Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ જડ સ્વરૂપે જડ દ્વારા જડ માટે જડને જાણવા-અનુભવવા સક્રિય બને છે અને તેનું જ નામ અધ્યાત્મશૂન્ય દશા છે. સારાંશરૂપે આપણી ચેતનામાં કર્તુત્વ જે બહાર પુદ્ગલમાં-જડમાં છે તેને અંદરમાં આત્મામાં લઈ જવું તે અધ્યાત્મ છે. સવારથી સાંજ સુધી જે મહેનત કરો છો તે જડ માટે, જડ દ્વારા, જડ સાધનોથી છે. જેમ કે માલપાણી ખાવાથી દેહ જ તગડો થવાનો, આત્મા નહિ. તમે તમારી તમામ પ્રવૃત્તિ જડ માટે જ જડ દ્વારા જડમાં જ કરો છો અને તે પણ જડભરત બનીને જ કરો છો. આ મૂઢતા છે. આત્મા જ દ્રવ્યમનનો સાધન તરીકે ઉપયોગ કરી તમામ પ્રવૃત્તિ કરે છે. ભાવમન એ દ્રવ્યમન દ્વારા આત્મામાં પેદા થયેલા ભાવો છે. અસંજ્ઞીને પણ સૂક્ષ્મ દ્રવ્યમાન હોય છે. માત્ર ૧૪મા ગુણસ્થાનકમાં જ દ્રવ્યમાન નથી હોતું. આત્માના અનંત જન્મ-મરણ થયા પણ આત્મા દેહથી કદીય સંપૂર્ણ જુદો નથી થયો, એક ક્ષણ માટે પણ દેહાતીત અવસ્થાનો અનુભવ થયો નથી. માના પેટમાં જે જન્મે તે સ્થૂળ દેહ, અને તેનો વિયોગ તે મૃત્યુ છે. અહીંથી મરીને પરલોકમાં જાઓ ત્યારે કાર્પણ અને તેજસ દેહબીજા ભવમાં પણ સાથે આવે છે. ભવયોનિ ઊંચી કે નીચી મળે પણ દ્રવ્યમન તો બધી જ યોનિમાં હોય જ છે, નહિ તો આત્મા ઉપયોગ પ્રવર્તાવી જ ન શકે. સતત કર્મબંધનું કારણ ભાવમન: તેના પ્રકાર અને પરિચય : ભાવમનથી કર્મબંધ થાય છે. કર્મના ૪ પ્રકારો છે. (૧) સ્પષ્ટ, (૨) બદ્ધસ્કૃષ્ટ, (૩) નિધત્ત અને (૪) નિકાચિત. દા.ત. જેમ કે આ ભીંત છે. તે કોરી કટ ને લીસી છે ને તેના પર ભીનાશ ન હોવાથી ધૂળ કે રજકણ અડીને ખરી જાય, પરંતુ ચોંટે નહિ. એને બદલે ખરબચડી, થોડી ભીની કે તેલની ચીકાશવાળી ભીંત હશે તો રજકણ-ધૂળ ચોંટી જશે. તેમ વીતરાગનો આત્મા લીસી ભીંત જેવો છે. તેના પર કર્મનાં રજકણો આવીને ખરી જાય છે, ચોંટતાં નથી. રસ વગરનું કર્મ આત્માને કોઇ બંધ કરતું નથી. બંધ શબ્દ એટલે જ ચોંટી જવું. રાગ-દ્વેષ એ જ ચીકાશ છે. જડનું આકર્ષણ તે જ રાગ છે. કર્મ ત્યારે જ ચોટે જયારે તમારામાં રાગદ્વેષ હોય. વીતરાગને કોઈ કર્મનો બંધ નથી થતો. ફક્ત મન, વચન, કાયાની પ્રવૃત્તિના કારણે સ્પંદન થાય છે, તેથી કર્મ આવીને સ્પર્શીને ખરી જાય છે. રાગ, દ્વેષ, મોહ, માન, માયા, અસૂયા, આસક્તિઓની પરિણતિઓ ભાવમનમાં રહે છે. આવા અસંખ્ય ભાવોથી આત્મા પર સતત કર્મ આવ્યા કરે છે. ભાવમનથી જ કર્મબંધ થાય છે. વિકસિત કે અવિકસિત, નાનું કે મોટું મન તો આ જગતમાં બધા જીવોને હોય છે. જો તેમનામાં શુભઅશુભ ભાવો ન હોય તો તેમને કારણ વગર કર્મબંધ થાય નહિ. જૈનશાસનમાં નિર્દોષને * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 208