Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji Author(s): Ratilal D Desai Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ આચાર્યપદ છોડવા તૈયાર છું.” જૈન સંઘની એક્તા માટેની આ કેવી ભવ્ય ઝંખના! આ જ રીતે તેઓ ઈચ્છતા હતા, કે જૈનોના બધા ફિરકાઓમાં પણ એકતા સ્થપાય. એકવાર આચાર્યશ્રી પાલનપુર ગયા. એમના જાણવામાં આવ્યું કે સંધમાં કલેશ છે. એમનો આત્મા કકળી ઊઠયો. એ વખતે જેઠ મહિનો ચાલતો હતો. ગરમી એવી પડતી હતી કે પંખીઓ પણ બહાર નીકળતાં ન હતાં. આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બોલાવીને કહ્યું, કે જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંધ તરત જ સમજી ગયો. રાજસ્થાનમાં વિખવાદીના સંધમાં ઝધડો જોઈને તેઓએ કહ્યું કે તમારો ઝઘડો ર ન થાય ત્યાં સુધી ભારે ગોચરી બંધ. તરત જ ઝઘડો દર થયો. મહારાષ્ટ્રમાં બુરાનપુરમાં મા-દીકરા વચ્ચે ખટરાગ પડેલો. આચાર્યશ્રીના જાણવામાં એ વાત આવી. તેઓ પોતે ગોચરી લેવા નીકળ્યા અને એ ધરે જઈ પહોંચ્યા. માતા અને પુત્ર બન્ને ગોચરી વહોરવાની વિનતિ કરવા લાગ્યાં. આચાર્યશ્રીએ કહ્યું, કલેશવાળા ઘરમાંથી હું ગોચરી નહીં લઉં. તમે બન્ને સંપીને વહોરાવો તો જ ભિક્ષા લઈશ. વર્ષોજૂને કલેશ સત્વર દૂર થઈ ગયો! ગુજરાનવાલાના ગુરુકુળને નાણુની મોટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું કે “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગોળ-ખાંડ બંધ.” થોડા દિવસોમાં જ સંસ્થાની ટહેલ પૂરી થઈ ગઈ પૂનાના સંઘમાં ઝઘડો પડ્યાનું જાણુને આચાર્યશ્રીએ કહ્યું કે—“મેં સાંભળ્યું છે કે પૂનાના સંઘના લોકો અંદર અંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવું પણ સાંભળ્યું છે કે એક પક્ષના લોકોએ જ મારું સ્વાગત કરવા નકકી કર્યું છે. પણ તમારે જાણવું જોઈએ કે જ્યાં સંઘમાં ઝઘડા હોય છે, ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છું કે જયારે સંઘના ઝઘડા મટી જાય.” વિ. સં. ૨૦૦૮ માં જૈન કોન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે એ જ વર્ષમાં કૉન્ફરન્સનું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે કંઈક નક્કર કામ કરવાનો અનુરોધ કર્યો. કોન્ફરન્સના મોવડીઓએ એ આદેશને ઝીલી લીધો તો ખરો, પણ એ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી, એટલે આચાર્યશ્રીએ જાહેર કર્યું કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી ભારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12