Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 23
________________ उद् वयं तमसस्परि ज्योतिरुत्तमम् - इति - ज्योतिरुत्तमम् ज्योतिः पश्यन्त उत्तरम् - सुवः पश्यन्त उत्तरं देवं देवत्रा सूरियम् अगन्म કૃત્તિ. (ઋગ્વેદ ૧,૫૦.૧૦) ‘“અમે, ઊંચે તમસની પાર-ઉત્તર (વધુ ઉત્તર (વધુ ઊંચો) પ્રકાશ નીહાળતા દેવોના દેવ સૂર્યને - ઉત્તમ (સૌથી ઊંચી) જ્યોતિને પ્રાપ્ત થયા. ઉત્તમ જ્યોતિને પ્રાપ્ત થયા.''૧૯ ઊંચી) જ્યોતિ નીહાળતા ઘોર આંગિરસના મતે ઋગ્વેદની આ બંને ઋચાઓમાં મોક્ષનું સ્થાન ‘“પ્રત્નરેતસ’” છે. તે સમગ્ર વિશ્વનું આદિકારણ છે, મૂળ તત્ત્વ છે. હાઇનરીશ લ્યૂડર્સે (જુઓ વરુણ..” ગ્યોટીંગન ૧૯૫૯) તેને ઋત સાથે સરખાવ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં વળી તેને હિરણ્મયપાત્ર (=સૂર્ય) કહ્યું છે - જેમકે, હિમયેન પાત્ર" સત્યસ્થાપિહિત મુન્નુમ્ (૫.૧૫.૧ == ઈશ ઉપનિષદ ૧૫- ‘‘સુવર્ણપાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે”). - અંતકાળ નજીક આવ્યો હોય એવી વ્યક્તિઓ સમક્ષ પ્રાર્થનામાં પણ ઋગ્વેદની ઉપર્યુક્ત બે ઋચાઓનું ઉચ્ચારણ કરવામાં આવે છે, જેથી તે વ્યક્તિને મુક્તિ મળે એમ મનાય છે. આ રેતસ આકાશ મંડળથી - દિવથી પણ ૫૨ છે, અને ઉત્તમ છે. તે ઋત છે. તે પ્રાણ-સંશિત છે, જીવનના સૌથી ઊંચા શિખરે છે. મોક્ષની આવી સ્થિતિમાં મુક્ત જીવાત્મા સંપૂર્ણ રીતે ઋતમાં ઓતપ્રોત થઈ જાય છે કે તેનું જુદું અસ્તિત્વ ટકી રહે છે, તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે (વિસ્તાર માટે જુઓ શ્મીત ઉપર પા.ટી.૨ : પૃ. ૬૫૨૬૫૪) - આ સંદર્ભમાં આચાર-બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં મળી આવતાં મુક્ત જીવાત્મા સંબંધી કેટલાંક વિધાનો તપાસી શકાય; જેમકે ‘‘મુક્તાત્મા દ્યુતિમાનનું ક્ષેત્રજ્ઞ છે'' (૮.૩.૨૦૯). અંતકાળે મોક્ષની અભિલાષા રાખનારને મોક્ષ પ્રાપ્તિ થાય છે તેવા આશયના વિચારો પણ બ્રહ્મચર્યમાં મળે છે, જેમ કે ઘેખ ાતું નાવ શરીરમેવો (જીવ શરીરથી છૂટે ત્યાં સુધી કાળની આકાંક્ષા રાખવી. ૬.૫.૧૯૮), રે પડ્યું નંતિ નાવ ંતિ નીવિત (પરથી પર પ્રાપ્ત કરે છે અને જીવનની આકાંક્ષા રાખતા નથી ૩.૪.૧૨૯), મખાળ સંપેહા ધૂળે શરીર (એક આત્માને નીરખીને શરીર ખંખેરી દેવું-છોડી દેવું ૪.૩.૧૪૧.). નારદપરિવ્રાજક ઉપનિષદ (૩.૬૧) પણ કહે છે કે તમેવ प्रतीक्षेत यावदायु સમાપ્યતે (આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી કાળની જ રાહ જોવી), અને ગીતા (૮.૫) જણાવે છે કે અંતાલે ૨ મામેત્ર સ્મરન્ મુવા તેવરમ્...! જૈનદર્શનમાં આર્ય અંતિમ આકાંક્ષાને નિદાન કહે છે. ૨૦ ] - મોક્ષનું કે મુક્તાત્માની (સિદ્ધ જીવાત્માની) સ્થિતિનું સળંગ સ્પષ્ટ વર્ણન પ્રાચીન જૈન આગમોમાં મળતું નથી. તે ફક્ત ઉત્તરકાલીન વિકસેલા આગમોમાં જ, અને તે પણ કોઈ ચાલી આવતા વર્ણનોના સંદર્ભમાં-ગૌણરૂપે તૂટક તૂટક મળે છે, જે ભાગ્યે સંકલિત કરી શકાય છે. આવાં વર્ણનોમાંથી મોક્ષ કે મુક્તાત્મા વિષેના વિચારોનું અહીં સમીક્ષાત્મક વિવેચન કરવું આવશ્યક નથી . પણ તે ઉપરથી સંક્ષેપમાં કહી શકાય કે જૈનો મુક્તાત્માને સિદ્ધ કહે છે (આ શબ્દ આચાર-બ્રહ્મચર્યમાં મળતો નથી.). સિદ્ધાવસ્થામાં જીવો ઇષીપક્ભાર (ઇષત્પ્રભાર - ‘‘જરાક આગળ') નામે સિદ્ધક્ષેત્રમાં રહે છે (ઉત્તરાધ્યયન ૩૬.૫૭-૫૮થી આગળ) સમવાયાંગ ૨૧માં તેનાં બાર નામો ગણાવ્યાં છે, તેમાં આ સિદ્ધાલય કે સિદ્ધક્ષેત્રનું અંઞક નામ બ્રહ્મ છે (જુઓ શૂદ્રીંગ § ૧૮૭). જૈનો તેને ઇષીપક્ભાર (ઇષત્-પ્રભાર-‘‘વિશ્વથી જરાક આગળ’’-‘‘લોગ્ર’”, સરખાવો ઔપપાતિક § ૧૬૯ = ઉત્તરાધ્યયન ૩૬.૫૭, જુઓ ઉત્તરાધ્યયન ૨૩. ૮૧-૮૫) કહે છે. મુક્ત જીવાત્માની સ્થિતિ કોઈ ધામ વિશેષમાં હોય છે તેમ ઉપનિષદો પણ માને છે. તેઓ કોઈવાર તેને એક ‘‘પદ’–સ્થાન તરીકે જણાવે છે (કઠ ઉપનિષદ ૧.૩.૮), કોઈવાર ‘‘વિષ્ણુના પરમપદ' તરીકે (કઠ ઉપનિષદ ૧.૩.૯), તો. કોઈવાર ‘‘બ્રહ્મપુર' તરીકે (છાંદોગ્ય ઉપનિષદ ૮.૧.૫), તો ઘણીવાર ‘‘બ્રહ્મલોક' તરીકે તેનો ઉલ્લેખ કરે છે. ઔપનિષદ વિચારધારામાં મુક્તિના ધામરૂપ બ્રહ્મલોક, અને જૈનોના સિદ્ધક્ષેત્ર - ઇષીપક્ભાર - એ બંન્નેનાં ખાદિમૂળ ઘોર આંગિરસના તત્ત્વદર્શનમાં કે તે સંદર્ભમાં ઉલ્લેખેલી ઋગ્વેદની ઋચાઓમાં મળે છે. Jain Educationa International [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54