Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 39
________________ ધ્રુવપંક્તિઓ (સ-ત્રિવધૂ) સરખી જાય છે (જુઓ ઉપર, ૨માં). દશવૈકાલિકની માધુકરીભિક્ષાવૃત્તિ (મહુારસમા...નાળા-પિંડ-રસ્યા...સાદુળો ૧.૫ ભમરાની સમાન વિવિધ પિંડ - ભિક્ષાત્રમાં રત સાધુઓ) બ્રાહ્મણ પરંપરાના મુનિઓની માધુકર-ભૈક્ષ સાથે સરખાવી શકાય (દા.ત. સંન્યાસ ઉપનિષદ ૭૧ વોન્માયુર્ં શૈક્ષ તિન્ત્ઋનાવત્તિ મ્લેચ્છોના કુટુંબમાંથી પણ યતિ ભમરાની જેમ - માધુકર - ભિક્ષાત્ર લે, અને નારદપરિવ્રાજક ઉપનિષદ ૭ माधुकरवृत्याहारमाहरन् માધુકરી - વૃત્તિથી - ભમરાની જેમ - આહાર કરતાં...) દશવૈકાલિક ૯ ના ચાર અભિગમો (વિનય-શ્રુત-તપ-આચાર) વટ્ટકેરના મૂલાચાર ૫ સાથે સરખાવી શકાય. સૂત્રકૃતાંગ I ની અપેક્ષાએ દશવૈકાલિકમાં જૈન દર્શનનાં કેટલાક તત્ત્વોની પરિપકવ ભૂમિકા વ્યક્ત થાય છે, જેમ કે જૈન દર્શનનાં જીવ-અજીવ (૪.૧૨-૧૪), પાપ-પુણ્ય, બંધ-મોક્ષ (૪.૧૫-૧૬), સંવર (૪.૧૯), જેવાં તત્ત્વો, તથા જ્ઞાન-દર્શન (૪.૨૧-૨૨, ૬.૧), જૈન આગમોના અર્થમાં શ્રુત-સૂત્ર (૧.૬, ૯.૪). કદાચ, સૂત્રકૃતાંગ I અને દશવૈકાલિક, એમ બંનેની પ્રવૃત્તિ અને પ્રચારની ક્ષેત્રમર્યાદા ભિન્ન ભિન્ન પણ હોઈ શકે, અથવા દશવૈકાલિકમાં બીજાં અધ્યયનોની અપેક્ષાએ ૪થું અધ્યયન ‘નવું” હોય. દશવૈકાલિક પ-પિડેસણાના કેટલાક નિયમો સંન્યાસ ઉપનિષદ ૫૯-૧૦૨, નારદપરિવ્રાજક ઉપનિષદ ૫.૮૩૬ સાથે સરખાવી શકાય. ઉપરાંત દશવૈકાલિક ૪.૭ દું વરે?...હું સે?......માસંતો, સરખાવો ગીતા ૨.૫૪ ત્રિ પ્રમાળેત? વિમાસીત ? વ્રખેત વિમ્ ? અને દશવૈકાલિક ૯.૧.૧૫ ના સૌ... f...નવત્ત--તારા-રિવુડપ્પા, છે સોફ વિમલે અમ-મુ. (નક્ષત્ર અને તારા ગણોથી ઘેરાયેલો ચંદ્ર જેમ વાદળાં વગરના વિમળ આકાશમાં શોભી રહે છે...), સરખાવો નાત્ર-તા-પ્રદ-સંતાપિ ખ્યોતિષ્મતી ચંદ્રમÅવ રાત્રિ: કાલિદાસરઘુવંશ ૬.૨૨., વગેરે, વગેરે.૪ ઉપર ણાવ્યું તે આધારે સ્પષ્ટ થાય છે કે જૈન આગમોના પ્રાચીન સ્તરોમાં મળી આવતી અનેક પરિભાષાઓ ઔપનિષદ અથવા બ્રાહ્મણ વિચારધારા સાથે સરખાવી શકાય છે; અથવા ઔપનિષદ અને જૈન (તથા બૌદ્ધ) વિચારધારાઓ એક જ પરંપરામાંથી જન્મી છે એમ કહી શકાય છે. તેવી કેટલીક વિશિષ્ટ વિચારધારાઓની તો અહીં સંક્ષેપમાં નોંધ માત્ર લીધી છે, તે ઉપરાંત થોડીક નોંધ અહીં-આગળ- પ્રસ્તુત કરવામાં આવે છે. આચાર-બ્રહ્મચર્યમાં લેપ-નિર્લેપ (૨.૨.૭૪, ૨.૫.૮૯, ૨.૬.૧૦૩) કરતાં સક્ત-અસક્તની પરિભાષા (દા.ત. ૧.૬.૭૨-સરખાવોઃ સૂત્રકૃતાંગ II ૬.૧૯.૨૭, ૩.૧.૧૦૭, ૫.૨.૧૫૩,૧૫૪, ૫.૬.૧૭૬, ૬.૧.૧૭૮;૧૮૦, વગેરે) વિશેષ જણાય છે. આ સાથે સરખાવોઃ છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૪.૩, ૫.૧૦.૧૦, કઠ ઉપનિષદ ૨.૫.૧૫, બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૪ તથા ૩.૮.૮, ૪.૪.૬, વગેરે. વળી, આચાર-શસ્ત્રપરિક્ષામાં ‘‘સર્વમાં આત્મા છે”-તેવા પ્રકારના જ્ઞાનના સંદર્ભમાં વિકસિત શબ્દપ્રયોગો અને લેપ-નિર્લેપ કે સક્ત-અસક્તની પરિભાષા ઉપરાંત વિચરતા-વિહરતા ભિક્ષુઓ માટે પણ સાંસારિક વાતાવરણના સંદર્ભમાં કેટલાક નવા શબ્દપ્રયોગો જન્મ પામ્યા; જેમકે: યત-સંયમ, અપ્રમત્ત-પ્રમત્ત, વિત, ઉપરત, ઉપશાંત, સમ્યક્ત્વદર્શી, ગુપ્ત-અગુપ્ત, વગેરે. આચાર-બ્રહ્મચર્યમાં હજી અંતઃકરણની ખાસ કોઈ પરિભાષાનો જન્મ થયો ન હતો. હાસ- સ્પર્શ એ ત્વચાનો વિષય ગણાયો નથી. ઇંદ્રિય-શબ્દ પણ આચાર-બ્રહ્મચર્યના ૮મા અધ્યયનમાં જ આવે છે, પણ આ અધ્યયન પ્રાચીન નથી. આચાર બ્રહ્મચર્યના કેટલાક શબ્દપ્રયોગો (જેમકે: વારંવાર આવતા ગુણ-શબ્દ ઉપરાંત, નટ-શબ્દઃ ૫.૧.૧૫૧, અને મધ્યસ્થ-શબ્દ ૮.૮.શ્લોક ૫, વગેરે) પ્રાચીન સાંખ્ય વિચારધારાની અસર સૂચવે છે. યાકોબી (45.SBE) અને શુષ્કીંગે (§§ ૧૦-૧૧) આ અંગે અનેક સૂચનો કર્યાં છે. ઘૂ ધાતુ પાપ કે કર્મ-શરીર ખંખેરી નાખવાના અર્થમાં જેમ આચાર-બ્રહ્મચર્યમાં (સૂત્ર= ૯૯, ૧૪૧, ૧૬૧, વગેરે) કે દશવૈકાલિકમાં (૯.૩.૧૫) વપરાયો છે તેમ તે છાંદોગ્ય ઉપનિષદ (૮.રૂ.૧. વિય પાપં, ભૂત્વા ૩૬ ] Jain Educationa International For Personal and Private Use Only [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54