Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 30
________________ આચારના બીજા શ્રુતસ્કંધમાં વિમુક્તિ નામે ચોથી ચૂલા મૂળે સૂત્રકૃતાંગ I ના ગાથા નામે સોળમા અધ્યયનનો એક વિભાગ હતો, અને તે ત્યાંથી છૂટો પડી આચારાંગમાં જોડાઈ ગયો છે તેવું સૂત્રીંગ માને છે (જુઓ શૂદ્રીંગ Drei Chedasutras des Jainakanans - ‘‘જૈન આગમનાં ત્રણ છેદસૂત્રો', હામ્બર્ગ ૧૯૬૬, પૃ.૪). પરંતુ આચારાંગમાં વિમુક્તિનું સ્થાન યોગ્ય અને મૌલિક છે તેવું બોલ્લેનું મંતવ્ય છે (જુઓ બોલ્લે I. પૃ.૪૭, ટિ.૧ તથા લેખ : Ayaranga 2.16 and Suyagada 1.16, JIP18, 1990 પૃ.૨૯-૫૨). આચાર-બીજા શ્રુતસ્કંધમાં ફક્ત ભાવના નામે ત્રીજી ચૂલા જ (અધ્યયન ૧૫) હતી; અને તે ચૂલાની શરૂઆતમાં આવતું મહાવીરચરિત્ર પાછળથી ઊમેરેલું છે અને તે રીતે ચૂલા ૧-૨ તથા ચૂલા ૪ (અધ્યયન ૧-૧૪, ૧૬) પણ આચારના બીજા શ્રુતસ્કંધમાં પાછળથી ઊમેરેલી છે. ઉપરાંત હાલ મળી આવતી ચૂલા ૩ ‘‘ભાવના''નો (અધ્યયન ૧૫) પાઠ પણ તદ્ન જુદો-‘‘નવો’’છે. મૂળ ‘‘ભાવના’’નો પાઠ આચાર ચૂર્ણિમાં (પૃ.૩૭૭-૩૭૮) ગદ્ય અને ૧-૫ પદ્યરૂપે વણાઈ ગયો છે. આ પદ્યમય ‘‘ભાવના” આવશ્યક ચૂર્ણિમાં (ભાગ ૨, પૃ.૧૪૬-૧૪૭) અને આવશ્યક નિર્યુક્તિ ઉપર હિરભદ્રની ટીકામાં (પૃ.૬૫૮-૬૫૯) પણ મળી આવે છે (વિસ્તાર માટે જુઓ ભટ્ટ-૧૯૮૭-૮૮ અને ભટ્ટ-૧૯૯૩). ઠુ ૨.૧. આચાર - બીજો શ્રુતસ્કંધ, ભાવના (આચાર II. 15) ઔપનિષદ વિચારધારામાં આત્મતત્ત્વની ચર્ચા મહત્વનો ભાગ ભજવે છે. તેમાં પ્રધાન સૂર એ ણાય છે કે સર્વત્ર આત્મા વસી રહ્યો છે તેમ જે જાણે છે તે પાપકર્મથી છૂટી જાય છે, મુક્તિ મેળવે છે. આચાર-બ્રહ્મચર્ય-વિભાગ ૧ની વિચારધારામાં પાપકર્મની ચર્ચા મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સર્વ કાંઈ પાપકર્મથી ભરપૂર છે, અને પાપકર્મને જે જાણે છે તે તેમાંથી છૂટી જાય છે, મુક્તિ મેળવે છે, આ બ્રહ્મરાર્ય વિચારણાનો પ્રધાન સૂર છે. આ બંને વિચારધારાઓ ફક્ત આદર્શ સ્થિતિનું વર્ણન કરે છે, પરંતુ પાપકર્મથી છૂટવા સાધકે પ્રાથમિક દશામાં શું શું કરવું એ વિષે ઉપનિષદો કે આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧ અસ્પષ્ટ રહ્યાં છે. આત્માને અનુલક્ષીને - આત્મજ્ઞાનને કેંદ્રમાં રાખી પાપકર્મથી બચવા યોગ જેવી પ્રક્રિયા કે અનાસક્તિ અથવા નિર્લેપની વિચારણા ઉપનિષદ પછીનાં શાસ્ત્રોમાં વિકસતી ગઈ. બ્રહ્મચર્ય વિચારધારામાં આત્મજ્ઞાનને નહીં, પણ પાપકર્મના જ્ઞાનને - શસ્ત્રપરિક્ષાને-મહત્ત્વ આપી, પાપકર્મને અનુલક્ષીને આત્મામાં સુરક્ષિત (આત્મગુપ્ત) થવાની વિચારણાએ આચાર I માં ૨૫ ભાવનાને જન્મ આપ્યો. આચાર I, વિશેષ તો તેના વિભાગ ૧માં પાંચ (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) વ્રતોમાંથી અહિંસા (જુઓ શસ્ત્રપરિક્ષા § ૧.૧) અને બ્રહ્મચર્યની (=પરિવ્રજયા; વસિત્તા હંમશ્વેસિ ૪.૪.૧૪૩ = ૬.૨.૧૮૩ = ૬.૪.૧૯૦, ઉપરાંત લોકવિચય § ૧.૨) સતત ચાલી આવતી વિચારણામાં પરોક્ષ રીતે અપરિગ્રહ (દા.ત. પરિાદાઓ અપ્પાળ અવસના ૨.૫.૮૯) કે કંઈક અંશે સત્ય જેવાં વ્રતોમાં ($ ૧.૮.માં૩) ઘટાવી શકાય એવા ઉલ્લેખ મળી આવે છે, પણ અહિંસા, બ્રહ્મચર્ય સિવાયનાં બાકીનાં ત્રણ વ્રતો સ્પષ્ટ નથી મળતાં. આચાર નિર્યુક્તિ મુજબ આ વ્રતો સહેલાઈથી જાણી શકાય અને સમજાવી શકાય એવા આશયથી તેમને કુલ પાંચ વિભાગમાં સ્પષ્ટ કર્યાં (નિર્યુક્તિ ગાથા ૨૯૫ = વટ્ટકેરનું મૂલાચાર ૭.૩૩). તે બધાં વ્રતોના રક્ષણ-પાલન માટે સૌ પ્રથમ ૨૫ ભાવનાઓ અસ્તિત્વમાં આવી (નિર્યુક્તિ ગાથા ૨૯૬). આચાર 1 ની વિચારધારામાં મળતી અધ્યાત્મ સંવૃત (૫.૪.૧૯૫), આત્મગુપ્ત (૩.૧.૧૦૯, ૩.૩.૧૨૩, ૮.૨.૨૦૬), આત્મસમાહિત (૪.૩.૧૪૧) જેવી પરિભાષાઓનું વિશદ વ્યાખ્યાન આપણને આચાર II ની ૨૫ ભાવનાઓમાં મળે છે. દરેક વ્રત માટે પાંચ, એમ પાંચ વ્રત માટે કુલ ૨૫ ભાવનાઓ - વ્રતોને અનુકૂળ માનસિક કેળવણી - મુજબ આચરણ કરતાં મુનિ પાપ કર્મથી પોતાને બચાવી લે છે અને આત્મગુપ્ત બને છે. આ ભાવનાઓ સંક્ષેપમાં નીચે મુજબ ગણાવી શકાય. (૧) ચાલવામાં સાવધાની (રૂરિયાતમિત), અન્ન-પાન-ભોજનની આલોચના, ભિન્નુનાં પાત્રો ઇત્યાદિ લેવા-મૂકવામાં સાવધાની (આયાળમંડનિમ્હેવળા) અને મન તથા વચનમાં સાવધાની રાખતાં હિંસાકર્મથી બચી જવાય છે. જૈન પરંપરામાં પાંચ સમિતિઓમાંથી ઇરિયાસમિતિ અને આયાણ-ભંડ-નિખૈવણા-સમિતિ, એ બે સમિતિઓ આ ભાવનામાંથી વિકસી છે. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] Jain Educationa International For Personal and Private Use Only [ ૨૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54