Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 12
________________ ન વિમુક્ત લોકો અલોભથી લોભને જીતે છે અને અનુકૂળ વિષય કામનાઓનો પણ સ્વીકાર-ઉપભોગ કરતા નથી (વિપુત્તા...પારમિળો. જોમ અલોમેળ પુંછમાળે તદ્ધે જામે નામિતિ), તેઓ જ ભિક્ષુ કહેવાય છે (૨.૨.૭૧). પાપકર્મોની પરિક્ષા કરી તે ન કરવાં, ન કરાવવાં કે તે માટે અનુમોદન પણ ન આપવું, જેથી કુશળ સાધક તેનાથી લેપાતો નથી (..સત્તે નોવૃત્તિળેનાપ્તિ ૨.૨.૭૪ = ૨.૫.૮૯). આવા પશ્યને (પાસ, જોનાર, હકીકત સમજનાર) કોઈ ઉદ્દેશ – ઉપદેશ/વ્યવહાર હોતો નથી (ઉદ્દેશે પાસાસ્સ નથિ ૨.૩.૮૦). કુશળ બંધાયેલો પણ નથી અને મુક્ત પણ નથી (સત્તે પુળ નો વર્ષે નો મુ ૨.૬.૧૦૪). તેઓ સાંસારિક પરિગ્રહને બંધનરૂપ ગણે છે (..ઞાપ્િ...ગયં સંધી ત્તિ અવુ ૨.૫.૮૮) અને તે બધું છોડી દઈ ફક્ત વસ્ત્ર, કાંબળો, કટાસન, વગેરે જેવી જરૂરી સામગ્રી રાખે છે (૨.૫.૮૯). તેણે કંઈક મળતાં ખુશી કે ન મળતાં શોક ન કરવો. (લ્લો ત્તિ ન મળેા બામો ત્તિ ન સોયણ ૨.૫.૮૯, સરખાવો ૨.૪.૮૬). નારદપરિવ્રાજક ઉપનિષદ કહે છે કે અત્તાને ન વિષાદ્રી સ્થાને ચૈત્ર ન દૃષ્યતે (૫.૭). તે મિવઘૂ...છિત્તા ત્તિયાક્ર્ (૨.૫.૮૮), સુધીની પંક્તિ ૮.૩.૨૧૦ સૂત્રમાંથી અહીં લીધી છે. અહીં (૨.૫.૮૮) તે જુદા જ વિષયની હોય એમ સ્પષ્ટ તરી આવે છે. આને કર્મ-પરિક્ષા કહે છે, જેથી કર્મોથી ઉપશાંત થવાય છે. તે વ્યક્તિને મમત્વ હોતું નથી (..પળા...મ્મોવસંતી...મમાયમતિ જ્ઞાતિ...૨.૬.૯૭). તેણે લોકને - સંસારને – ઠીક જાણી લીધો છે. તે બુદ્ધિશાળીએ સંસાર ત્યાગ કર્યો છે. તે વીર ખેદરહિત (વિમળૅ) હોવાથી રાગ વગરનો છે (નન્હા અવિમળે વીર, તદ્દા વીરે ન રખ્ખરૂં ૨.૬.૯૮, આ બધાં સૂત્રોમાં ‘‘કર્મોમાં રાગ’’ અને કર્મોના લેપ” વિષેના ઉલ્લેખો ધ્યાન ખેંચે એવા છે. આગળ જતાં આ બાબત વધારે સ્પષ્ટ કરી છે (ભિદુરસુ ન રોના જામસુ વહુત સુ વિ. ૮.૮૨૫૧ નશ્વરમાં કે વિવિધ વિષય કામનાઓમાં રાગ ન રાખવો) આર્યોએ દર્શાવેલો આ માર્ગ અપનાવતાં કુશળને કર્મસમારંભનો લેપ લાગતો નથી (૨.૫.૮૯). કુશળ સાધક કર્મમાત્રને સંપૂર્ણ જાણે છે અને સંસારી લોકોનાં દુઃખોની પરિક્ષા જણાવે છે (૨.૬.૧૦૧, ૪.૩.૧૪૦). તે મમત્વરહિત, ખેદ વગરનો છે - (૨.૨.૭૪, ૨.૪.૮૫, ૨.૬.૯૭, ૯૮; ઉપર જુઓ). તે લોક - સંસાર - સાથેના સંયોગથી પર છે, અનન્યદર્શી છે, અનન્ય-આરામ છે (..અન્વંતિ તોસંનોસ...બળવંત્તી...અળબ્બારાને...૨.૬.૧૦૧). તેને મન તુચ્છ (અધમ, પાપ ?) અને પૂર્ણ (પુણ્ય ?), બંને સરખા છે (ખન્ના પુળલ્લું તિ તદ્દા તુસ્સે શ્રૃતિ ૨.૬.૧૦૨, જુઓ શૂદ્રીંગ-આચાર પૃ.૭૩, થ્થતિ માટે જુઓ પિશેલ § ૫૪૩). સર્વત્ર-સર્વ દિશામાં - પરિશચારી (સંપૂર્ણ જ્ઞાન-વિવેકથી આચરનાર) તે વીર બંધન પામેલા જીવને મુક્ત કરે છે (વીર માટે જુઓ શુદ્ધીંગ-વો.મ.પૃ.૮૦ અને યજીમા-૧૯૮૧, નોંધ ૨૧ અને હિંસાથી (હિંસાના પ્રસંગે) લેપાતો નથી (સ વીરે...ને બદ્ધે ડિમોય. હું મર્દ તિરિયું વિસાસુ; સે સબો સવ્વપરિત્રવારી ન નિપ્પદ્ છળપણ વીરે. ૨.૬.૧૦૩, છળ માટે જુઓ પિશેલ § ૩૧૮). આ સંદર્ભમાં આચાર-ચૂર્ણિ (પૃ.૯૯) જણાવે છે કે સર્વપરિજ્ઞા મુજબ શાસ્ત્રાનુસાર-આચરનાર હિંસાથી લેપાતો નથી (...વિહીપ્ હેંતો જ છળેળ નિવૃત્તિ). શીલાંક પણ કહે છે કે...થયેલી હિંસાથી (પાપકર્મથી) તે વીર લેપાતો નથી (શીલાંક-આચાર પૃ.૯૮). આવાં વિધાનો પ્રાચીન વૈદિક કે ઔપનિષદ સાહિત્યમાં પણ જોવા મળે છેઃ ન સ ૪ તૈરવ્યાપરનું પામના લિખતે શુ: “તે કર્મોથી આચરણ કરતો તે શુદ્ધ પાપથી લેપાતો નથી (છાંદોગ્ય ઉપનિષદ ૫.૧૦.૧૦), ૩મેડ હૈં.વ.૧.તે तरति, नैनं कृताकृते तपतः તે ખરેખર બંનેને (પાપ-પુણ્ય, વ.) તરી જાય છે, એને કરેલું અને નહીં કરેલું (કર્મ) દુઃખ દેતાં નથી. (બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૨). F વિદ્યાન... पुण्यपापे विधूय निरंजनः परमं साम्यमुपैति પુણ્ય અને પાપ ખંખેરી નાખી તે નિરંજન (નિર્લેપી) જ્ઞાની પરમ સામ્ય પામે છે (મુંડક ઉપનિષદ, ૩.૩), ગીતા પણ કહે છે કે આ સર્વ લોકને મારવા છતાં તે (જ્ઞાની) મારતો નથી, બંધન પામતો નથી (૧૮.૧૭).૧૦ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] Jain Educationa International For Personal and Private Use Only [ ૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54