Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 34
________________ સૂત્રકૃતાંગ 1 ના આઠમાં અધ્યયનમાં આત્મસમાહિત કે આત્માપરત કે આત્મગુપ્તના ચિંતનનો મુખ્ય વિષય રહ્યો છે. તેમાં શરૂઆતમાં અસંયમી અજ્ઞાનીઓ રાગદ્વેષપૂર્વક કામ ભોગ અને માયામાં લપટાઈ પાપાચરણ કરે છે અને પરિણામે જન્મમરણનું દુઃખ (સંપાય) બાંધે છે (ગાથા ૧-૯) એમ જણાવીને આવાં પાપકમોનું શલ્ય પંડિતો કેવી રીતે કાપી નાખે - તેમનાં બંધનો કેવી રીતે કપાઈ જાય (ગાથા ૧૦) તે જણાવવા આગળ ધર્મના સારભૂત પાપકર્મોનો ત્યાગ” કરવાની પ્રક્રિયા દર્શાવી છે (ગાથા ૧૪-૨૧, જૈન દર્શનના ગુપ્તિ-સિદ્ધાંતના આદિ-મૂળના અહીં દર્શન થાય છે. ગાથા ૧૧-૧૩ માં ગાથા ૧૦ માટે સામાન્ય વિસ્તાર કર્યો છે. તે વિદ્વાને હાથપગ (=“કાય”), મન-પાંચ ઇંદ્રિયો (=“મન”), પાપ અને ભાષાદોષ (“વચન”)-એ સર્વ આત્મામાં સમેટી લેવાં (ગાથા ૧૭ સરખાવો-શીલાંક પૃ.૧૧૫ – મનોવી&યગુપ્ત સન્ અને જુઓ દશવૈકાલિક ૧૦.૧૫ આગળ). અને માન, માયા વિષે સંપૂર્ણ જાણીને શાંતિના ગૌરવને લક્ષ્યમાં રાખી ઉપશાંત અને સ્પૃહા વગર વિહરવું (ગાથા ૧૮). અહિંસા, અસ્તેય અને અમૃષાવાદના ધર્મને વળગી રહી (ગાથા ૧૯) મન કે વચનથી પણ તે તેનું ઉલ્લંઘન ન કરે અને સર્વત્ર સંવૃત (ગુપ્ત) અને દંત (ઇંદ્રિયનિગ્રહ કરી) થઈ આદાનને (માયાળ, કર્મનું ઉપાદાન) સમેટી લેવુંદૂર કરવું (ગાથા ૨૦). તે વિદ્વાનને કૃત, ક્રિયમાણ કે ભાવિ પાપ (કર્મ) સંમત નથી, તે આત્મગુપ્ત અને જિતેંદ્રિય છે (ગાથા ર૧). જે આવા જ્ઞાની, મહાભાગ્યશાળી, વીર અને સમ્યકત્વદર્શી છે તેમનાં આચરણ-કર્મ શુદ્ધ છે અને (બંધનરૂપ) પરિણામ વગરનાં હોય છે (ગાથા ૨૩). આવી આત્મગુપ્ત થવાની પ્રક્રિયાને કાચબાનું દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કરી છે કે નહીં *ખે તે સંસારું સ દે સમાદો, પર્વ પાવાડું મેધાવી અાપે સમદિરે (ગાથા ૧૬: કાચબો જેમ પોતાનાં અંગો પોતાના દેહમાં સંકેલી લે-પોતાના દેહથી અંદર ખેંચી લે-તેમ મેધાવી પુરુષ અધ્યાત્મથી - ઇંદ્રિયોને અંદર આત્મામાં સંકેલી લઈ - પાપકર્મો સમેટી લે - દૂર કરે). દશવૈકાલિકમાં (વો 2 સ્ત્રીપતીન પુરો ૮-૪૦ અને સ્ત્રીપુરો ૮.૪૪) અને ભગવતીમાં (મ્યો રૂત્ર દ્વિ માછીછે પીને વિ...૨૫.૭.૮૦૧) પણ આવા દૃષ્ટાંતનું પુનરાવર્તન થયું છે. અધ્યાત્મસંવૃતનું આવું ચિંતન બ્રાહ્મણ પરંપરામાં પણ મળે છે. નારદપરિવ્રાજક ઉપનિષદ (૭૪) જણાવે છે કે પાપ-શર્ટ વૃત્તમનાં નિત્યમાત, સુંદિયાળ સમાહત્ય જૂ નવ સર્વશઃ (કાચબો જેમ અંગો-દેહમાં સમેટી લે-તેમ વિદ્વાને ઇંદ્રિયો અંદર સમેટી લઈ હમેશાં પાપરહિત, નીતિમય સરળ વર્તન કરવું. સરખાવો - ફૂડનવ સંહત્ય મને | ઈઃ નિષ્ય ... કાચબાની જેમ અંગો - ઇંદ્રિયો - સમેટી લઈ અને હૃદયમાં મનનો વિરોધ કરી...યુરિકા ઉપનિષદ ૩; અને યુવા સંદરતે વાવે ડાનીવ સર્વશ:, ક્રિયાન્દ્રિયર્થગ્રસ્તી પ્રજ્ઞા પ્રતિષ્ઠિતી. કાચબો સર્વ રીતે જેમ પોતાનાં અંગો ખેંચી લે તેમ આ જ્યારે ઇંદ્રિયોને ઇંદ્રિયોના અર્થમાંથી સંકેલી લે છે ત્યારે તેની પ્રજ્ઞા (જ્ઞાન, બુદ્ધિ) પ્રતિષ્ઠિત-કહેવાય છે. ગીતા ૨.૫૮, ઉપરાંત જુઓ સંવૃત્તનિકાય ૧.૭). સૂત્રકૃતાંગ 1 મુજબ સર્વ ઇંદ્રિયોથી નિવૃત-સંવૃત અને સર્વત્ર મુક્ત મુનિ લોકોમાં વિહાર કરે (૧૦.૪) અને સંપૂર્ણ જગત સમત્વથી પેખીને કોઈનું પ્રિય અને અપ્રિય ન કરે૦૦૦૦ (સવં નાં તૂ સમયાપુરી પિયખર્ચ રૂડું છો ના ૧૦.૭ = ૧૩. ૨૨). તે જીવન મરણની આશા રાખ્યા વિના અને (આવાગમનનાં) વર્તુળથી મુક્ત વિહાર કરે તો નીવિર્ય નો મરણfમરઘી વરેઝ fમઙ્ગ વયા વિમુદ્દે ૧૦.૨૪ = ૧૨.૨૨ = ૧૩.૨૩, જુઓ ૨.૨.૧૬). રાગદ્વેષથી પર થતાં કર્મનો નિર્લેપ (આસક્તિ) રહેતો નથી, કર્મનું બંધન રહેતું નથી, અકર્મક-કર્માભાવની સ્થિતિ રહે છે (સરખાવો શીલાંક પાયામાવો ઉહ Ifમાવસ્થ રમત. પૃ.૪૧). સિદ્ધ-મુકતાત્મા વિરકત, રાગદ્વેષથી પર, અલિપ્ત કે સંવૃત (ગુપ્ત) હોવાથી તેના કર્મનું બીજ નાશ પામ્યું છે, તે રાગદ્વેષ જન્માવતું નથી, લેપાયમાન કરતું નથી, પુનર્જન્મના કારણરૂપ થતું નથી તેમ દશાશ્રુતસ્કંધ જણાવે છે (૫.૧૨૩- નહીં રાઈ વીયાળ ન ગાયેતિ પુijરા, મૂવીપણું હતું ? ગાયંતિ અવંરા - સરખાવો ઔપપાતિક $ ૧૧૫). મુક્તોનું અવ્યાબાધ સુખ દેવો કે મનુષ્યનાં સુખની અપેક્ષાએ અનંતગણું વધારે છે (સરખાવો જ વિ સ્થિ મજુતા તે સીવવું વિય સવ્વવા, ગં સિદ્ધા સૌવવું - લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ ૩૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54