Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ પસ્તાવો થયો, પણ ગુસ્સો આંખ પર આવ્યો અને તેથી આંખને સજા કરવાની વૃત્તિથી પોતે આંખમાં મરચાંની ભૂકી નાખી. આમ તો આ દૃષ્ટાંત તેમની પાપ પ્રત્યે તિરસ્કારની જાગ્રતિ જ બતાવે છે; પણ વાંક કોનો હતો? તેમની આંખનો કે તેમના મનનો? આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી પ્રવૃત્તિ થઈ અને આ કોઈ પ્રયશ્ચિત્તનો પણ યોગ્ય પ્રકાર નથી. વરસો પહેલાં મને એક સજ્જન ડોક્ટર મળેલા કે જેમણે પોતાની પ્રેક્ટીસ છોડીને આધ્યાત્મિક જીવન જીવવા પ્રયત્ન ચાલુ કરેલો. તેમને ખાવા-પીવાની આસક્તિ ખૂબ નડતી એટલે તેમણે વિચાર કર્યો કે, આ દાંત છે તો જાતજાતની વસ્તુઓ ચાવીને તેના ટેસ લેવાના નખરા સૂઝે છે. જો દાંતને જ મૂળમાંથી કાપી નાખીએ તો પછી સીધો નરમ ખોરાક વગર સ્વાદ લીધે પેટમાં ઊતરી જાય અને આસક્તિ તૂટી જાય. એટલે તેમણે આખી બત્રીસી કઢાવી નાખી. પરંતુ થોડા વખતના અનુભવ પછી ખ્યાલ આવ્યો કે આસક્તિ ટળી નથી, એટલે મને કહે કે મહારાજ સાહેબ ! મેં જલદ ઉપાય કર્યો તો પણ હું નિષ્ફળ ગયો. ત્યારે મારે કહેવું પડ્યું કે તમે ઉપાય જ ખોટો અજમાવ્યો, કારણ કે ખાવાની આસક્તિ તમારા દાંતમાં હતી કે તમારા ભાવમનમાં હતી? દાંત તો સાધન હતા. તેમનો નાશ કરવાથી કંઈ તમારા દોષનો નાશ ન થાય. પણ આવી ઘણી ગેરસમજ લોકોને હોય છે. ઘણા બોલતા હોય છે કે શું કરીએ મહારાજ સાહેબ! મન પાપ કરાવે છે. અમે અમારા મન આગળ હારી જઈએ છીએ. પણ વાસ્તવમાં જવાબદારી કોની? દ્રવ્યમન પણ સાધન છે, પ્રેરકતો આત્મા છે. ધંધામાં Taxation(કર)ની ચોરી પણ શેઠના કહેવાથી પગારદાર નોકર કરતો હોય તો પણ પગલાં શેઠ સામે જ લેવાય છે. તેને નોકરનો ગુનો નથી ગણવામાં આવતો. આપણે જ આપણા મનના માલિક છીએ-શેઠ છીએ, તેથી બીજા પર દોષનો ટોપલો ન જ ઓઢાડાય. આત્મા જ એક એવી વસ્તુ છે જે પોતે જ પોતાને ઓળખી શકે, સમજાવી શકે ને પોતાને બદલી પણ શકે. આત્મા જેવું બીજું એક તત્ત્વ નથી જે આવી રીતે પોતે જે પોતાને સમજાવી શકે, બદલાવી શકે.. આત્મા જ આત્માને આત્મામાં આત્મા દ્વારા જાણે, તે જ અધ્યાત્મ છે, ને તે જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. અધ્યાત્મ, તમારી ચેતના જે જડમાં જડ દ્વારા જડ થઇને ફેલાયેલી છે, તેને આત્મામાં આત્મા દ્વારા આત્મા માટે લઈ જાય છે. આ વિશ્વમાં કર્તા, હર્તા, ભોક્તા એ બધું આત્મા જ છે. દેહના સંચાલનમાં આત્મા વગર બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય. આ આત્મા પર તમે અત્યાર સુધી વિચાર જ કર્યો નથી. આત્માના ચમકારા જોવા માટે પણ દૃષ્ટિ જોઇએ. તમારી ચેતના, ચેતન સ્વરૂપે આત્મામાં આત્મા દ્વારા આત્મા માટે આત્માને જુએ, જાણે, અનુભવે, એનું નામ જ અધ્યાત્મ; જયારે અધ્યાત્મશૂન્ય દશામાં તમારી ચેતના, જડમાં મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 208