Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo Author(s): Bansidhar Bhatt Publisher: B J Institute View full book textPage 5
________________ Philosophy in the Acaranga નામે એક લેખ લખ્યો, જેમાં જૈન દર્શનના સિદ્ધાંતોની આચારાંગમાં મળી આવતી પ્રાથમિક ભૂમિકા દર્શાવતાં, સાથે સાથે ઔપનિષદ વિચારસરણીનો પણ કાંઈક ઉલ્લેખ કર્યો. આ જ અરસામાં, ૧૯૬૧થી લુવીગ આલ્સદોર્ષે ઘણા લેખો લખી જૈનોના ઉત્તરાધ્યયનનાં ઘણાં અધ્યયનોનો ઉદ્દભવ મૂળ પ્રાચીન જાતકકથાઓમાંથી થયો છે તેમ દર્શાવી જાલે શારપેન્ટીઅરની ઉત્તરાધ્યયનની આવૃત્તિમાં રહી ગયેલા દોષો દૂર કર્યા. ૧૯૬૭ થી જાપાનના હાજીમે નાકામુરાએ જાપાની ભાષામાં પ્રાચીન ભારતીય ધર્મોની સમીક્ષા કરી અને ૧૯૮૩ માં આચાર, સૂત્રકૃતાંગ, ઋષિભાષિતાનિ, તત્વાર્થસૂત્ર, ઇત્યાદિ જૈન શાસ્ત્રગ્રંથોમાંથી અને કેટલાક બૌદ્ધ શાસ્ત્રગ્રંથોમાંથી પરસ્પર શબ્દસામ્ય સાથે વિચારસામ્ય પણ દર્શાવ્યું. ૧૯૭૮માં કે.કે. દીક્ષિતે પશ્ચિમના કેટલાક વિદ્વાનોનાં મંતવ્યો સાથે જૈન આગમોમાં મળતી વિચારસરણીની પ્રાચીનતા દર્શાવવા ચર્ચા કરી. જૈનોના આગમોમાં આચાર, સૂકતાંગ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન પ્રાચીન ગણાય છે. તેમાં આચારનો પહેલો શ્રુતસ્કંધ સૌથી પ્રાચીન છે. આ બધાનું અધ્યયન કરતાં સામાન્ય કક્ષાના વાચકને પણ એક સત્યની તો અવશ્ય અને સહેજે ઝાંખી થઈ જાય છે કે જે સિદ્ધાંતો માટે જૈન દર્શન જાણીતું થયું છે તે સિદ્ધાંતો, જેવા કે જીવઅજીવાદિ ૭-૯ તત્ત્વો, પ સમિતિઓ, ૫ અસ્તિકાયો, ૩ ગુપ્તિ, ૫ જ્ઞાન, ૮ કર્મપ્રકૃતિ, ૪ કષાયો, સપ્તભંગી અને નય, ઉપરાંત, ૨૪ તીર્થકરોની કલ્પના કે તેમનાં નામોનો ઉલ્લેખ, ઇત્યાદિ ઇત્યાદિ આચારના પહેલા શ્રુતસ્કંધમાં તો મળતાં જ નથી, પણ બીજા પ્રાચીન આગમોમાંયે તે બધાં દષ્ટિગોચર થતાં નથ તત્ત્વદર્શન સંબંધી કોઈ કોઈ વિચારો જે સંકેતરૂપે પ્રાચીન જૈન આગમોમાં આમ તેમ ગૂઢ વિખરાયેલા પડ્યા છે, તેમને સંશોધનો દ્વારા પ્રકાશમાં લાવવાની દિશામાં હજી સુધી કોઈપણ વિદ્વાને શરૂઆત કરી નથી. આ વિચારો પ્રાચીનતમ છે અને તત્કાલીન ઔપનિષદ દર્શન સાથે શબ્દસામ્ય કે વિચારસામ્ય ધરાવે છે એટલું જ નહીં, પરંતુ તે આજે મળી આવતા પ્રચલિત જૈન દર્શનથી તદ્દન ભિન્ન તરી આવતા એક અજ્ઞાત પ્રાચીનતમ જૈન દર્શનની કોઈ નવી જ દિશા સૂચવે છે. ૧૯૮૯માં ઇટલીથી પ્રસિદ્ધ થયેલા મારા લેખમાં જૈન દર્શનના આવા ગૂઢ વિચારો મેં પ્રકાશિત કર્યા હતા (ભટ્ટ ૧૯૮૯), તે હું અહીં વિસ્તારથી રજૂ કરવા માગું છું. ૭ ૦૧. જૈન આગમો જૈન આગમોની વિષય-ગૂંથણી તદ્દન અટપટી અને કિલષ્ટ છે. તેમાંના કોઈ એક મુદ્દાની અપેક્ષાએ ઇતર મુદ્દાની પ્રાચીનતા પુરવાર કરવાનું કાર્ય પણ એટલું જ અટપટું અને વિકટ બની જાય છે. તેમ છતાં, પ્રાચીન પુરવાર થએલા જૈન આગમ ગ્રંથોની અને તેમાંના કેટલાક વિભાગોની કે ફકરાઓની સ્પષ્ટ સમજી શકાય એ રીતે મેં સમીક્ષા કરી છે. અહીં ચર્ચા કરવામાં આવતા વિભાગોની આવાં વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી કોઈ વિદ્વાને સમીક્ષા કરી નથી. આ પ્રકારનો અભ્યાસ આ લેખમાં કોઈ એક સૂત્રગ્રંથને કદાચ સંપૂર્ણ ન આવરી શકે, તો પણ જે નવા દષ્ટિકોણથી અહીં એની સમીક્ષા કરવામાં આવી છે તે ભવિષ્યમાં જૈન દર્શનના બીજા કોઈ મુદ્દાઓની પણ સમીક્ષા આ પ્રકારે આગળ વધારવા એક નવો માર્ગ ચીંધશે એમ હું માનું છું. આ સમીક્ષામાં જૈન વિચ સોપાનોની એક ઐતિહાસિક પરંપરાનો પણ ખ્યાલ આપવામાં આવ્યો છે; અને બ્રાહ્મણ વિચારધારા સાથેના તેના ઘનિષ્ઠ સંબંધો અને સમાનતા પણ સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. દિગંબર જૈનોના પ્રાચીન ગ્રંથો અહીં વિવેચન માટે સ્વીકૃત શ્વેતાંબરોના આગમ ગ્રંથો કરતાં નવા છે, જેથી દિગંબર ગ્રંથોને આ લેખમાં મહત્ત્વ આપવામાં આવ્યું નથી. હું ૧. આચાર : પ્રથમ શ્રુતસ્કંધ - બ્રહ્મચર્યા (આચાર I) જૈન આગમોમાં જીવ વિષેની કલ્પના આત્મતત્ત્વનાં ગૂઢ ચિંતનોમાંથી ઉદ્ભવી નથી, પરંતુ જૈનોના દૈનિક જીવનના અનુભવોમાંથી રૂઢ થયેલી છે, આવા પ્રકારના હેરમાન યાકોબીના મંતવ્ય પાછળ જે તથ્ય રહ્યું છે તે તપાસવા માટે જૈન શાસ્ત્રગ્રંથોમાં સૌથી પ્રાચીન ગણાતા શ્વેતાંબર જૈનોના આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની સમીક્ષા આવશ્યક થઈ પડે છે. આ શ્રુતસ્કંધને બંભર્ચર (બ્રહ્મચર્યા, જુઓ ૭ ૧.૮) કહે છે, જે ઈ.સ. પૂર્વે આશરે ત્રીજી કે બીજી સદી જેટલું પ્રાચીન કહી શકાય. આચારના બ્રહ્મચર્યામાં કલ ૮ અધ્યયનો મળે છે, પણ મહાપરિષ્ણા [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54