Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 25
________________ છે (સરખાવો - આગમ = સર્વજ્ઞોએ જણાવેલો આચાર/ઉપદેશ, આચાર-શીલાંક પૃ.૧૫૩,૧૬૯,તથા શૂબીંગ વો.મ. પૃ.૯૬) આમ. બ્રહ્મચર્ય વિભાગ ૧ માં અધ્યયનોમાં કયાંય મહાવીરનું નામ મળતું નથી કે સૂચિત થતું નથી. સમગ્ર દૃષ્ટિ બિંદુઓના સંબંધથી એમ કહી શકાય કે તત્કાલીન કેટલાક વિચાર પ્રવર્તકોમાં મહાવીર પણ એક હતા, અને તે વિચાર બ્રહ્મચર્ય-વિભાગ ૧માં કંઈક સંકલિત થયા છે. આ વિચારો નવા ન હતા, પણ તેની રજૂઆત નવી હતી. (અહીં એ પણ નોંધવા યોગ્ય છે કે સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં ‘‘બુદ્ધિ” શબ્દનો પ્રયોગ મળતો નથી !). સમયના પ્રવાહની સાથે સાથે બ્રહ્મચર્ય વિભાગ ૧ ના વિચારોના આધારે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા ઇતર વિચારો પણ મહાવીરના નામે ચઢાવવામાં આવતા ગયા, જેથી તે વિચારોની પણ વિભાગ ૧ના વિચારો જેટલી જ પ્રાચીનતા, પ્રાણભૂતતા અને મહત્ત્વ લાગ્યા કરે. આના કાંઈક સંકેત આપણને બ્રહ્મચર્યના વિભાગ ૨માં મળે છે. અહીં પ્રથમ જ્ઞાત (કુળના પુત્ર તરીકે વિમોક્ષ અધ્યયનમાં (૮.૮.૨૪૦, શ્લોક ૧૨) તથા ઉપધાનશ્રુતમાં (૯.૧.૨૬૩, શ્લોક ૧૪, બે વાર) મહાવીરનું નામ સૂચિત થયું છે. અહીંયાં તેમ જ અન્યત્ર પણ મહાવીર માટે બ્રાહ્મણ (૮.૧.૨૦૨, ૮.૨.૨૦૮, અને ઉપધાનશ્રુતના દરેક ઉદેશના અંતે, ઉપરાંત સરખાવો - સૂત્રકૃતાંગ ૩.૯.૧; ૪.૧૧.૧; ઉત્તરાધ્યયન ૨૮.૧૧) અને કોઈવાર શ્રમણ (દા.ત. ઉપધાનશ્રુત ૯.૧. શ્લોક ૧) શબ્દનો પ્રયોગ કર્યો છે. બ્રાહ્મણ (બ્રહ્મને જાણનાર, ઉત્તરકાલીન વૈદિક કર્મકાંડ કે યજ્ઞયાગાદિક સાથે જોડાયેલી બ્રાહ્મણ વર્ણની કોઈ વ્યક્તિ નહીં !) અને શ્રમણ શબ્દ પર્યાયવાચી છે.૬ આ વિચારો વ્યક્તિવિશેષના નામે ચઢતા ગયા તેમાં ભાવિ સાંપ્રદાયિકતાનાં મૂળ રહ્યાં છે એમ કહી શકાય. ૪ ૧.૮.૩ સત્ય - પરમ તત્ત્વ : જૈન આગમોમાં પાંચ મહાવ્રતોની પરિભાષામાં સત્ય નામનું વ્રત વિશેષ મૃષાવાદવિરમણના નામથી પરિચિત છે; સત્ય શબ્દથી તેનું વર્ણન ભાગ્યે જ કોઈ સ્થળે દૃષ્ટિગોચર થાય છે. આચાર-બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં સત્ય શબ્દનો વિશેષણ તરીકે પ્રયોગ થયો છે (દા.ત. તે સન્વં, સવ્વવારી સોપ્ તિળે...તે સત્ય છે, સત્યવાદી શોક તરી ગયો છે; ૮.૭.૨૨૪ = ૮.૭.૨૨૮) ઉ૫રાંત - જ્યાં ‘‘ભાષા’’-સમિતિની ચર્ચા હોય ત્યાં અનેક વાર સત્યનો પ્રયોગ થયો છે. તેમ છતાં બ્રહ્મચર્યના વિભાગ ૧માં એક તત્ત્વ તરીકે થયેલો સત્ય શબ્દનો વિશિષ્ટ પ્રયોગ ભિન્ન તરી આવે છે; જેમકે સબ્વમ્મિ ધિરૂં બા (સત્ય - તત્ત્વમાં ધૃતિ કરો; સત્યતત્ત્વને વળગી રહો, ૩.૨.૧૧૭). સત્ત્વમેવ સમમિનાાતિ સવ્વસ ગાળાÇ ના મેહાવી માર્ગ તરફ (સત્યને જ ઓળખ, સત્યના જ્ઞાને - આદેશથી ઉપસ્થિત મેધાથી મૃત્યુ તરી જાય છે. ૩.૩.૧૨૭), તથા ...બાબોવવા...લોળ વેદમાળા,...સiસિ પરિવિનિર્દિષુ,.......આત્મોપરત...લોકની ઉપેક્ષા કરતા...સત્યમાં સ્થિર રહ્યા,...૪.૪.૧૪૬. અહીં સત્ય = ઋત, જુઓ શીલાંક-આચાર પૃ.૧૩૦). સૂત્રકૃતાંગમાં પણ સત્ત્વ તથ રે′વમં (I.૨.૩.૧૪), આચાર ૫.૬.૧૬૮ (તમેવ સખ્ખું...) ક્ષેપક છે તેનું ઉપર વિવેચન કર્યું છે. ઉપનિષદોમાં સત્ય તત્ત્વનું વર્ણન કાંઈ આ રીતનું છે :- તસ્ય હૈં વા તસ્ય પ્રધળો નામ સત્યમિતિ (છાંદોગ્ય ઉપનિષદ ૮.૫.૪), તસ્ય ૩નિવત્ - સત્યસ્ય સમિતિ, પ્રાળા વૈ સત્યં તેષામેળ સત્યમ્ (બૃહદારણ્યક ઉપનિષદ ૨.૧.૨૩ = મૈત્રાયણિ ઉપનિષદ ૬.૩૨ = શતપથ બ્રાહ્મણ ૧૪.૫.૧.૨૩; શતપથ બ્રાહ્મણ ૧૪.૫.૩.૧૧ = બૃહદારણ્યક ઉપનિષદ ૨.૩.૧૧). અહીંયાં ‘“સત્યનું સત્ય” એટલે વ્યવહાર-અવસ્થાના સત્યથી ૫૨ એવું ૫રમાર્થ-અવસ્થાનું સત્ય; જેને શ્વેતાશ્વતર ઉપનિષદમાં (૯.૩) તત્ત્વનું પણ તત્ત્વ કહ્યું છે. ઉત્તરકાલીન વૈદિક સાહિત્યમાં સત્ય અને ઋણી પર્યાયવાચી ગણાતા.૨૪ હું ૧.૮.૪. બ્રહ્મચર્ય અને બ્રહ્મવિદ : આચારના પહેલા શ્રુતસ્કંધનું નામ બ્રહ્મચર્ય પણ વૈદિક વિચારધારામાંથી ઊતરી આવ્યું છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં બ્રહ્મ યજ્ઞ કે ઉત્તમ તત્ત્વના અર્થમાં વપરાતો, અને ઉત્તરકાલીન સાહિત્યમાં બ્રહ્મચર્ય શબ્દ બ્રાહ્મણ-ક્ષત્રિય ૨૨ ] Jain Educationa International For Personal and Private Use Only [ સામીપ્ટ : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54