Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 21
________________ હું ૧.૭.૧. આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧ નું મૌલિક તત્ત્વચિંતન ઉપર્યુક્ત વિવેચનના આધારે બ્રહ્મચર્ય વિભાગ ૧ ના (અધ્યયન ૧-૫) વિચારો સંક્ષેપમાં નીચે મુજબ ગોઠવી શકાય : (૧) ગુણો-વિષયો ઇંદ્રિયોને આકર્ષે છે અને પાપ કર્મ તરફ દોરે છે; પરિણામે જીવને (આત્માને) બાંધે છે, તેને જન્મમરણના ફેરામાં અટવાવું પડે છે (જુઓ ફ્રાઉવાલ્નર ૧,પૃ.૧૧૦થી આગળ). (૨) તેથી મન, વચન અને કાય દ્વારા અધ્યાત્મમાં - અંતરાત્મામાં ચિત્ત સંકેલી (સ્થિર થઈ) પાપ કર્મોનો ત્યાગ કરવો, (૩) અને ગૃહત્યાગ કરી, લૌકિક વ્યવહાર ત્યજી ધર્મનું આચરણ કરવું, તથા આવી પડતા સર્વ સ્પર્શો સહન ફરવા. (૪) આથી આ લોક સાથે તેને બંધન (સંધિ-ગ્રંથ) રહેતું નથી, અને તે સંસારથી મુક્ત થાય છે. બ્રાહ્મણ પરંપરાની વિચારધારામાં આત્મજ્ઞાનને મહત્ત્વ આપ્યું છે. તે વિચારો જણાવે છે કે અવિદ્યા-અજ્ઞાનથી (આત્મજ્ઞાનના અભાવે) જીવાત્માને સંસારનું બંધન રહે છે. એને પરિણામે તે દુઃખ અનુભવે છે, જન્મમરણના સંસારચક્રમાં ફર્યા કરે છે. પણ ગૃહત્યાગ કરી - સંન્યાસ સ્વીકારી - રાગદ્વેષાદિ ઇંદ્રિયોના વિષયોથી થતાં સુખદુઃખ આસક્તિ વગર સહન કરવાં અને આત્મરત આત્મનિષ્ઠ રહેવું. આથી તેને સંસારનું બંધન રહેતું નથી; તેને મોક્ષપ્રાપ્તિ થાય છે. વ્યક્તિગત જીવાત્માને કેંદ્રીભૂત કરતી આવી (microcosm) વિચારપ્રણાલીની સમાંતર ચાલી આવતી વિશ્વબ્રહ્મની, સમગ્ર વિશ્વ બ્રહ્મ છે એવી (macrocosm) વિચારપ્રણાલીએ જીવાત્માની વિચારપ્રણાલીમાં ક્રાંતિ સર્જી. પરિણામે, તે બંને પ્રણાલીઓના તાદાત્મ્યથી - ‘હું - જીવાત્મા - બ્રહ્મ છું” કે ‘“તે-બ્રહ્મ હું છું' - એવા તાદાત્મ્ય જ્ઞાનથી જીવાત્મા મુક્ત થાય છે, તેવા વિચારો પ્રચલિત થયા (જુઓ ફ્રાઉવાલ્નર I. પૃ.૭૨થી આગળ, તથા હ્યુમ-પ્રકરણ ૫, પૃ.૨૩-૩૨, હાઇમાન પૃ.૨૦૧-૨૦૭). આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧માં વિશ્વબ્રહ્મની વિચારપ્રણાલી (macrocosm) મળતી નથી, પણ જીવાત્માની વિચારપ્રણાલી (microcosm) હતી તે ઉપર્યુક્ત વિવેચનોથી સ્પષ્ટ થાય છે. પરંતુ તેમાં પાપકર્મની-શસ્ત્રની પરિક્ષાજ્ઞાન-વિવેકને મહત્ત્વ આપ્યું છે. ગુણો-વિષયોથી જીવાત્મા આકર્ષાય છે અને પરિણામે બંધન (સંધિ) અનુભવે છે. ઉત્તરકાલીન જૈનઆગમોમાં સંધિ-ગ્રંથિ શબ્દનું સ્થાન યોગ શબ્દે લીધું. ૧૮ ] - મહાવીરના સમયમાં ધર્મના નામે અનેક પાપકર્મો થતાં હતાં. મહાવીરે તે દૂર કરવાની પ્રાથમિક ફરજ સમજી અને પાપકર્મોનો-હિંસાનો વિરોધ કર્યો. આમ, અહિંસાને મહત્ત્વ આપતાં મહાવીરે આત્મતત્ત્વના જ્ઞાનની ચર્ચા પ્રત્યે લક્ષ્ય ન આપ્યું (બુદ્ધે પણ તે રીતે આત્મતત્ત્વ પ્રત્યે ઉપેક્ષા દર્શાવી હતી), પણ પાપકર્મના વિવેકને-પરિક્ષાને પ્રાધાન્ય આપ્યું. એમાં જીવાત્માની મુક્તિનો પ્રશ્ન પણ ઉકલી જતો હતો. બ્રાહ્મણ વિચારધારા અને બ્રહ્મચર્યની વિચારધારામાં ધ્યેય - આત્મમુક્તિ સમાન છે, એક જ છે; પણ બંનેના વિચારોના ફલક જુદા છે, બ્રાહ્મણ વિચારધારામાં આત્મજ્ઞાન, બ્રહ્મચર્યની વિચારધારામાં પાપ કર્મનું જ્ઞાન - શસ્ત્રપરિજ્ઞા. મહાવીરે અલોભથી લોભ જીતવાનો અને અનાયાસે -સ્વયં ફળીભૂત થતી કામનાઓને પણ ગ્રહણ નહીં કરવાનો આદેશ આપ્યો (આચાર ૨.૧.૭૧). તેવા જીવાત્માને હર્ષ પણ નથી કે ક્રોધ પણ નથી (૨.૨.૭૫). તેનાં કર્મો ઉપશમ્યાં છે (૨.૬.૯૭). હિંસા કરવા છતાં (૨.૬.૧૦૩) તે તેનાથી લેપાતો નથી (૨.૧.૭૪, ૨.૫.૮૯). તેને તેનો ‘“રાગ” થતો નથી (૨.૬.૯૮). ઉપનિષદો પણ કહે છે કે તિતિક્ષુ પાપકર્મથી લેપાતો નથી (દા.ત. બૃહદારણ્યક ઉપનિષદ, ૪.૪૨૮, સરખાવો છાંદોગ્ય ઉપનિષદ, ૪.૧૪.૩, ૫.૧૦-૧૦, તૈત્તિરીય ઉપનિષદ, ૨.૯; જુઓ ઉપર હું ૧.૨). આવાં વિધાનો પાછળ કોઈ અધર્મ-આચરણનો આશય હોતો નથી (જુઓ પાઉલ-હાકર. Topos. પૃ. ૩૯૬-૩૯૭). વળી, આચાર. ૨.૧.૭૧ જણાવે છે કે કર્મ સ્વયં બંધન કરતું નથી, પણ તેની પાછળ રહેલા ગુણો Jain Educationa International For Personal and Private Use Only [ સામીપ્ટ : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54