Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji
Author(s): Ratilal D Desai
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 3
________________ વિ. સં. ૧૯૨૭ના ભાઈબીજના દિવસે એમનો જન્મ. તેઓનું વતન વિદ્યા, કળા અને સંસ્કારિતાની ભૂમિ વડોદરા શહેર.તેઓની જ્ઞાતિ વીસા શ્રીમાળી. પિતાનું નામ દીપચંદભાઈ માતાનું ઈચ્છાબહેન. એમનું પોતાનું નામ અનલાલ. કુટુંબ ખૂબ ધર્મપરાયણ, એટલે છગનલાલને પારણે ઝુલતાં ખૂલતાં જ ધર્મસંસ્કારનું પાન કરવાનો સુયોગ મળ્યો હતો. દસ-બાર વર્ષની ઉમર થતાં થતાં તો પિતા અને માતા બન્નેની છત્રછાયા ઝૂટવાઈ ગઈ! મરણપથારીએ પડેલી માતાએ પોતાના પુત્રને આ જન્મમાં તેમ જ જન્માંતરમાં પણ ઉપયોગી થાય એવી શિખામણું આપતાં કહ્યું, કે “બેટા, અહંતનું શરણ સ્વીકારજે, અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધને મેળવવામાં અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” લ્મનને એકલવાયું ન લાગે અને એનું ચિત્ત પ્રસન્ન રહે એ માટે બન્ને મોટા ભાઈઓ–શ્રી હીરાભાઈ અને શ્રી ખીમચંદભાઈખૂબ તકેદારી રાખતા. પણ છગનલાલનો જીવ કંઈક જુદી જ માટીનો હતો. એનું ચિત્ત ઘરસંસારનો ત્યાગ કરીને ત્યાગધર્મની દીક્ષા લેવા માટે ઝંખી રહ્યું : કયારે એવો અવસર આવે, અને હું ક્યારે સાધુજીવન સ્વીકારું ! અને એવો પુણ્ય અવસર પણ આવી ગયો. વિ. સં. ૧૯૪૨માં જૈનસંઘના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ વડોદરા પધાર્યા. એમની ધર્મદેશના છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ભાગવતી દીક્ષા લેવા તત્પર થઈ ગયો. હવે સંસારનું બંધન એને એક પળ માટે પણ ખપતું ન હતું. છેવટે, મોટા ભાઈઓ અને કુટુંબી જનોની નારાજી વહોરીને પણ, એણે વિસં. ૧૯૪૩ ની સાલમાં, રાધનપુરમાં, શ્રી આત્મારામજી મહારાજ પાસે, મુનિ શ્રી હર્ષવિજ્યજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી. નામ મુનિ શ્રી વલ્લભવિયે રાખવામાં આવ્યું. ભૂખ્યાને ભાવતા ભોજન મળે એમ, છગનનો આત્મા ખૂબ આહલાદ અનુભવી રહ્યો. એક પળ પણ નિરર્થક વિતાવવાને બદલે તેઓ ગુરુસેવા અને જ્ઞાન-ચારિત્રની આરાધનામાં લાગી ગયા. શ્રી આત્મારામજી મહારાજના તેઓ ખૂબ પ્રીતિપાત્ર બની ગયા–જાણે કાયાની છાયા જ સમજો! ત્રણ ચોમાસાં ગુજરાત અને રાજસ્થાનમાં કરીને તેઓ દાદાગુરજીની સાથે પંજાબ ગયા. ત્યાં એકધારાં ૧૯ ચોમાસાં કરીને પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને ખૂબ દઢ બનાવી. ૧૯ ચોમાસામાં દાદાગુરુજીની સાથે છ કર્યો અને, વિ. સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12