટો થવાથી જ તેમનું સારામાંથી ખરાબ વ્યક્તિત્વ અને તેથી તેમનું અધઃપતન થયું તેમ માનવું, તેમજ ખરાબમાંથી સારા વિચારો થવાથી જ સારા થવું તેમ માનવું, તે ભ્રમ છે. સારા વિચારોમાં રહેલી વ્યક્તિ દુર્ગતિમાં પણ જાય અને ખરાબ વિચારોમાં રહેલી વ્યક્તિ સદ્ગતિમાં પણ જાય, ત્યાં લબ્ધિમાન પણ કારણ છે. તેથી સમગ્ર ભાવમનનું મહત્ત્વ સમજવા જેવું છે.
ર એક જ મ
મ મ મ જ ક ક કે ક
છે કે જે
એક સર ક ર ક ક ક ક
ક
ક ક ક ક
ર
ર ર ર ક ક ક ક ક
ર
ક ક ક
ક ર
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org